- રાજ્યના પ્રવાસન ક્ષેત્રને (Tourism area) વેગ આપવા રાજ્ય સરકારે (State Government) ફરી કમર કસી
- પ્રવાસન ક્ષેત્ર (Tourism area) સુધી લોકો સરળતાથી પહોંચી શકે તે માટે GSRTCએ કર્યું આયોજન
- પ્રવાસન ક્ષેત્ર (Tourism area) સુધી પહોંચવા GSRTC 1 ઓક્ટોબરથી નવી એક્સપ્રેસ બસો શરૂ કરશે
- આ બસો રાજ્યના મહત્ત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળોને (Tourism area) જોડાશે
અમદાવાદઃ દર વર્ષે દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાતમાં વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત માટે આવતા હોય છે. ત્યારે રાજ્ય સરકારે (State Government) ફરી એક વાર પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે કમર કસી છે. રાજ્ય સરકારે પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા રાજ્યના વિવિધ પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કર્યો છે. આ ક્ષેત્રમાં કનેક્ટિવિટી વધારવા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)એ પણ એક્સપ્રેસ બસો દોડાવવાનું નક્કી કર્યું છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity), પાવાગઢ (Pavagadh), ધોળાવીરા (Dholaveera) અને દાંડી (Dandi) જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ સેવાઓ 1 ઓક્ટોબરથી ઉપલબ્ધ થશે.
1 ઓક્ટોબરથી શરૂ થનારી એક્સપ્રેસ બસો
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી (Statue of Unity to Vadnagar) વડનગર અને વડનગરથી (Vadnagar to Statue of Unity) સ્ટેચ્યુ ઓફ યુનિટી, 2 રાઉન્ડ
અમદાવાદથી પાવાગઢ (From Ahmedabad to Pavagadh) અને પાવગઢથી અમદાવાદ (Pavagadh to Ahmedabad), 2 રાઉન્ડ
ગાંધીનગરથી દાંડી (Gandhinagar to Dandi) અને દાંડીથી ગાંધીનગર (Dandi to Gandhinagar), 02 રાઉન્ડ
અમદાવાદથી ધોળાવીરા (Ahmedabad to Dholaveera) અને ધોળાવીરાથી અમદાવાદ (Dholaveera to Ahmedabad), 1 રાઉન્ડ
આ સિવાય સ્થાનિક બસો
આ ઉપરાંત સ્થાનિક રૂટમાં ભચાઉથી ધોળાવીરા (Bachau to Dholaveera), ધોળાવીરાથી રાપર (Dholaveera to Rapar), રાપરથી ધોળાવીરા (Rapar to Dholaveera), અંજાર-ધોળાવીરા-ખરોડા (Anjar-Dholaveera-Kharoda) અને તેની રિટર્ન ટ્રીપ (Return Trip), ભુજ-ધોળાવીરા-ડુંગરાનીવાઢ (Bhuj-Dholaveera-Dhungara ni Vadh) અને તેની રિટર્ન ટ્રીપનો (Return Trip) સમાવેશ થાય છે. આ બસો જે તે રૂટના મુખ્યમથક પર થઈને જશે. જેમ કે, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત વગેરે.
આ પણ વાંચો- માત્ર દારૂ અને દરિયા માટે જ નહીં, પરંતુ ઐતિહાસિક વિરાસતો માટે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે દમણ