ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : ગુજરાતની આ વિધાનસભા જ્યાં પાટીદાર ઇફેક્ટ ઘણી ઊંડી છે - ધર્મેન્દ્ર પટેલની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો અમદાવાદની અમરાઇવાડી વિધાનસભા બેઠક (Amraivadi Assembly Seat ) વિશે..

Gujarat Assembly Election 2022 : ગુજરાતની આ વિધાનસભા જ્યાં પાટીદાર ઇફેક્ટ ઘણી ઊંડી છે

author img

By

Published : Jun 25, 2022, 6:00 AM IST

અમદાવાદ- અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. છેલ્લા 10 વર્ષથી અમરાઇવાડી વિધાન સભાએ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવી રહ્યો છે. આ વિધાનસભા બેઠકમાં પાટીદાર ઇફેક્ટ જોવા મળી આવે છે. જેથી દરેક પાર્ટી પાટીદાર ઉમેદવાર પ્રથમ પસંદગી રાખે છે.

મતદાર ગણિત
મતદાર ગણિત

અમરાઇવાડી વિધાનસભા ડેમોગ્રાફીઃ અમરાઇવાડી વિઘાનસભા બેઠક (Amraivadi Assembly Seat ) 2012માં અસ્તિત્વમાં આવી. આ વિધાનસભામાં ભાઇપુરા,ઇન્દ્રાપુરી,વટવા,ખોખરા જેવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવે છે. આ વિધાનસભા બેઠકમાં પાટીદાર પ્રભુત્વ જોવા મળે છે. જાતિસમીકરણની વાત કરવામાં આવે તો દલિત સમાજના 50 હજાર,સર્વણ સમાજના 35 હજાર, 1 લાખ 10 હજાર પાટીદાર સમાજ અને 50 હજાર પરપ્રાંતીય લોકો અહી મોટી સંખ્યામાં વસવાટ કરે છે. પાટીદાર ઇફેક્ટ ચોક્કસપણે આ વિધાનસભા બેઠક પર જોવા મળી આવે છે. હાલ સુધી બંન્ને ચૂંટણીમાં (Assembly seat of Amraivadi ) ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર ઉમેદવાર ટિકિટ આપી છે અને બન્ને ઉમેદવારે ભવ્ય જીત મેળવી છે. 2022માં મતદારોની સંખ્યામાં વધારો આવ્યો છે. આ બેઠક પર છેલ્લે થયેલી વસ્તી ગણતરી મુજબ મતદાતાની સંખ્યામાં વધારો થયો છે. જેમા પુરૂષોની મતદાતાની સંખ્યા 1,56,774 જ્યારે મહિલા મતદાતાની સંખ્યા 1,37,766 અને અન્ય 8 મતદાતા નોંધાયા છે.

વિધાનસભામાં પ્રતિનિધિત્વ
વિધાનસભામાં પ્રતિનિધિત્વ

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : દસક્રોઈ બેઠક પર આ પક્ષનું પ્રભુત્વ રહ્યું છે, નો રીપિટ થાય તો તકલીફ પડે?

અગાઉની ચૂંટણીઓના પરિણામ - વિધાનસભા ચૂંટણીમાં અમરાઇવાડી વિધાનસભા બેઠક (Amraivadi Assembly Seat ) માટે અહીં 2012માં પ્રથમ વખત થઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી પાટીદારના મતને ધ્યાનમાં રાખી પાટીદાર ઉમેદવાર ટિકિટ આપી હતી.જેમાં ભાજપના ઉમેદવાર તરીકે હસમુખ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિપીન ગઢવીએ દાવેદારી નોંધાઇ હતી. ભાજપના ઉમેદવાર હસમુખ પટેલની 65425થી ભવ્ય જીત થઇ હતી. 2012માં કુલ મતદાતાની વાત કરવામાં આવે તો પુરુષની સંખ્યા 1,31,792 મતદાતા અને મહિલા મતદાતા 1,11,306 હતાં જેમાંથી કુલ મતદાન 65.59 ટકા નોંધાયું હતું. પરંતુ 2017માં હસમુખ પટેલ ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાતા આ બેઠક ખાલી પડી હતી. 2017 વિધાનસભા ચૂંંટણી (Gujarat Assembly Election 2017 ) સમયે બેઠક ખૂબ જ રસપ્રદ બની હતી. કારણ કે આ બેઠક પર પાટીદાર પાવર જોવા મળી આવતા બન્ને પક્ષે પાટીદાર નેતા ઉભા રાખ્યાં હતાં. તે બન્ને પાટીદાર નેતા કડીના વતની હતાં. જેથી બન્ને ઉમેદવારને પોતાના સમાજની સાથે અન્ય સમાજ મત પોતાની તરફ લાવવા મહેનતની જરૂર પડી હતી. આ બેઠક પર કુલ મતદાતાની વાત કરવામાં આવે તો પુરુષોના મત વધીને 1,44,029 જ્યારે મહિલા મતદાતાની સંખ્યા વધીને 1,24,341 થઇ હતી.આ બેઠકની પેટાચૂંટણી 2019માં (Gujarat Assembly ByElection 2019 )યોજાઇ જેમાં ભારતીય જનતા પાર્ટીએ જગદીશ પટેલ (Jagdish Patel Seat) અને કોંગ્રેસે ધર્મેન્દ્ર પટેલને (Dharmendra Patel Seat) ટિકીટ આપી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 5498 જેટલા મતથી જીત પ્રાપ્ત કરી હતી. જગદીશ પટેલને 48,657 મત મળ્યાં જ્યારે કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલને 43,129 મત મળ્યાં હતાં.

