- ધોરણ 12ની GSEB પરીક્ષા રદ્દ કરાઈ
- મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં નિર્ણય
- રાજ્ય સરકારના નિર્ણયને તમામ લોકોએ આવકાર્યો
અમદાવાદ: ધોરણ 12ની પરીક્ષા લેવા માટે ગઇકાલે મંગળવારે જ શિક્ષણ પ્રધાન અને શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી હતી. પરંતુ, બોર્ડની એક્ઝામ રદ્દ થતાં જ ગુજરાત સરકારે પણ યુ-ટર્ન લીધો છે અને પરીક્ષા રદ્દ કરી દીધી છે. ધોરણ 12માં અભ્યાસ કરતા સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને આ કારણે ફાયદો થઈ શકે છે. કારણ કે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણયને વાલી મંડળ અને શાળા સંચાલક મંડળ આવકાર્યો છે.
આ પણ વાંચો: CBSE બોર્ડના ધોરણ 12ની પરીક્ષા રદ્દ, PM મોદીની બેઠકમાં લેવાયો નિર્ણય
નવી ગાઇડલાઇન રાજ્ય સરકાર જાહેર કરશે
કોરોનાના કેસમાં ઘટાડો થાય અને વિદ્યાર્થીઓને કોરોનાથી બચાવી શકાય તે માટે લેવાયેલા નિર્ણયને તમામ લોકો વધાવી રહ્યા છે. આ ઉપરાંત, ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરી છે. જોકે, પરીક્ષા રદ્દ કર્યા બાદ નવી ગાઇડલાઇન રાજ્ય સરકાર જાહેર કરશે અને તે પ્રમાણે આગળની જે નવા સત્રની કામગીરીઓ છે તે શરૂ કરાશે.
આ પણ વાંચો: 1 જુલાઈથી ધોરણ-12ની પરીક્ષા લેવાશે, જાણો સમગ્ર ટાઈમટેબલ…