- વર્લ્ડ ફોર્મ્યૂલા રેન્કીંગમાં GTUની ટીમે સમગ્ર વિશ્વમાં 45મું સ્થાન પ્રાપ્ત કર્યું
- ફોર્મ્યુલા રેન્કીંગમાં સમગ્ર વિશ્વમાં ટોપ-50માંથી GTUએ સ્થાન
- વિશ્વની 622 ટીમમાંથી ટોપ-50માં સ્થાન પ્રાપ્ત કરનાર દેશની એકમાત્ર ટીમ GTU યુનિવર્સિટી
- વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસિએશને ટેક્નિકલ વિદ્યાર્થીઓની 622 ફોર્મ્યુલા ટીમનું
અમદાવાદ: જર્મની ખાતેથી કાર્યરત વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ફોર્મ્યૂલા રેન્કીંગ માટે વિવિધ પ્રકારના ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા હતાં. જેમાં ફોર્મ્યૂલા કારના નિર્માણમાં મિકેનિકલ અને ઓટોમોબાઇલ્સ ક્ષેત્રની કેવા પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થયેલો છે તથા તેની ડિઝાઈનમાં જોવા મળતાં સેફ્ટી ફિચર્સ અને પર્યાવરણ સંબધિત બાબતો, આ ઉપરાંત છેલ્લા 1 વર્ષમાં યોજાયેલી વિવિધ સ્પર્ધામાં મેળવેલા ક્રમાંક વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વર્લ્ડ રેન્કીંગ ઓફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસિએશને GTUની ફોર્મ્યૂલા ટીમને 1000માંથી 745 પોઈન્ટનો સ્કોર આપ્યો હતો.
GTUની ટીમે દેશનું ગૌરવ વધાર્યું
ગતવર્ષે ફોર્મ્યૂલા ભારત સ્પર્ધામાં GTUની ટીમે તૃતિય સ્થાન હાંસલ કર્યુ હતું. આ ઉપરાંત બુદ્ધ સર્કિટ સૂપ્રાસઈ ઈન્ડિયા સ્પર્ધા માટે પણ પસંદગી પામ્યા હતાં. સમગ્ર વિશ્વમાં ટોપ -50માં સ્થાન પ્રાપ્ત કરીને GTUની ટીમે દેશનું ગૌરવ વધાર્યું છે.