ETV Bharat / city

કરોડોના ડ્રગ્સ કેસમાં ATSએ કર્યા ખૂલાસા ક્યાંથી આવ્યું ને ક્યાં જતું હતું તે અંગે આપી માહિતી - MD Drugs seized in Gujarat

વડોદરામાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSએ મોટા ખૂલાસા કર્યા છે. ATSએ કઈ રીતે આ ઓપરેશન પાર પાડી ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા તે અંગે માહિતી આપી હતી. Gujarat ATS on Drugs Case

ATSએ કર્યા ખૂલાસા ક્યાંથી આવ્યું ને ક્યાં જતું હતું તે અંગે આપી માહિતી

author img

By

Published : Aug 17, 2022, 1:24 PM IST

Updated : Aug 17, 2022, 4:21 PM IST

અમદાવાદ વડોદરાના સાવલી પાસે આવેલ મોક્સી ગામે મંગળવારે 225 કિલોગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું (Drugs seized from vadodara and bharuch) હતું. ત્યારે આ મામલે ગુજરાત ATSએ મહત્વના ખૂલાસા કર્યા (Gujarat ATS on Drugs Case) હતા. ATSએ જણાવ્યું હતું કે, સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભાવેશ રોજિયાની માહિતીને આધારે અમે દરોડા પાડ્યા હતા. આરોપી મહેશ વૈષ્ણવ અને પીયૂષ પટેલને સાથે લઈને ફેક્ટરીમાં દરોડા પાડતાં 225 કિલો ડ્રગ્સ સીઝ કરવામાં આવ્યું હતું.

વડોદરાની ફેક્ટરીમાં સંતાડાયો હતો ડ્રગ્સનો જથ્થો

2 રાજ્યોમાં મોકલવામાં આવતું હતું ડ્રગ્સ આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ અને રાજસ્થાનમાં મોકલવામાં આવતો (Drugs seized from vadodara ) હતો. તો આ ઑપરેશન માટે ભરૂચ, ગીરસોમનાથ, સુરત અને અન્ય SOGની ટીમની પણ મદદ લેવામાં આવી (Gujarat ATS on Drugs Case) હતી. જોકે, 15 કિલો જેટલો માલ અલગ અલગ જગ્યાએ વહેંચી પણ દેવાયો છે.

મળી હતી બાતમી ગુજરાત ATSએ વડોદરાના સાવલી નજીક મોકસી ગામમાં (Drugs seized from vadodara ) ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પકડી હતી. આ અંગે ગુજરાત ATSએ જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં દરોડા પાડીને કુલ 225 કિલો એમડી ડ્રગ્સ ઝડપી (MD Drugs seized in Gujarat) પાડવામાં આવ્યું હતું. સાથે જ 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સુરત પોલીસને બાતમી મળી હતી કે, સુરતના 2 વેપારીઓ અહીં વેર હાઉસ રાખીને ધંધો કરી રહ્યા છે, જે માહિતી ગુજરાત ATSને આપવામાં આવી હતી. ત્યારબાદ તપાસ કરીને બંને આરોપીઓની ઓળખ પણ કરવામાં આવી હતી.

વડોદરાની ફેક્ટરીમાં સંતાડાયો હતો ડ્રગ્સનો જથ્થો વધુ તપાસ બાદ સુરતના મહેશ વૈષ્ણવની અટકાયત કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે અને તેનો વડોદરાનો સાગરિત પીયૂષ પટેલ સાવલી તાલુકાનાં એક ગામમાં કંપનીનું બાંધકામ કરાવી રહ્યાં છે. હાલ આ કંપની બંધાઈ રહી છે અને ત્યાં મશીનો પણ મૂકવામાં આવ્યા છે. આ ફેક્ટરીમાં આ લોકોએ એમડી ડ્રગ્સનો (Drugs seized from vadodara and bharuch) જથ્થો સંતાડ્યો હતો.

