- છેલ્લા 15 વર્ષથી નાસતા ફરતા બિલાલ કાશ્મીરીની જમ્મુ કાશ્મીરથી કરી ધરપકડ
- 2006 અમદાવાદ રેલવે સ્ટેશન બ્લાસ્ટમાં સંડોવાયો હતો
- ટેક્નિકલ સમસ્યા સર્જાતા રાત્રિ દરમિયાન બ્લાસ્ટ થયો હતો
અમદાવાદ- 2006માં કાલુપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટનું કાવતરું ગોઠવવામાં આવ્યું હતું. જે બપોરે 1:30 વાગે બ્લાસ્ટ થવાનો હતો, પરંતુ ટાઇમરમાં ટેક્નિકલ સમસ્યા થતા બ્લાસ્ટ રાત્રીના 1:30 વાગે થયો હતો. જેમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ તપાસમાં લાગી હતી. જે દરમિયાન મોટી જાનહાનિ થઈ ન હતી. કારણકે ગાડી યાડમાં જતી રહી હતી. જ્યાં ASIના હાથે આ બેગ લાગી હતી. જેને સામાન સમજી પહેલા ઘરે લઈ જવાનું વિચાર્યું હતું, પરંતુ તેને બેગ ત્યાં જ મૂકી રાખી અને રાત્રી દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો.
ઉશ્કેરણીજનક વીડિયો બતાવી કોમી રમખાણોનો બદલો લેવા માટે સીસ્ટમેટીક બ્રેઈન વોશ કરાયું
કાલુપુર રેલવે સ્ટેશનમાં IED દ્વારા કરેલા બ્લાસ્ટની તપાસ દરમિયાન જાહેર થયું કે ભરૂચ ખાતે મદરેસામાં અસલમ કાશ્મીરી અને બશીર કાશ્મિરીની આગેવાની હેઠળ મદરેસામાં ભણતા લોકોને કોમી રમખાણોમાં મુસ્લીમ કોમને થયેલા નુકસાનનો અત્યંત ઉશ્કેરણીજનક વીડિયો બતાવી કોમી રમખાણોનો બદલો લેવા માટે સીસ્ટમેટીક બ્રેઈન વોશ કરવામાં આવતું હતું. જેના અનુસંધાને અમદાબાદ ક્રાઈમ બ્રાંચમાં DCB ફ. ગુ.ર.નં. 26/2006 ઇ.પી.કો. કલમ 120 બી ), 121 ( એ ), 124 એ તથા U.A.P.A કલમ 10, 13, 18, 19, 20 મુજબના ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
આરોપી વર્ષ 2006માં ભરૂચના મદરેસામાં ભણતો હતો
ગુનાના કામે વોન્ટેડ આરોપી બિલાલ અહેમદ ઉર્ફે બિલાલ કાશ્મીરી સા/ઓ ગુલામ મયુદ્દીન દાર રહે. ગામ દેબીના જી.બારમુલ્લા કાશમીરનો ઉપરોક્ત ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો રહે છે. આરોપી વર્ષ 2006માં ભરૂચના મદરેસામાં ભણતો હતો. એ સમય તે પ્રતિબંધીત આતંકવાદી સંગઠન લશ્કર -એ તોયબા સાથે સંકળાયેલો અને તેને આતંકી પ્રવૃત્તિ માટે ફાળો ઉઘરાવી ભરૂચમાં મદરેસામાં ભણતા સહિતના મુસ્લીમ વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણના બહાના હેઠળ પોતાની વાકછટાથી અને ધાર્મિક કટ્ટરતાથી કાશ્મીરમાં મુસ્લીમો બાબતે ભ્રમ ફેલાવતી વાતો કરી બીજા અન્ય વિદ્યાર્થીઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા.
ભારત વિરુદ્ધ લડવા માટે યુવાનોને પાકિસ્તાન લઈ જઈ અપાતી હતી ટ્રેનીંગ
જરૂરિયાતમંદ મુસ્લીમ છોકરાઓને લાલચ આપી કે અમારી સાથે જોડાઓ અને તમને જન્નતમાં સારુ ઘર, હુર અને અનંત સુવિધાઓ પણ મળતી રહેશે. આ પ્રકારે કહી આ લોકોએ મુસ્લીમ યુવાનોનું બ્રેઈન વોશ કરી પાકિસ્તાનની આઈ.એસ.આઈ. એજન્સીના નેટવર્કનો ઉપયોગ કરી આ યુવાનોને ભારત વિરુદ્ધ લડવા તૈયાર કરવાનું કાવતરું ઘડ્યું તથા ગુજરાતના કોમી રમખાણોનો બદલો લેવા ગુજરાતમાં તથા બહારના રાજયોમાં આતંકવાદી કૃત્ય કરવા માટે હથિયારો ચલાવવાની તથા બોમ્બ બ્લાસ્ટની ટ્રેનીંગ માટે POK તથા પાકિસ્તાન ખાતે મોકલી આપ્યા હતા.
