ETV Bharat / city

Grishma Murder Case: કોર્ટ આજે આરોપી ફેનિલને ફટકારશે સજા - Grishma Murder Case

સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma Murder Case) આજે કોર્ટ આરોપી ફેનિલ ગોયાણીને સજા સંભળાવશે. અગાઉ 22મી એપ્રિલે આ કેસમાં સજા બાબતે બંને પક્ષોની દલીલો ચાલી હતી.

Grishma Murder Case: કોર્ટ આજે આરોપી ફેનિલને ફટકારશે સજા

author img

By

Published : May 5, 2022, 7:51 AM IST

Updated : May 5, 2022, 11:38 AM IST

અમદાવાદઃ સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma Murder Case) કોર્ટ આજે આરોપી ફેનિલ ગોયાણીને સજા ફટકારશે. અગાઉ બચાવપક્ષના વકીલે કોર્ટમાં પોતાની અંતિમ દલીલ રજૂ કરી હતી. જોકે, હવે કોર્ટ આજે (ગુરુવારે) આરોપી ફેનિલ ગોયાણીને સજા ફટકારશે. જોકે, કોર્ટમાં 22મી એપ્રિલે સજા બાબતે બંને પક્ષોની દલીલ ચાલી હતી. ત્યારે 26મી એપ્રિલે બચાવપક્ષના વકીલે પોતાની અંતિમ દલીલ રજૂ કરી હતી. એટલે કે હવે આજે આરોપી ફેનિલ ગોયાણીનો હિસાબ થઈ જશે.

આ પણ વાંચો- Grishma Murder Case 2022: ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો, પરિવારે કડર સજાની કરી માંગ

સરકારી વકીલે ગણાવ્યો રેરેસ્ટ ઓફ ધ રેર કેસ - આપને જણાવી દઈએ કે, પોલીસે આ કેસમાં 2,500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી અને 23 પંચનામા કર્યા હતા. સાથે જ પોલીસે આ કેસમાં 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કર્યા હતા. બીજી તરફ કોર્ટમાં સરકારી વકીલે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ (Rarest of the Rare Case) ગણાવી આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારવાની માગ કરી હતી.

આ પણ વાંચો- Grishma murder case 2022: કોર્ટમાં બચાવ પક્ષના વકીલે અંતિમ દલીલ કરી, 5મી મેના રોજ ફેનીલને સજા સંભળાવાશે

21 એપ્રિલે કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યો હતો - જોકે, કોર્ટે ગ્રીષ્મા વેકરિયાની હત્યા (Grishma Murder Case) કરનારા આરોપી ફેનિલ ગોયાણીને 21મી એપ્રિલે દોષિત જાહેર કર્યો હતો. ત્યારબાદ કોર્ટના જજે આરોપી ફેનિલ ગોયાણીને પૂછ્યું હતું કે, તમે જે ગુનો કર્યો છે. તેમાં ઓછામાં ઓછી આજીવન કેદ અને વધુમાં વધુ મૃત્યુદંડની જોગવાઈ છે. તમે એક નિઃસહાય અને નિર્દોષ યુવતીનો ચાકુથી વધ કર્યો છે. તો તમારો વધ કલમથી કેમ ન થાય? જોકે, કોર્ટમાં આટલી બધી કાર્યવાહી છતાં આરોપી ફેનિલ ગોયાણીને જાણે કોઈ અફસોસ જ ન હોય તેવું વર્તન કરી રહ્યો હતો.

Last Updated : May 5, 2022, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.