Intro:ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) કોંગ્રેસને વધુ બેઠકો જીતાડવા (Congress election mission ) માટે કોંગ્રેસ હાઇકમાન્ડે રાષ્ટ્રીય નેતા પ્રિયંકાને પોતાની તમામ તાકાત લગાવી દેવા માટેની સૂચના આપી છે. જેથી આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસની કમાન હવે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Gujarat Election Tour) પોતાના હાથમાં લેશે અને ગુજરાતમાં પ્રવાસ કરી ગુજરાતની જનતા વચ્ચે જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
ચૂંટણીનો સમય પારખી નિર્ણય- ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભા 2022ની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022)યોજાનારી છે. તેનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ હવે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે અને મતદારો વચ્ચે જઈને તેમણે લોભાવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે વિધાનસભા 2022ની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે તે પહેલા ગુજરાત કોંગ્રેસની કમાન હવે રાષ્ટ્રીય નેતા પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી છે. તેઓ આગામી દિવસોમાં ગુજરાતનો પ્રવાસ (Priyanka Gandhi Gujarat Election Tour)કરશે તેવા વાવડ મળી રહ્યા છે. મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી જૂન અને જુલાઈ મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવી શકે છે. જો.કે હજુ પણ કોંગ્રેસના એક પણ નેતા દ્વારા આ કાર્યક્રમ અંગે સત્તાવાર તારીખ સાથે માહિતી આપવામાં આવી નથી.
આ પણ વાંચો- કોંગ્રેસના રોડ શોમાં પ્રિયંકા ગાંધી અને ભાજપના કાર્યકરો આમને-સામને, થયું કંઈક આવું જૂઓ
પ્રિયંકા મધ્ય ગુજરાતમાં આવશે- વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મધ્ય ગુજરાતમાં પ્રિયંકા ગાંધી મહિલા સંમેલનને સંબોધશે. આણંદ અને ખેડા જિલ્લાની સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓનું સંમેલન (Congress Womens Convention) યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ મહિલા સંમેલન અંગેની તૈયારીઓ શરૂ કરાઇ છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી 20 હજારથી વધુ મહિલાઓનું સંમેલન યોજવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ચાર ઝોનમાં અલગ અલગ સંમેલનો યોજવાનું કોંગ્રેસનું આયોજન છે. તો બીજી તરફ આ વખતે ભાજપને હરાવવા માટે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકને પ્રચાર અંગે જવાબદારીઓ ગુજરાતની સોંપી છે. તો યુવાનોમાં લોકપ્રિય બનેલા પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં કેવી રીતે કોંગ્રેસને બેઠી કરી શકાય તે પ્રકારની મોટી જવાબદારી સોંપી છે.
જૂન અને જુલાઈ મહિનાના અંતમાં આવશે- પ્રિયંકા ગાંધી આગામી દિવસોમાં એટલે કે જૂન અને જુલાઈ મહિનાના અંતમાં મધ્ય ગુજરાતમાં આવશે અને પ્રદેશના નેતાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરશે. તેમજ ભાજપ સામે કઈ રીતે જીતી શકાય (Gujarat Assembly Election 2022)તેનું માર્ગદર્શન આપશે. ઉપરાંત કયા જિલ્લામાં અને કયા વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે તેની વિગતો મેળવશે અને ત્યારબાદ ભાજપના મજબૂત ગણાતા કેટલાક વિસ્તારોમાં જાહેર સભા પણ યોજાશે. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવે તે માટેનું ગુજરાત કોંગ્રેસમાં આયોજન હાથ ધરાઇ રહ્યું છે.
આ પણ વાંચોઃ UP Assembly election 2022 : પ્રિયંકા ગાંધીનો યુ-ટર્નઃ "હું એકમાત્ર ચહેરો છું", નિવેદન પર આપી સ્પષ્ટતા
મહિલાઓને કોંગ્રેસમાં જોડવા માટે થઈ બ્યુ પ્રિન્ટ -સૂત્રો તરફથી મળતા કાર્યક્રમ અંગેની જો વાત કરીએ તો પ્રવાસ દરમિયાન શરૂઆતમાં પ્રિયંકા ગાંધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે પ્રથમ બેઠક કરશે. ત્યારબાદ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Gujarat Election Tour) ગુજરાતની પરિસ્થિતિને ધ્યાને લઇ મહિલાઓને કોંગ્રેસમાં જોડવા માટે થઈ બ્યુ પ્રિન્ટ તૈયાર કરશે. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં જાહેર સભા કરશે તો બીજી તરફ રાહુલ ગાંધી, મનમોહન સિંહ, સોનિયા ગાંધી જેવા દિગગજ નેતાઓ રોડ શો કરશે. જેથી ગુજરાત કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીના નેજા હેઠળ આ સમગ્ર કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. હાલ આ બાબતે કોંગ્રેસ સત્તાવાર કોઈ માહિતી આપવા તૈયાર નથી. જ્યારે હાઇકમાન્ડ દ્વારા નેતાઓના ગુજરાત પ્રવાસ અંગે તારીખ અને સમય અંગે પણ કોઈ માહિતી નક્કી કરવામાં આવી નથી.
લોકસભા 2024ના લક્ષ્યાંંક - ગુજરાતમાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી લીધી હતી. આ વખતે પણ કોંગ્રેસની સ્થિતિ કફોડી ન બને તે માટે પ્રિયંકા ગાંધીને અત્યારથી જ (Gujarat Assembly Election 2022) ગુજરાતની કમાન સોંપવામાં આવી છે. જેમાં પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Gujarat Election Tour) લોકસભા 2024ના લક્ષ્યાંંક સાથે આગળ વધે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે.