અમદાવાદ: ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ઓ આવી રહી છે. કુલ 182 બેઠકો (Gujarat Assembly Seats) પર ચૂંટણીઓ લડાશે. આ પૈકી 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં કેટલીક બેઠકો એવી હતી કે, જ્યાં ભાજપનો ઉમેદવાર વિપક્ષના ઉમેદવારની સરખામણી કરતા ઓછા માર્જિનથી જીત્યો (BJP won by narrow margin) છે. આ કઈ બેઠકો (Gujarat BJPs weak seats) કઈ છે તે વિશે જાણીએ.
આ પણ વાંચો: 2017 પછીની તમામ ચૂંટણીમાં ભાજપના વિજયરથની સફર, 2022માં ભાજપ ઈતિહાસ રચશે?
2017ની વિધાનસભાની ચૂંટણી પર ઉડતી નજર
2017માં ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022)ઓ યોજાઈ હતી. 182 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપનું નેતૃત્વ ત્યારના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હાથમાં હતું. જેઓ તે વખતે રાજકોટ પશ્ચિમની બેઠક (Rajkot assembly seat) પરથી ચૂંટણી લડ્યા હતા. તો કોંગ્રેસનું નેતૃત્વ ભરતસિંહ સોલંકીના હાથમાં હતું. આ ચૂંટણીઓમાં ભાજપની 99 અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી, 2012ની સરખામણીમાં ભાજપની 16 બેઠકોનો ઘટાડો અને કોંગ્રેસને તેટલી જ બેઠકનો વધારો થયો હતો. જે સૂચવતું હતું કે, ભાજપનો જનાધાર ઘટ્યો છે.
આ પણ વાંચો: આગામી ચૂંટણીમાં શરૂઆત અહીંથી કરવી જોઈએ, ગોપાલ ઇટાલીયાનો મનીષ સીસોદીયાને અંગુલી નિર્દેશ
શહેરી નાગરિકોનો ભાજપ તરફ ઝોંક
કુલ મતોમાંથી ભાજપને 49.5 ટકા જ્યારે કોંગ્રેસે 41.44 ટકા જેટલા મત મળ્યા હતા. સૌરાષ્ટ્ર અને ગામડાઓમાં કોંગ્રેસને વધુ સીટો મળી હતી. જ્યારે શહેરોમાં ભાજપને વધુ બેઠકો મળી હતી. કુલ 04,33,14, 233 મતદાતાઓએ મતદાન કર્યું હતું. જેમાંથી પુરુષોની સંખ્યા 02,25,57,032 અને સ્ત્રીઓની સંખ્યા 02,07,57,032 હતી. આ માટે કુલ 50,128 પોલિંગ બૂથ ઉભા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Uniform Civil Code: વાતાવરણ બનાવવામાં વ્યસ્ત BJP, 2024ની ચૂંટણીમાં મુદ્દો બનાવશે!
જ્ઞાતિ આધારિત મતદારો
2017ની ચૂંટણીમાં ઓબીસી મતો 48%, આદિજાતિ મતો 14.75%, પાટીદાર મતો 11%, ક્ષત્રિય મતો 05% , મુસ્લિમ મતો 9%, દલિત મળતો 07% જ્યારે અન્ય મતો જેવા કે બ્રાહ્મણ, જૈન, ખ્રિસ્તિ, પારસી વગેરેનો સમાવેશ થાય છે તેવા 5.25 ટકા મતદારો હતા.
ભાજપે 2017ની ચૂંટણીઓમાં 05 હજાર કરતા ઓછા માર્જિનથી જીત મેળવી હોય તેવી બેઠકો
- મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક: વર્તમાન આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ 2017માં ચૂંટાઈ આવ્યા હતા. છેલ્લા ત્રણ ટર્મથી તેઓ અહીંથી ચૂંટાઈ આવે છે. પાટીદારોના ગઢ સમાન આ બેઠકમાં કોંગ્રેસ અને ભાજપે મજબૂત પાટીદાર દાવેદાર ઉતાર્યા હતા. તે જ એક મોટું કારણ ઋષિકેશ પટેલની જીતના ઓછા માર્જિન માટેનું રહ્યું હતું. ઋષિકેશ પટેલને 77,496 વોટ મળ્યા હતા. જે કુલ વોટના 48.7 ટકા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલને 74,627 વોટ મળ્યા હતા. જે બેઠકના કુલ મતના 47.76 ટકા હતા. આમ ઋષિકેશ પટેલે કોંગ્રેસના ઉમેદવારને 2,869 મતોથી પરાજય આપ્યો હતો.