અમરાઈવાડી આ માટે જાણીતું છે
અમરાઈવાડી આ માટે જાણીતું છે

આ પણ વાંચો -Gujarat Assembly Election 2022 : અસારવાના એ ઇજાગ્રસ્ત કાર્યકર હવે ભાજપ સરકારમાં પ્રધાન છે, પક્ષની સ્થિતિ જાણો

અમરાઇવાડી વિધાનસભા બેઠકની ખાસિયત -અમરાઇવાડી વિધાનસભા બેઠકમાં(Amraivadi Assembly Seat ) થયેલો વિકાસની વાત કરીએ તો શહેરનો હિસ્સો હોવાના કારણે કોર્પોરેશન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. ખાસ તો આ વિસ્તારમાં પાણી સમસ્યા ઘણા વર્ષો જોવા મળતી હતી તે દૂર થઇ છે. નવી બે પાણીનીં ટાંકી બનવવામાં આવી છે. ઇન્દ્રાપુરીમાં સ્માર્ટ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી વાંચવામાં અદ્યતન લાયબ્રેરી તેમજ આ વિસ્તારમાંથી મેટ્રો પણ જોવા મળી રહી છે. આ બેઠક પર ખોખરામાં અદ્યતન સુવિધાઓ સાથે સ્પોર્ટસ કોમ્પલેક્સ પણ જોવા મળે છે. શિક્ષણ માટે આ વિસ્તારમાં કોલેજ પણ ઉપલબ્ધ છે. આ વિસ્તારમાં આવેલો ટુ લેયર સીટીએમ બ્રિજ પણ જાણીતો છે. વડોદરા એક્સપ્રેસ હાઇવે આ વિસ્તારથી શરુ થતો હોવાથી તેમ જ મુંબઇ સહિતના દક્ષિણ તરફ જતી આંતરરાજ્ય ખાનગી બસ સેવા માટેની ટ્રાવેલ્સ કંપનીઓની ઓફિસીસ ખૂબ મોટા પ્રમાણમાં છે. જેને લઇને આ વિસ્તાર દિવસરાત ધમધમતો જોવા મળે છે.

ક્યારે પૂરી થશે આ માગ
ક્યારે પૂરી થશે આ માગ

અમરાઇવાડી વિધાનસભા બેઠકની માગણી - અમરાઇવાડી વિધાનસભા બેઠક (Amraivadi Assembly Seat ) વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલુ હોવાથી ભારે દબાણ જોવા મળી રહ્યું છે.રસ્તાઓની હાલત ખરાબ જોવા મળે છે. આ વિસ્તારમાં જે પ્રમાણે બજેટ ફાળવવામાં આવે છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવતો નથી. આ વિસ્તારમાં સમગ્ર અમદાવાદમાં હાઇ ક્રાઇમરેટ છે જેને લઇને કાયદો વ્યવસ્થા બાબતે કડકાઇની માગણી છે.તો વિસ્તારમાં ચોરી,લૂંટફાટના અને હત્યાના કેસો વધારે જોવા મળે છે.વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલના વિકાસના સપનાં બતાવાયાં હતાં જોકે તેમાં કંઇ થઇ શક્યું નથી. તો ઠેરઠેર ગંદકી અને કચરાને લઇને રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ પણ મોટા પ્રમાણમાં છે જેની સ્થિતિ સુધારવાની માગણી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.