2006 બ્લાસ્ટ કેસમાં કુલ 9 આરોપીની થઈ છે ધરપકડ
જે પૈકી આ ગુનામાં કુલ નવ આરોપીઓની અગાઉ અટક કરવામાં આવી છે અને હાલ આરોપીને બારામુલ્લા ખાતેથી ઝડપી પાડ્યો છે. જેમાં દિપન ભદ્રન દ્વારા કાશમીરમાં તપાસ કરતા જાણવા મળ્યું કે બશીર કાશ્મીરી વર્ષ 2015-16 દરમિયાન પોલીસ અથડામણમાં મૃત્યુ પામ્યો છે. જે બાદ તપાસ દરમિયાન જાહેર થયું છે કે, બિલાલ કાશ્મિરી દ્વારા મદરેસામાં ભણતા માણસોને Ling of contrd ( LoC પાર કરાવી Pok ખાતે આતંકવાદી ટ્રેનિંગ કેમ્પમાં પહોંચાડવામાં આવે છે.
અત્યાર સુધીમાં કેટલા છોકરોને આપી છે ટ્રેનિંગ
2006માં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત એટીએસની ટીમ સક્રિય થઇ હતી. જેના આધારે તપાસ કરતા 15 જેટલા યુવાનોને ભરૂચ ખાતે પ્રાથમિક રીતે બ્રેઈન વોશ કર્યા બાદ બાંગ્લાદેશ અને જમ્મુ કાશ્મીર મારફતે પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. હાલ આશરે 15 જેટલા જ છોકરાઓ ગયા હોવાનું તપાસમાં ખુલ્યું છે. હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં કેટલાક છોકરાઓ મૃત્યુ પામ્યા છે તો કેટલાક છોકરાઓ જેલમાં છે. જ્યારે અન્ય લોકો પણ વોન્ટેડ હોવાનું જાણવા મળી રહ્યું છે.
બારામુલ્લામાંથી કરવામાં આવી આરોપીની ધરપકડ
ગુજરાત એટીએસ દ્વારા ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરવા માટે છેલ્લા ઘણા સમયથી ડેટા એનાલિસિસ, સોશિયલ મીડિયા ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની કામગીરી ચાલી રહી હતી. જે બાદ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગુજરાત એટીએસને એક ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી કાશ્મીરમાં હોવાની પુષ્ટી થઇ હતી. જેના આધારે ગુજરાત એટીએસના જાબાઝ ઓફિસરોને કાશ્મીર મોકલવામાં આવ્યા હતા. જમ્મૂ કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બારામુલ્લા ખાતેથી જેહાદી ષડયંત્રના ગુનામાં બિલાલ કાશ્મીરની ધરપકડ કરવામાં આવી છે.
ક્યા ગુના હેઠળ કરવામાં આવી ધરપકડ
ગુજરાત એટીએસના અધિકારીઓને DCB ગુ.ર.નં. 26/2006 ઇ.પી.કો. કલમ 120 ( બી ), 121 (એ ), 124 ( એ તથા U.A.P.A કલમ 10, 11 , 18 , 19 , 20 મુજબના ગુના તથા એટીએસ, પો.સ્ટે . ગુ.ર.નં. 07 / 2009 NDPS કલમ 8 ( સી ) , 20બી ) (229 મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી હાલ કાશ્મીર ખાતે હોવાની બાતમી મળી હતી જે આધારે એટીએસના એસ.પી દિપન ભદ્રન તથા Dy.S.P. બી.એચ. ચાવડા તથા પો.ઈન્સ વી.બી. પટેલ તથા પો.ઇન્સ.સી.આર જાદવની ટીમે કાશ્મીર ખાતેથી ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો- Al Qaeda Terrorists arrested: લખનઉમાં ATSની ટીમ 4 આતંકવાદીની પૂછપરછ કરી કાનપુર પહોંચી
આ પણ વાંચો- ગુજરાત ATSની મોટી કાર્યવાહી : કાલુપુર રેલવે સ્ટેશન બ્લાસ્ટના આરોપીને કાશ્મીરથી ઝડપ્યો