જમ્મુકાશ્મીર/અમદાવાદ- ગુજરાત યુનિવર્સિટીના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સસ્ટેઇનેબિલીટી (IIS) અને કાશ્મીર યુનિવર્સિટી વચ્ચે ડેવલપમેન્ટ, ઈનોવેશન અને રિસર્ચ સહિતના જુદાજુદા કાર્યક્ષેત્ર માટે એમઓયુ (GU and Kashmir University MOU) કરવામાં આવ્યા હતાં. આગામી દિવસોમાં કાશ્મીર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોર્સમાં ડ્યુઅલ ડિગ્રી (Dual degree in various courses of Gujarat University) આપવાની શરૂઆત પણ થશે. એમઓયુમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા અને કાશ્મીર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિલોફર ખાન વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં.
આ પણ વાંચોઃ ગરમીથી કંટાળી ઠંડકનો અહેસાસ માણવા પ્રવાસીઓ કાશ્મીર પહોંચ્યા જુઓ વીડિયો
22 વિદ્યાર્થીઓ કાશ્મીર ખાતે એમઓયુમાં રહ્યાં હાજર- ગાંધીના ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીના કાશ્મીર યુનિવર્સિટી સાથેના એમઓયુ (GU and Kashmir University MOU) કાશ્મીર યુનિવર્સિટીના ગાંધી હોલમાં થયા હતાં. ગુજરાત યુનિવર્સિટીના ખાસ 22 જેટલા વિદ્યાર્થીઓ કાશ્મીર ખાતે એમઓયુ વખતે હાજર (students of GU were present in Kashmir University ) રહ્યાં હતાં. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના IIS સેન્ટરે ટૂંક જ સમયમાં દેશના અને વિદેશની અનેક યુનિવર્સિટી સાથે અનેક ક્ષેત્રોમાં એમઓયુ કર્યા છે. જેમાં હવે કાશ્મીર યુનિવર્સિટીનો વધારો થશે.
આ પણ વાંચોઃ 19 વર્ષીય વિહાર પરીખ સાઈકલ ઉપર કાશ્મીર થી કન્યાકુમારી સુધીની સફર ખેડવાં નીકળ્યો
કયા કયા કોર્સ મળશે- આ એમઓયુ (GU and Kashmir University MOU) પછી બંને યુનિવર્સિટીઓ એક સાથે મળીને અનેક ક્ષેત્રોમાં કામગીરી કરી શકશે. હાલના તબક્કે ક્લાઈમેટ ચેન્જ, સસ્ટેન્બેલીટી, વોટર એન્ડ કેપેસિટી બિલ્ડીંગ, એગ્રીકલ્ચર, એન્ટરપ્રિન્યોરશીપ, ફેકલ્ટી એક્સચેન્જ, સ્ટુડન્ટ એક્સચેન્જ, શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ જોઈન્ટ કોર્સના મુદ્દે એમઓયુ (students of GU were present in Kashmir University ) કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓને અને શિક્ષણના ક્ષેત્રે એગ્રીપ્રિન્યોરશીપ મેનેજમેન્ટ, કો-ઓપરેટીવ મેનેજમેન્ટ, હોર્ટીકલ્ચર વેલ્યુ ચેન્જના ક્ષેત્રમાં ઉપયોગી સાબિત થશે. મહત્વનું છે કે કાશ્મીર યુનિવર્સિટી અત્યારે કેન્દ્ર સરકારની નવી એજ્યુકેશન પોલિસી પર પણ કામ કરી રહી છે અને ટૂંક સમયમાં કાશ્મીરમાં પણ એજ્યુકેશન પોલિસી લાગુ થશે.