- મહેસાણા જિલ્લાની વીજાપુર બેઠક: ભાજપના રમણભાઇ પટેલને 72,326 મતો મળ્યા હતા. જે કુલ મતોના 47.80 ટકા હતા. જ્યારે કોંગ્રેસના નાથાભાઈ પટેલને 71,162 મતો મળ્યા હતા. જે કુલ મતોના 47.03 ટકા હતા. આમ ભાજપે કોંગ્રેસને 1164 મતોથી પરાજય આપ્યો હતો. આ બેઠક પાટીદારોનો ગઢ છે. બંને પક્ષોએ પાટીદાર ઉમેદવારો ઉતાર્યા હતા. 2002થી આ બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. ફક્ત 2012માં જ કોંગ્રેસના ઉમેદવાર અહીંથી ચૂંટાયા હતા. જે પાટીદાર હતા.
- સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર બેઠક: ગુજરાતના સરહદી સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર બેઠક પરથી ભાજપના રાજુભાઈ ચાવડાએ કોંગ્રેસના ઉમેદવારને 1,712 વોટથી પરાજય આપ્યો હતો. રાજેન્દ્રસિંહ ચાવડા 2012માં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા અને જીત્યા હતા. પરંતુ તેમણે પક્ષ પલટો કરતા 2014ની પેટાચૂંટણીમાં અને 2017 માં પણ તેઓ ભાજપની ટિકિટ પરથી વિજેતા થયા.
- અમદાવાદ જિલ્લાની ધોળકા બેઠક: આ બેઠક ક્ષત્રિય જ્ઞાતિનું પ્રભુત્વ છે. 2012 અને 2017ની ચૂંટણીઓમાં ગુજરાતના શિક્ષણ પ્રધાન રહી ચૂકેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અહીંથી ચૂંટાતા આવ્યા છે. 2017માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કુલ 71,530 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અશ્વિનભાઈ રાઠોડને 71,203 વોટ મળ્યા હતા. આમ 327 વોટની પાતળી સરસાઇથી ભાજપે કોંગ્રેસને હાર આપી હતી. બંનેને અનુક્રમે 44.47 ટકા અને 44.27 ટકા મત મળ્યા હતા. જે આ બેઠક ઉપર ભાજપ ની લોકપ્રિયતામાં ઘટાડો સૂચવે છે. જેનું મુખ્યકારણ આ વિસ્તારમાં વિકાસની અવગણના અને ખેતીમાં ખાતરોનો ભાવવધારો છે.
- પોરબંદર બેઠક: 2017ની ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયાએ કોંગ્રેસના ઉમેદવાર અને અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયાને 1855 મતોથી પરાજય આપ્યો હતો. આ બેઠકના સર્જનથી કોંગ્રેસ પક્ષે રહી છે. 1990આ જનતાદળના ઉમેદવાર બાદ 1995, 1998, 2012 અને 2017માં અહીં બાબુ બોખીરિયા ચૂંટાઈને આવ્યા છે. અગાઉ કોંગ્રેસના દિગ્ગજ અર્જુન મોઢવાડીયા 2002 અને 2007માં બે ટર્મ ચૂંટણીઓ જીતી ચુક્યા છે. 2017માં બંનેને અનુક્રમે 72,430 અને 70,575 વોટ મળ્યા હતા. જેની ટકાવારી અનુક્રમે 47.03 અને 45.82 ટકા રહી છે. ભાજપનું જીતનું માર્જિન 1,855 વોટ રહ્યા છે. આ સીટને જાયન્ટ સીટ કહી શકાય.
- ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠક: આ બેઠકનું સર્જન 2012માં થયું. તેના સર્જનથી તે ભાજપના કબ્જામાં રહી છે. ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીએ 50,635 મતો મેળવીને કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ખેનીને 1876 મતોથી પરાજય આપ્યો હતો. જેમને 48,759 મત મળ્યા હતા.બંનેને અનુક્રમે 44.69 અને 43.03 મત મળ્યા હતા. આ ઓછું માર્જિન ભાજપનો આ વિસ્તારમાં ઘટતો જનાધાર સૂચવે છે.
