ETV Bharat / city

Gujarat Assembly Election 2022: શું PM મોદીના ત્રણ રોડ શો ગુજરાતમાં વહેલી ચૂંટણીનો સંકેત છે। - રોડ શો શિડ્યુલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતનો પ્રવાસ કર્યો છે. આ પ્રવાસએ ચૂંટણીલક્ષી પ્રવાસ જ બની ગયો છે. બે દિવસમાં મોદીએ ત્રણ રોડ શો કર્યા છે. જેનાથી પર એવું સ્પષ્ટ તારણ નીકળી શકે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે. ETV Bharatનો વિશેષ અહેવાલ

Gujarat Assembly Election 2022: PM નરેન્દ્રના ત્રણ રોડ શો ગુજરાતમાં વહેલી ચૂંટણીનો સંકેત છે!

author img

By

Published : Mar 12, 2022, 10:24 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેના નિર્ધારિત સમય પ્રમાણે ડિસેમ્બર 2022માં યોજાશે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાત પ્રવાસ કર્યો છે, અને તેમણે બે દિવસમાં કુલ ત્રણ રોડ શો કર્યા છે. તેના પરથી એવું તારણ નીકળે છે, કે વહેલી ચૂંટણી આવી શકે છે. PM Modi એ અમદાવાદ અને ગાંધીનગર મત વિસ્તારમાં રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું છે.

મોબાઈલના કેમેરામાં કેદ કરવા માટે અમદાવાદવાસીઓ ઘેલા બન્યા હતા.

ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપની જીત થઈ હતી- ગાંધીનગર મત વિસ્તાર એ કેન્દ્રીય ગૃહપ્રધાન (Union Home Minister)અમિત શાહનો મત વિસ્તાર છે. તાજેતરમાં ગાંધીનગર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જે ચૂંટણીમાં કુલ 44 બેઠક હતી, જેમાં 41 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. બે બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક આમ આદમી પાર્ટી જીતી હતી. સામાન્ય રીતે ગાંધીનગર કોર્પોરેશન કોંગ્રેસ (Gandhinagar Corporation Congress)પાસે હતી, પછી ભાજપ પાસે આવી છે. ખૂબ ચડાવઉતારવાળી ગાંધીનગર કોર્પોરેશન રહી છે.

આ પણ વાંચો: Khel Mahakumbh 2022: ખેલ મહાકુંભ ખેલાડીઓને પ્લેટફોર્મ પુરૂ પાડશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસમાં એક જ રોડ શો શિડ્યુલ

ગાંધીનગર બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતાઓ જીત્યા છે- ગાંધીનગર મતવિસ્તારએ ભાજપનો જ ગઢ ગણાય છે. અટલવિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને અમિત શાહ જેવા દિગ્ગજ નેતા આ સેફ હેવન બેઠક પર ઉભા રહીને ચૂંટણી જીત્યા છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલો રોડ શો અમદાવાદ એરપોર્ટથી કોબામાં આવેલ ભાજપ પ્રદેશ કમલમ (BJP Pradesh Kamalam)સુધી કર્યો હતો. બીજો રોડ શો ગાંધીનગર રાજભવનથી (Gandhinagar Raj Bhavan)દહેગામ સુધી કર્યો હતો. દહેગામ મત વિસ્તાર કોંગ્રેસનો છે. અને ત્રીજો રોડ શો ઈન્દિરા બ્રિજથી (Indira Bridge)સરદાર પટેલ સ્ટેડિયમ સુધી કર્યો છે.

બે દિવસમાં મોદીએ ત્રણ રોડ શો
બે દિવસમાં મોદીના ત્રણ રોડ શો

ત્રણ રોડ શોમાં મોદીનો ભારે આવકાર- ત્રણેય રોડ શોમાં ચિક્કાર માનવમેદની જોવા મળી હતી. મોદીના દિવાના, ચાહકો અને સવારથી રોડ પર ઉમટી પડ્યા હતા. ગુજરાતના પુત્ર એટલે મોદીને આવકારવા ભારે ભીડ થાય તે સ્વભાવિક છે. ભારતના નેતા નહી તેમને હવે વિશ્વના નેતા બન્યાનું બહુમાન મળ્યું છે. એટલે તેમની એક ઝલક મોબાઈલના કેમેરામાં કેદ કરવા માટે અમદાવાદવાસીઓ ઘેલા બન્યા હતા.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit 2022: કમલમ બહાર અમદાવાદના મેયરને પીએમના ફોટો પાછળ 20 મિનિટ છુપાવું પડ્યું, જાણો કેમ ?

બે રોડ શો મોદીએ કારમાંથી બેસીને અભિવાદન ઝીલ્યું- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસમાં એક જ રોડ શો શિડ્યુલમાં(Road show schedule) હતો, પણ ત્યારપછી બીજા બે રોડ શો નક્કી થયા અને તાત્કાલિક પ્રોટોકોલ વિભાગને જાણ કરાઈ હતી. પોલીસને પણ મેસેજ મુકવામાં આવ્યા હતા.

ચૂંટણી તો વહેલી આવશે જ- રાજકીય વિશ્લેષક (Political analyst)પાલા વરુએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આમ તો ચૂંટણી ડીસેમ્બરમાં આવવાની હતી, પણ હવે મોદીના રોડ શો બાદ અને ભાજપની તૈયારીઓ પરથી લાગે છે કે જૂન કે જુલાઈમાં ચૂંટણી આવી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 માર્ચે કમલમમાં યોજાયેલી ભાજપના જ નેતાઓની બેઠકમાં અણસાર આપી દીધો લાગે છે, તૈયાર થઈ જજો. તેમજ તાજેતરમાં પક્ષ પ્રમુખ સી આર પાટીલ રાજકોટની મુલાકાતે ગયા ત્યારે રૈયાણીને કહ્યું હતું કે તમે પેજ કમિટી હજી બનાવી નથી, બનાવી લેજો. બોર્ડ નિગમની નિમણૂંક તૈયાર છે, ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ જશે. તે પછી એપ્રિલ કે મે મહિનામાં જ સત્તાવાર જાહેરાત થઈ જશે.

ચૂંટણી વહેલી આવે કે ન આવે તેનાથી કોઈ ફરક નહી પડે- અર્થશાસ્ત્રી અને રાજકીય તજજ્ઞ પ્રોફેસર હેમંતકુમાર શાહે ETV Bharat ને જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવે તેવી કોઈ શકયતા નથી. શા માટે વહેલી ચૂંટણી આવે, ગુજરાતમાં ભાજપ સૌથી મજબૂત પક્ષ છે. અને ભાજપ તરફી વેવ છે. માટે ચૂંટણી વહેલી લાવીને કોઈ જ ફાયદો નહી થાય. હવે છ મહિનાની જ વાર છે. સમયસર જ ચૂંટણી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છવાઈ જવાની અને પ્રજા વચ્ચે રહીને પ્રચાર કરવાની તેમની સ્ટાઈલ રહી છે. માટે સમયસર જ ચૂંટણી આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.