- અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં દબાણ હટાવાની કાર્યવાહી શરૂ કરાઈ
- અમદાવાદ મહાનગરમાં વિવિધ જગ્યાઓએથી દબાણ દૂર કર્યા
- ખાણી પીણીના સ્ટોલ સહિતના દબાણ હટાવાની કાર્યવાહી કરી
અમદાવાદઃ શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં ખાણી પીણીના સ્ટોલ (Eating and drinking stalls)સહિતના દબાણ હટાવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.જે અંતર્ગત અમદાવાદ મહાનગર(Ahmedabad metropolis)માં વિવિધ જગ્યાઓ પરથી દબાણ દૂર કર્યા હતા.શહેરના વાસણા વિસ્તારમાંથી AMCની ટીમે ઈંડા અને ખાણી પીણીની લારીઓ જપ્ત કરી હતી.આ ઉપરાંત જોધપુર વોર્ડમાં લારી, ટેમ્પા, પાથરણાવાળા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી તેમજ ટ્રાફિકને અડચણરૂપ ફેરિયાઓને પણ દૂર કર્યા હતા.તો બીજી તરફ ઈસ્કોન ચાર રસ્તા(ISKCON crossroads), એસ.જી.હાવે-વે પર ટી સર્કલ સુધી તેમજ આનંદનગર અને પ્રહલાદનાગર રોડ(Prahladnagar Road) ઉપરાંત એસજી હાઇવે (SG Highway)પેરેલલ સર્વિસ રોડ પર અને કોર્પોરેટ રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ હતી. આશ્રમ રોડ પર પણ AMCની ટીમ (AMC team) પહોંચી હતી અને લારીઓ તેમજ અન્ય દબાણો દૂર કર્યા હતા.
ક્યાં ક્યાં માર્ગ પર મુખ્ય દબાણની કામગીરી
અમદાવાદના જોધપુર વોર્ડમાં મ્યુનિસિપલ(Municipal in Jodhpur ward of Ahmedabad) સ્ટ્રીટ લેન્ડ રસ્તા ઉપર દબાણ કરીને લારી, ટેમ્પા, પાથરણા વિગેરે પાથરી ખાણી પીણી , રેડીમેડ ગારમેન્ટ, બૂટ ચંપલ તથા અન્ય ધંધો કરતા લારીવાળા ફેરીયા કે જે ટ્રાફીકને અડચણ રૂપ હોય તેવા લારી, ગલ્લા, ટેમ્પા, પાથરણા વગેરે ખસેડવા દૂર કરવાની કામગીરીના ભાગરૂપે AMCના દબાણ વિભાગે જોધપુર વોર્ડમાં ઇસ્કોન ચાર રસ્તાથી સર્કલ,પી સુધી એસ.જી. હાઇવે તથા આનંદનગર -પ્રહલાદનગર રોડ તથા સરખેજ વોર્ડમાં સર્કલ સુધી એસ.જી. હાઇવે પેરેલલ સર્વિસ રોડ પરના અને કોર્પોરેટ રોડ જેવા મુખ્ય રસ્તા ઉપર તેમજ ફૂટપાથ પર ઉભા રહી ધંધો કરતા અને ટ્રાફીકને અડચણરૂપ એવા દબાણો દૂર કર્યા હતા.
કેટલા લોકો દબાણમાં જોડાય અને દબાણ વિભાગે કેટલી ચીજવસ્તુઓ જપ્ત કરી
જેમાં કામગીરી દરમિયાન દબાણ વિભાગની 1 - ગાડી, 1 - જે.સી.બી મશીન, 1 - ટોઇંગ ક્રેન, 1- જેટ રીક્ષા, 4 - ખાનગી મજૂરો તથા એસ્ટેટ ખાતાના સ્ટાફ હાજર રહેલ હતો.જેમાં કાચા શેડ કોમર્શિયલ -9 , કાચા ઝૂપડા -16, લારી નંગ -12 , કેબીન -9 , ભંગાર ટુ - વ્હીલર -1, ભંગાર ટેમ્પો -1તથા પરચુરણ માલ - સામાન જેવા કે ટેબલ - ખુરશી, પ્લાસ્ટીક કેરેટ, કેરબા, વાંસવળીઓ, લોખંડની એંગલ, લાકડાના પટીય , સોફા, પ્લાસ્ટીક મીણીયા વગેરે મળી -208 નંગ એમ કુલ મળી કુલ -231 ચીજ વસ્તુઓનું દબાણો જાહેર રોડ - રસ્તા પરથી દૂર કરી દબાણ ગોડાઉનમાં જમા કરી લેવામાં આવ્યું હતું.
કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર એકટનું ખોટું અર્થઘટન કર્યું,લારી ગલ્લા અને પાથરણા એસોસિએશન
અમદાવાદ મહાનગરએ શહેરમાં જાહેરમાર્ગો પર ધમધમતી ઈંડા અને નોન-વેજની લારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.તેથી નોનવેજની લારીઓને હવે કાયદાનું રક્ષણ નહી મળે.કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળ કરવામાં આવેલા સર્વેમાં પણ ખાણીપીણીના એકમોની નોંધણી નથી કરી. જેમાં ચાની કીટલી, ઈંડા કે આમલેટનું વેચાણ કરતી લારીઓ હોય કે પછી અન્ય ખાણીપીણીની વસ્તુનું વેચાણ કરતા એકમો કોઈને પણ સ્ટ્રીટ વેન્ડર ગણવામાં નથી આવ્યા.કોર્પોરેશનના આ નિર્ણયનો લારી-ગલ્લા અને પાથરણા એસોસિએશને વિરોધ કર્યો છે. લારી-ગલ્લા અને પાથરણા એસોસિએશનનો આક્ષેપ છે કે કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર એકટનું ખોટું અર્થઘટન કર્યું છે.
આ પણ વાંંચોઃ અમદાવાદ: નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે મેયરને ઈંડા આપી વિરોધ, ઉગ્ર આંદોલનની AIMIMની ચીમકી
આ પણ વાંંચોઃ Vishwa Umiyadham Templeનું નિર્માણકાર્યનો કરાશે પ્રારંભ, CM પણ રહેશે હાજર