- બોટાદ જિલ્લાની બોટાદ બેઠક: આ બેઠક પર તેના સર્જનથી જ ભાજપનો અને સૌરભ પટેલનો દબદબો છે. સૌરભ પટેલ ભારતના સંપન્ન પરિવાર અંબાણી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે અમેરિકાની જેફરસન યુનિવર્સિટીમાંથી MBA વિથ ફાયનાન્સની ડિગ્રી મેળવી છે. અહીં સતત ભાજપ જીતતું આવ્યું છે. ચાર વખત અહીંથી સૌરભ પટેલ જીત્યા છે. 2017 માં સૌરભ પટેલને 79,623 વોટ મળ્યા હતા. તો કોંગ્રેસના ડી.એમ. પટેલને 78,717 વોટ મળ્યા હતા. આમ જીતનું માર્જિન 906 મત જેટલું નીચું રહ્યું હતું. 2007 થી અહીં ભાજપની જીતનું માર્જિન ઘટી રહ્યું છે. જે ભાજપની ઘટતી લોકપ્રિયતા સૂચવે છે. બેઠક સૌરભ પટેલના નામે મળે છે. જેઓ ગુજરાત સરકારમાં નાણાં અને ઉર્જા પ્રધાન રહી ચૂક્યા છે.
- આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક: 2017ની ચૂંટણીમાં આણંદ જિલ્લાનું મતદાન કોંગ્રેસ તરફ રહ્યું હતું. આણંદ જિલ્લાની સાત બેઠકોમાંથી બે જ બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. જેમાંથી એક ઉમરેઠની બેઠક છે. ઉમરેઠમાં ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે 68,326 માટે મેળવીને કોંગ્રેસના ઉમેદવાર કપિલા ચાવડાને 1883 મતોથી પરાજય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2012 માં આ બેઠક ઉપરથી એનસીપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલે ગોવિંદ પરમારને 1,394 મતોથી પરાજય આપ્યો હતો. 2017માં કોંગ્રેસ અને NCP ના ઉમેદવારને અનુક્રમે 66,443 અને 35,051 વોટ મળ્યા હતા. અનુક્રમે વોટ શેરિંગ 38.60, 37.54 અને 19.80 ટકા જેટલું રહ્યું હતું.
- ગોધરા બેઠક: ગુજરાતમાં પ્રસિધ્ધ ગોધરા બેઠક પરથી 2017માં ભાજપના સી.કે.રાઉલજીએ 75,149 મત મેળવ્યા હતા. જ્યારે તેમના હરીફ પરમાર રાજેન્દ્રસિંહને 74,891 વોટ મળ્યા હતા. આમ ખૂબ જ ઓછા 258 માર્જિનથી ભાજપે આ બેઠક કબજે કરી હતી. આ બેઠક પર કોંગ્રેસના હારવાનું મુખ્ય કારણ સ્વતંત્ર ઉમેદવાર પરમાર જશવંતસિંહનું ઊભા રહેવું છે. જેમણે 18,856 વોટ મેળવીને કોંગ્રેસના ઉમેદવારના વોટ તોડ્યા હતા ઉલ્લેખનીય છે કે આ પહેલા 2012ની ચૂંટણીમાં સી.કે.રાઉલજી કોંગ્રેસના ઉમેદવાર હતા અને આ સીટ પરથી જીત્યા હતા. 2017 ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો વોટ શેર 42 ટકા અને 41.86 ટકા હતો.
- વડોદરાની ડભોઇ બેઠક: વડોદરા શહેરની પ્રખ્યાત ડભોઇ બેઠક પરથી ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટાને 77,945 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલને 75,106 વોટ મળ્યા હતા. આમ 2839 મતોથી ભાજપનો વિજય થયો હતો. બંનેને અનુક્રમે 48.46 અને 46.69 ટકામત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપે કોંગ્રેસ પાસેથી 2002 માં આ સીટ પડાવી હતી અને સિદ્ધાર્થ પટેલ સતત ત્યારથી આ સીટ ઉપર હારતા આવ્યા છે.
- ભરૂચ જિલ્લાની વાગરા બેઠક: આ બેઠક પરથી 2017માં અરૂણસિંહ રાણાએ કોંગ્રેસના ઉમેદવાર ઈકબાલ પટેલને 2628 મતોથી પરાજય આપ્યો હતો. અરૂણસિંહ રણાને 72,331 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર મુસ્લિમ કોમ્યુનિટીની વસ્તી વધુ છે. અહીં 2022 માટે AIMIM જોર અજમાવી રહ્યું છે.2007માં ઈકબાલ પટેલનો વિજય થયો હતો. પરંતુ 2012માં પણ અરુણસિંહ રાણાએ તેમને હારનો સ્વાદ ચખાડયો હતો.
