ETV Bharat / city

આજે નહીં આવે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, જૂઓ કેમ... - GSEB Board Clarification on Result

રાજ્યમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે (17 મે)એ જાહેર થવાનું છે. તેવા સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા (Board Exam Result Fake News) હતા. જોકે, આ અંગે શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા (GSEB Board Clarification on Result ) કરી છે.

આજે નહીં આવે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, જૂઓ કેમ...

author img

By

Published : May 17, 2022, 8:09 AM IST

Updated : May 17, 2022, 1:38 PM IST

ગાંધીનગરઃ કોરોનાકાળ બાદ લગભગ 2 વર્ષ પછી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે હવે આ પરીક્ષાનું પરિણામ આજે (17 મે)એ સવારે 10 વાગ્યે જાહેર થવાના ખોટા સમાચાર સોશિયલ મીડિયા સહિત અમુક માધ્યમોમાં વહેતા થયા (Board Exam Result Fake News ) હતા. તો આ અંગે કરતા આ પરિપત્ર નકલી હોવાનું જાણવા મળ્યું હતું.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી અખબારી યાદી

આજે નહીં આવે પરિણામ - શિક્ષણ બોર્ડના સચિવે જણાવ્યું હતું કે, આ સમાચાર ખોટા છે. બોર્ડનું પરિણામ આજે (17 મે)એ જાહેર નથી થવાનું. કોઈક અજાણ્યા શખ્સે શાળા અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા આ ખોટો પરિપત્ર વાઈરલ કરાતા હવે બોર્ડે પોલીસ ફરિયાદ કરી છે. આ સાથે બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને વાયરલ પરિપત્ર અંગે સ્પષ્ટતા (Board Exam Result Fake News) કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડે અખબારી યાદી જાહેર કરીને સ્પષ્ટતા કરી

પરિણામ માટે બોર્ડની તૈયારી ચાલુ - શિક્ષણ બોર્ડના સચિવે પરિણામની વાતને અફવા (GSEB Board Clarification on Result) ગણાવી હતી. તેમાં ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના (Gujarat Board of Secondary and Higher Secondary Education) સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે, આ ખોટા સમાચાર છે. આજે (17 મે)એ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ બોર્ડનું પરિણામ જાહેર થવાનું નથી. હજી પરિણામ માટે બોર્ડ દ્વારા તૈયારી ચાલુ છે. આ પ્રકારના કોઈ પણ મેસેજ પર વિશ્વાસ રાખો નહીં. જ્યારે પરિણામ જાહેર થવાનું હશે. તે અગાઉ ગુજરાત બોર્ડ દ્વારા જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો- GSEB HSC Result 2022 : સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીએ મેળવ્યું જોરદાર પરિણામ, જાણો સક્સેસ સ્ટોરી

અગાઉ સ્પષ્ટતા કરી હતી- જ્યારે 4 દિવસ અગાઉ જ ધોરણ 12 વિજ્ઞાન પ્રહાવ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયું હતું. ત્યારે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર કરાશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો- GSEB HSC Result 2022: ધોરણ 12ની વિદ્યાર્થિનીએ સાબિત કર્યું કે ઉજ્જવળ દેખાવ એ તમારા હાથમાં છે

આટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા - રાજ્યભરમાં 28 માર્ચથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા (Gujarat Board of Secondary and Higher Secondary Education) શરૂ થઈ હતી. કોરોના બાદ પ્રથમ વખત ધોરણ 10-12ના કુલ 14 લાખથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં ધોરણ 10ની પરીક્ષામાં કુલ 958 કેન્દ્રો પર 9.06 લાખથી વધુ વિદ્યાર્થીઓએ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 527 કેન્દ્રો પર 4 લાખથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 140 કેન્દ્રો પર 96,000થી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Last Updated : May 17, 2022, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.