અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Cases in Gujarat) શાંત પડતા રાજ્યની દરેક શાળાઓમાં 100 ટકા હાજરી સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ (Offline education in Gujarat schools) કરવામાં આવ્યું છે. જોકે, રાજ્ય સરકારના આ નોટિફિકેશનને ગુજરાત હાઈકોર્ટમાં 18 ફેબ્રુઆરીએ પડકારવામાં આવ્યું હતું. તો આ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને (Guj HC Notice to Government) નોટિસ આપી છે.
100 ટકા હાજરી હોય તો કોરોના ગાઈડલાઈનનું પાલન શક્ય નથીઃ અરજદાર
આ કેસ બાબતે હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, રાજ્ય સરકારનુ 18 ફેબ્રુઆરીનું શાળામાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી સંદર્ભના નોટિફિકેશનને રદ કરવામાં આવવું જોઈએ. જો શાળામાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી હોય તો તેના કારણે કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન (Impossible to follow Corona guideline in schools) શક્ય નથી.
આ પણ વાંચો- Nityananda Ashram controversy: બંને યુવતીઓને હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવાનો ઇન્કાર કરી દીધો
બાળકોના આરોગ્ય સાથે ચેડા થાય છે
અરજદારની રજૂઆત હતી કે, શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે. એક વર્ગમાં 50થી 60 વિદ્યાર્થીઓની સંખ્યા હોય છે. આ સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન શક્ય જ (Impossible to follow Corona guideline in schools) નથી. આ નોટિફિકેશનના લીધે બાળકોના આરોગ્ય અને સુરક્ષા સાથે એક પ્રકારની રમત રમાય છે. આ ઉપરાંત ભારતમાં તમામ બાળકોને કોવિડ-19થી બચવા માટેની વેક્સિન અપાઈ જ નથી. આથી આ નોટિફિકેશન રદ કરો તે જરૂરી છે. તો હવે આ મામલાની વધુ સુનાવણી 15 માર્ચે થશે.