ETV Bharat / city

હાથ છોડી વધુ એક ધારાસભ્યએ પકડ્યું કમળ કૉંગ્રેસની બેઠી દશા

પ્રાંતિજ તલોદ વિધાનસભાના કોંગ્રેસના મહેન્દ્રસિંહ બારૈયા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમ જ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિતના પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે. Mahendrasinh Baraiah joined BJP Prantij MLA Mahendrasinh joined BJP Assembly Election 2022

author img

By

Published : Aug 23, 2022, 9:43 AM IST

હાથ છોડી વધુ એક ધારાસભ્યએ પકડ્યું કમળ કૉંગ્રેસની બેઠી દશા
હાથ છોડી વધુ એક ધારાસભ્યએ પકડ્યું કમળ કૉંગ્રેસની બેઠી દશા

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીની દિવસો રહ્યા છે. ત્યારે કોંગેસ પક્ષ સતત ખાલી થતું જાય છે. હજુ થોડા દિવસ પહેલા ભરૂચ જિલ્લામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરથી કંટાળી શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ યુવા મહામંત્રી (Congress member joined BJP) સહિત સાત હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું છે. ત્યારપછી સાબરકાંઠા જીલ્લાની પ્રાંતિજ-તલોદ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે.

કોંગ્રેસના મહેન્દ્રસિંહ બારૈયા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

આ પણ વાંચો જગદીશ ટાઇટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને દરબાર સાહિબ પહોંચ્યા કોંગ્રેસ કાર્યકર

કોંગ્રેસ ઉપર જૂથવાદના આક્ષેપો પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. મહેન્દ્રસિંહ બારૈયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેમણે કોંગ્રેસ ઉપર જૂથવાદના આક્ષેપો કર્યા હતા. મળતી માહિતી મુજબ પ્રાંતિજ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોરના નેતા મહેન્દ્રસિંહ બારૈયાએ શનિવારે સોનિયા ગાંધી અને જગદીશ ઠાકોરને રાજીનામું ઈમેલ કરી દીધું હતું. તો રવિવારે પ્રાંતિજના માર્કંડેશ્વર મહાદેવના મંદિરે લઘુરુદ્રની પૂજા કરી હતી. ત્યારબાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલના હસ્તે વિધિવત રીતે કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા.

મહેન્દ્રસિંહ બારૈયા રાજકીય શરૂઆત પ્રાંતિજના મહેન્દ્રસિંહ બારૈયાએ રાજકારણમાં 1998થી શરૂઆત કરી હતી. જ્યાં તેઓ પ્રાંતિજ તાલુકા કોંગ્રેસમાં મહામંત્રી બન્યા હતા. 2002 અને 2007માં પ્રાંતિજ વિધાનસભાની ચુંટણીમાં મુખ્ય એજન્ટ રહ્યા હતા.તો 2002માં જિલ્લા કોંગ્રેસના મહામંત્રીનું પદ સંભાળ્યું હતું. પ્રાંતિજ માર્કેટિંગ યાર્ડમાં 2007 તેમજ 2010માં બે વાર ડિરેક્ટર બન્યા હતા. 2009માં લોકસભામાં પ્રાંતિજ-તલોદ વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય ઇન્ચાર્જની જવાબદારી પક્ષ દ્વારા આપવામાં આવી હતી. 2009થી 2012 દરમિયાન ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસમાં માસ્ટર ટ્રેનર તરીકેની કામગીરી કરી હતી.

આ પણ વાંચો 22 વર્ષથી ગુજરાતમાં કુશાસન, સરકારની કાયદો અને વ્યવસ્થા એળેે ગઈ: ગેહલોત

ભાજપમાં જોડાતા ખુશી મહેન્દ્રસિંહ બારૈયાએ રાજીનામું આપ્યું હોવાનું અને ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી હતી. જેને લઈને સોમવારે સવારથી પ્રાંતિજ નગરમાં તેમજ ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી હતો.તેમના ઘરેથી નીકળશે અને પ્રાંતિજ માર્કેટયાર્ડમાં પહોંચશે જ્યાંથી મોટી સંખ્યામાં તાલુકા અને જીલ્લાના સમર્થકો સાથે કમલમ જવા નીકળ્યા હતા. કમલમ પહોંચી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. મહેન્દ્રસિંહ બારૈયાના ભાજપ પ્રવેશ કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. Former Prantij MLA Mahendrasinh Baraiah joined BJP, Congress member joined BJP, Mahendrasinh Baraiah joined BJP, Gujarat Assembly Election 2022

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.