એક આરોપી મૂળ ગીર સોમનાથનો ગુજરાત ATSના SP સુનિલ જોષીએ (Gujarat ATS SP Sunil Joshi) જણાવ્યું હતું કે, આ ફેક્ટરીમાં દરોડા પાડીને 225 કિલો એમડી ડ્રગ્સ (MD Drugs seized in Gujarat) પકડી પાડવામાં આવ્યું છે. મહેશે રાકેશ, દિલીપ અને વિજય મારફતે આ માલ તૈયાર કરાવ્યો હતો. રાકેશ જે મૂળ ગીરસોમનાથ જિલ્લાનો છે અને તેણે એમએસસી કેમેસ્ટ્રી કર્યું છે. તે વર્ષ 2011થી મેડિકલ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કરતો હતો. આ લોકોએ સાથે મળીને ભરૂચની ફેક્ટરીમાં ગત વર્ષે આ જથ્થો બનાવ્યો હતો.

SOGએ કરી મદદ ATSના SPએ વધુમાં ઉમેર્યું હતું કે, રાકેશ અને વિજયે આ લિક્વિડ જથ્થો બનાવ્યો હતો. જે તેમના અન્ય સાગરિતો અન્ય જગ્યાએ લઈ જઇને આ લિક્વિડને પાવડર ફોમમાં બનાવતા હતા. આ માલ રાજસ્થાન અને મુંબઈ લઈ જવાતો હતો. આ ચાર સાથેના અન્ય લોકોને પણ ઓળખી કાઢવામાં આવ્યાં છે, જેમને શોધવા માટે SOG ભરૂચ, વડોદરા અને જામનગરની પણ મદદ લેવામાં આવી છે.

રોકડ રકમ કરી જપ્ત ઑપરેશન હાથ ધરતા ફેક્ટરીમાંથી મિણીયાની 12 થેલીઓમાં કુલ કુલ 2,25,053 કિલોગ્રામ મેફેડ્રોન ભરેલું હતું, જેની કિંમત 1,125.265 કરોડ રૂપિયા થાય છે. જ્યારે મેફેડ્રોનના વેચાણમાંથી મેળવેલા રોકડ 14,00,000 રૂપિયા મળી આવ્યા હતા. આ જથ્થો કબજે કરી આરોપીઓ સામે ATSએ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો મુન્દ્રામાંથી ઝડપાયેલા હેરોઈનના કેસમાં ભુજની સ્પેશિયલ કોર્ટે આરોપીના કર્યા રિમાન્ડ મંજૂર

આરોપીઓની પૂછપરછમાં થયા ખૂલાસા આ ગુનાની તપાસ દરમિયાન પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓના મેફેડ્રોનના ધંધામાં આરોપી રાકેશ નરસિંહભાઈ મકાની (વેન્ચર ફાર્માસ્યૂટિકલ પ્રા. લિ. ભરૂચ GIDC સાયખાના ભાગીદાર), આરોપી વિજય ઓધવજી વસોયા (વેન્ચર ફાર્માસ્યૂટિકલ પ્રા.લિ. ભરૂચ GIDC સાયખાના ભાગીદાર), આરોપી દિલીપ લાલજીભાઈ વઘાસીયા (રહે. અંકલેશ્વર , ભરૂચ) ભાગીદાર છે

આરોપીઓ આ રીતે કરતા કામ આ મેફેડ્રોન લિક્વિડ ફૉર્મમાં વેન્ચર ફાર્માસ્યૂટિકલ પ્રા. લિ. ભરૂચ GIDC સાયખા ખાતે તૈયાર કરતા હતા. ત્યાંથી તેને મોક્સી ગામ ખાતેની ફેક્ટરીમાં લાવી તેને સૂકવવામાં આવતું હતું. અહીંથી તેને પ્રોસેસ કરી ચોક્કો મેફેડ્રોન એમડી ડ્રગ્સ (MD Drugs seized in Gujarat) તૈયાર કરતા હતા. તેમ જ દિનેશ આલાભાઈ ધ્રૂવ (રહે. જામનગર) તથા ઈબ્રાહિમ હુસેન ઓડીયા (રહે મુંબઈ) તથા તેના પૂત્ર બાબા ઈબ્રાહિમ ઓડિયા તથા રાજસ્થાનના એક માણસને આપ્યો છે. ઝડપાયેલા આરોપી દિનેશ આલાભાઈ ધ્રૂવની આ પહેલા વર્ષ 1994માં જેતપુર NDPS કેસમાં ધરપકડ થઈ હતી ને તેને 12 વર્ષની સજા થઈ છે. આ ઉપરાંત પકડાયેલા આરોપી મહેશ ઉર્ફે મહેશ ધોરાજી ગોપાલભાઇ વૈષ્ણવની અગાઉ વર્ષ 1998માં ભાવનગર કસ્ટમના NDPS કેસમાં ધરપકડ થઈ હતી ને તેને 7 વર્ષ સુધી જેલમાં સજા ભોગવી છે.

આ પણ વાંચો નશીલા પદાર્થો માટે હબ બની રહ્યું છે ગુજરાત! પોલીસે ગાંજા સપ્લાયરની તોડી ચેન

ગુજરાત બન્યું ડ્રગ્સનું હબ રાજ્યમાં હવે બનવા લાગ્યું ડ્રગ્સ છેલ્લા દોઢેક વર્ષમાં ગુજરાતના રસ્તે જેટલો ડ્રગ્સ (Drugs seized from vadodara and bharuch) આવ્યો છે. તેટલો દેશના કોઈ રાજ્યમાં આવ્યો નહીં હોય. ગુજરાતમાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે, પરંતુ હવે ગુજરાતમાં સ્થિતિ એવી બદલાઈ છે કે, ગુજરાતમાં હવે ડ્રગ્સ બનવા લાગ્યું છે. પહેલાં ગુજરાતમાં બહારથી ડ્રગ્સ આવતું હતું, પરંતુ ગુજરાત હવે ડ્રગ્સ માટે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે.

ઘર આંગણે ધમધમી રહી છે ડ્રગ્સની ફેક્ટરીઓ એક જ દિવસમાં ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી 2 ફેક્ટરી ઝડપાઈ છે, જે બતાવે છે કે, ગુજરાતમાં ગુનાખોરી બેફામ બની રહી છે અને ગૃહપ્રધાન પાકિસ્તાની આકાઓનો ઓડિયો જાહેર કરીને ખુશ થાય છે, પરંતુ ઘર આંગણે બનતી ડ્રગ્સની ફેક્ટરીઓનું શું! ગુજરાતમાં એક જ દિવસમાં ભરૂચના પાનોલી અને વડોદરાના સાવલીની ફેક્ટરીઓમાં (Drugs seized from vadodara ) ગુજરાત ATSએ રેડ કરીને મોટી માત્રામાં MD ડ્રગ્સ (MD Drugs seized in Gujarat) ઝડપી પાડ્યું છે.

પોલીસના નાકની નીચે આવી રહ્યું છે ડ્રગ્સ ગુજરાત પોલીસના નાક નીચે ગુજરાતમાં ડ્રગ્સ બની રહ્યું છે છતાં સરકાર ચૂપ બેસી રહી છે તેવું લાગી રહ્યું છે. ગુજરાત પોલીસ ઊંઘતી ઝડપાઈ છે અને બહારના રાજ્યની પોલીસ ગુજરાતમાં આવીને ડ્રગ્સની ફેક્ટીઓ પકડે છે. શું ગુજરાત પોલીસને ડ્રગ્સની ધમધમતી ફેક્ટરીઓ દેખાતી નથી. ગુજરાતમાં જે એમડી ડ્રગ્સનો જથ્થો (Drugs seized from vadodara and bharuch) ઝડપાયો છે. તેમાંથી અડધો ટન ડ્રગ્સ તો મુંબઈની એન્ટી નાર્કોટિક્સ સેલ પકડી ગઈ છે. તો શું ગુજરાત પોલીસ માત્ર દારૂડિયાઓને પકડીને ફોટા પાડવાથી ખુશ થઈ જાય છે.

Last Updated : Aug 17, 2022, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.