- આણંદ જિલ્લાની ખંભાત બેઠક: અમદાવાદ જિલ્લાને અડીને આવેલા આણંદ જિલ્લાના ખંભાતમાં 2017ની ચૂંટણીમાં ભાજપના મયુર રાવલે કોંગ્રેસના ઉમેદવારને 2318 મતોથી પરાજય આપ્યો હતો. મયુર રાવલને 71,459 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આણંદ જીલ્લો સ્વતંત્રતાની ચળવળમાં અગ્રણી રહ્યો હતો. અમુલ જેવી વિશ્વની સૌથી મોટી ડેરી અહીં કોંગ્રેસના રાજમાં સ્થપાઈ હતી. કોંગ્રેસને અહીં પકડ છે. પરંતુ ખંભાતમાં 2007થી ભારતીય જનતા પાર્ટી સતત જીતતી આવી છે. જેની પાછળ હિન્દૂ-મુસ્લિમનું રાજકારણ હોઈ શકે.
- રાજકોટ રૂરલ: આ બેઠક શીડ્યુલ કાસ્ટ માટે અનામત છે. અહીં ભાજપના લાખાભાઇ સાગઠિયાએ 92,114 મતો મેળવીને કોંગ્રેસના ઉમેદવારને 2179 મતોથી પરાજય આપ્યો હતો. અહીંયા 2007 થી ભાજપનો ઉમેદવાર જીતતો આવે છે.સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયાને 89,935 મત મળ્યા હતા. બંનેને અનુક્રમે 47.68 અને 46.55 ટકા મત મળ્યા હતા.
- ખેડા બેઠક: આણંદ જિલ્લાને અડીને આવેલા ખેડા જિલ્લો પણ મોટાભાગે કોંગ્રેસને સમર્પિત છે. પરંતુ માતાર વિસ્તારમાં 2017માં ભાજપના ઉમેદવાર કેસર સિંહ સોલંકીનો વિજય થયો હતો. કેસર સિંહ સોલંકીએ 81,509 મત મેળવીને કોંગ્રેસના ઉમેદવારને 2406 મતોથી પરાજય આપ્યો હતો. 2002થી આ સીટ ભાજપના કબ્જામાં છે. 2007 અને 2012માં ભાજપના દેવુસિંહ ચૌહાણ આ સીટ ઉપર વિજેતા રહ્યા હતા.
- દાહોદ જિલ્લાની ફતેપુરા બેઠક: ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા દાહોદ જિલ્લાની ફતેપુરા બેઠકમાં ભાજપના ઉમેદવાર રમેશભાઈ કતરાને 2017માં 60,250 વોટ મળ્યા હતા. જ્યારે પ્રતિદ્વંદ્વી કોંગ્રેસના ઉમેદવાર દિતાભાઈ માચ્છરને 57,539 વોટ મળ્યા હતા. બંનેને અનુક્રમે 46.41 ટકા અને 44.32 ટકા વોટ મળ્યા હતા. 2012 માં પણ રમેશ કટરા આ બેઠક પરથી વિજયી થયા હતા. પરંતુ 2017 ના જનાધારમાં 1.39 ટકાનો ઘટાડો થયો હતો.
- સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ બેઠક: સાબરકાંઠા જિલ્લામાં પણ 2017માં ભાજપ અને કોંગ્રેસને બે-બે સીટ મળેલી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બેઠક પરથી ભાજપના ગજેન્દ્રસિંહ પરમારને 83,482 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ બારૈયાને 80,931 મતો મળ્યા હતા. બંનેને મળેલા મતની ટકાવારી અનુક્રમે 47.15 ટકા અને 45.70 ટકા રહી હતી. ભાજપે 2551 મતોના માર્જીનથી આ બેઠક જીતી હતી. અગાઉ 2012માં આ બેઠક પરથી મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસમાંથી વિજેતા રહ્યા હતા. જ્યારે 2007 માં આ બેઠક ભાજપ પાસે હતી. આ બેઠક પર ભાજપના જનાધારમાં વધારો જોવા મળ્યો છે.
કોંગ્રેસ પણ 17 બેઠકો પર 05 હજાર કરતા ઓછા માર્જિનથી જીત્યું
ભાજપ જેવી રીતે ઉપરની 16 બેઠક ઉપર ઓછા માર્જિનથી જીત્યું છે. તેવી જ રીતે કોંગ્રેસ પણ 17 બેઠકો પર ઓછા માર્જિનથી જીત્યું છે. જેમાં ધાનેરા, દિયોદર, મોડાસા, માણસા, બાપુનગર, મોરબી, કરજણ, દસાડા, વાંકાનેર, જામજોધપુર, ઉના, તળાજા, સોજીત્રા, છોટાઉદેપુર, જેતપુર, ડાંગ અને કપરાડાનો સમાવેશ થાય છે. કેટલીક બેઠકો 05 હજારના આસપાસના માર્જિનથી રહી છે.