ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : પાટીદાર પાવર વગર ભાજપને ચાલે તેમ નથી - ગુજરાતમાં પાટીદારોનો વોટ શેર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) ઢૂંકડી છે. ભાજપ ચૂંટણી વ્યૂહરચનાઓને (BJP Political Strategy) અમલમાં મૂકી રહ્યો છે. આગામી દિવસોમાં પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત મુલાકાતે આવે ત્યારે હાર્દિક પટેલનું ભાજપમાં જોડાઇ પણ શકે છે.તો ગુજરાતમાં પાટીદાર વગર ભાજપને કેમ ચાલે તેમ નથી (Patidar Vote bank importance) તે જાણો આ અહેવાલમાં.

Gujarat Assembly Election 2022 : પાટીદાર પાવર વગર ભાજપને ચાલે તેમ નથી

author img

By

Published : May 20, 2022, 8:28 PM IST

અમદાવાદ- ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પ્રચાર (Gujarat Assembly Election 2022 ) માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસના કાર્યક્રમો (BJP Political Strategy) યોજાઈ રહ્યાં છે. આગામી 28 મેના રોજ વડાપ્રધાન જસદણ ખાતે આવવાના છે. ત્યારે તે જ દિવસે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સહકાર સંમેલન યોજાવા જઇ રહ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે કે, આ સમયગાળા દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પાટીદાર (Patidar Vote bank importance) અગ્રણી નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ શકે છે.

પાટીદારોનો પાવર -ગુજરાતમાં પાટીદારોનો વોટ શેર 12 થી 14 ટકા (Patidar Vote bank importance) છે. પરંતુ ગુજરાતના રાજકારણથી લઈને રાષ્ટ્રીય રાજકારણ ઉપરાંત અમેરિકા અને બ્રિટનના રાજકારણમાં પણ પાટીદારો જોવા મળે છે. પાટીદાર કોમ્યુનિટી ખેડૂતથી લઈને ફિલ્મ, રમતો, નાસા એમ દરેક ક્ષેત્રમાં ફેલાયેલ છે. ગુજરાતની સૌથી સમૃદ્ધ કોમ પાટીદારોને અવગણવા તે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે શક્ય નથી. પાટીદાર વોટ બેંકનું મહત્ત્વ છે તેથી જ એકસંપ પાટીદાર કોમના અગ્રણી નેતાઓને પોતાની તરફ ખેંચવા (Patidars vote share in Gujarat) દરેક પાર્ટી પ્રયત્ન કરી રહી છે. તો તેમાંથી ભાજપ પણ બાકાત કેમ હોય ?

પાટીદારો ફોરેન રેમીટન્સ મોકલવામાં પણ આગળ છે

ગુજરાતની આર્થિક ધૂરા પાટીદાર - પાટીદારો શિક્ષણનું સ્તર ઊંચું છે. સાહસમાં માનનારી આ જ્ઞાતિ છે. ગુજરાતમાં તમામ મોટી ઇન્ડસ્ટ્રીઝના મોટા ભાગના માલિક પાટીદાર છે. ગંજ બજારો અને જમીનો પણ પાટીદારોના હાથમાં છે. રાજકીય પાર્ટીના ફાઇનાન્સમાં પાટીદારો ( Patidar Politics ) મોટો ભાગ ભજવે છે. ગુજરાતના જે ગામડાઓમાં પાટીદારો વધુ છે. તે ગામ સમૃદ્ધ છે. પાટીદારો ફોરેન રેમીટન્સ (Patidar Vote bank importance) મોકલવામાં પણ આગળ છે.આ સ્થિતિમાં પાટીદારોનું રાજકારણ અલગ પ્રભાવ ઊભો કરે છે.

આ પણ વાંચોઃ Amit Shah In Umiyadham: કેન્દ્રીય પ્રધાને કહ્યું- પાટીદારોનો ઉત્કર્ષ તે ગુજરાતનો ઉત્કર્ષ, મંદિરો આસ્થાના જ નહીં, સેવાના પણ કેન્દ્ર

સરકાર પાડવાની તાકાત રાખતા પાટીદાર - નરેન્દ્ર મોદીના ગુજરાતમાંથી દિલ્હી ગયા બાદ ગુજરાતના મુખ્યપ્રધાન પદે પાટીદાર જ્ઞાતિના આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન બન્યા. ત્યારે પાટીદારોએ અનામત આંદોલન છેડ્યું. સમગ્ર ગુજરાત તેના ભરડામાં આવ્યું અને જાનમાલની નુકસાની થઈ. આખરે આનંદીબેન પટેલે રાજીનામું આપવું પડ્યુ. આ તાકાત પાટીદારોની છે. અગાઉ કોઈ પણ કોમ આવું કરી શકી નથી. આમ થયું હોવા છતાં 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર પાટીદારોને ખુશ રાખવા આ દરમિયાન તેમની પર થયેલા કેસ પરત ખેંચવા મજબૂર બની છે.

ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહી ચૂક્યા છે આ પાટીદાર નેતાઓ - ગુજરાતના ઇતિહાસમાં મુખ્યપ્રધાન પદે પાટીદારો (Patidar Leaders In Gujarat ) રહી ચૂક્યા છે. જેમાં ચીમનભાઈ પટેલ, બાબુભાઇ પટેલ, કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલ અને વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. સ્વતંત્ર ભારતના નાયબ વડાપ્રધાન પાટીદાર હતાં. જેમણે સમગ્ર ભારતની સાથે એકલા ગુજરાતના 360 કરતાં વધુ રજવાડાઓને ભેગા કરી અખંડ ભારતની રચના કરી. તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સરદાર પટેલનું 182 મીટર ઊંચું લોહનું પૂતળું તૈયાર કર્યું છે. જે સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર છે.

ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારથી તેઓ પાટીદારોની રગ પારખે છે

આ પણ વાંચોઃ PM મોદી આજે સુરતમાં Global Patidar Business Summit 2022નું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કરશે

પાટીદારોના ગઢ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારથી તેઓ પાટીદારોની રગ (Patidar Vote bank importance) પારખે છે. ગુજરાતમાં કડવા અને લેઉઆ એમ બે પાટીદારોના ( Patidar Politics )ફાંટા છે. સૌરાષ્ટ્રના લેઉઆ પટેલ સમાજનું કેન્દ્ર ખોડલધામ છે. જે રાજકોટ જિલ્લામાં આવેલું છે. જ્યારે કડવા પટેલોનું કેન્દ્રસ્થાન ઉમિયાધામ છે. જે ઊંઝામાં આવેલું છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પાટીદારો વસે છે.

વડાપ્રધાન સીધા જોડાયેલા છે પાટીદારો સાથે -વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદારો સાથે સીધા જોડાયેલા છે. અમદાવાદના ઉમિયાધામના ખાતમૂહુર્તમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતાં. પાટીદારોની કેળવણી સંસ્થા સરદાર ધામમાં (PM Modi in Sardardham Program) પણ વડાપ્રધાન વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતાં. એ કાર્યક્રમ બાદ જ વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. પાટીદારોની માગ ( Patidar Politics ) હતી કે ગુજરાતના મુખ્યપ્રધાન પાટીદાર જ હોય તેને માનીને નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બન્યા હતાં. વિદેશોમાં પણ વડાપ્રધાનના કાર્યક્રમમાં પાટીદારોની હાજરી (Patidar Vote bank importance) મોટાપાયે જોવા મળે છે.

વર્તમાન રાજકારણમાં પાટીદાર પાવર - વર્તમાન રાજનીતિની વાત કરવામાં આવે તો અગાઉની સરકારમાં સૌરભ પટેલ અને નીતિન પટેલ નાણાં પ્રધાન રહી ચૂક્યા છે. નીતિન પટેલને નાયબ મુખ્ય પ્રધાનપદ પણ આપવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ઉપરાંત વર્તમાનમાં શિક્ષણ, આરોગ્ય અને અન્ય કેટલાક ખાતાઓ પાટીદારો પાસે છે. વર્તમાનમાં પાટીદાર સમાજ પર પકડ ધરાવતા ખોડલધામના પાટીદાર અગ્રણી નરેશ પટેલને ભાજપ તરફ ખેંચવા (BJP Political Strategy)ગુજરાતના અને દિલ્હીના તમામ ભાજપના નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે. સુરતમાં પાટીદારોના જોરે મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં 27 બેઠક મેળવીને ભાજપને પડકાર ફેંક્યો છે. જ્યાં વડાપ્રધાને રેલી યોજવી પડી હતી. આથી પાટીદારોને રીઝવવા (Patidar Vote bank importance) ભાજપ માટે (Gujarat Assembly Election 2022 ) જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.