- ગુજરાત વિદ્યાપીઠમાં 67મો પદવીદાન સમારોહ યોજાશે
- 18 ઓક્ટોબરે યોજાશે પદવીદાન સમારોહ
- અમદાવાદ યુનિવર્સિટીના VC પ્રો. પંકજ ચંદ્રા મુખ્ય અતિથિ પદે રહેશે હાજર
અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith)માં એક વર્ષ પદવીદાન સમારોહ (Graduation Ceremony) બંધ રહ્યો હતો, ત્યારે આ વર્ષે 67મો પદવીદાન સમારોહ 18 ઓક્ટોબરે યોજાશે. આ પદવીદાન અમદાવાદ યુનિવર્સિટી (Ahmedabad University)ના વાઇસ ચાન્સેલર પ્રો. પંકજ ચન્દ્રાના અધ્યક્ષ સ્થાને યોજાશે.
1,665 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે
આ વર્ષે યોજાનારા પદવીદાનમાં કુલ 1,665 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જે પૈકી 1,163 વિદ્યાર્થીઓ ઓનલાઇન માધ્યમથી પદવી મેળવશે. જ્યારે 502 જેટલા વિદ્યાર્થીઓ રૂબરૂ હાજાર રહીને પદવી મેળવશે. આ વર્ષે યોજાનાર પદવીદાન સમારોહમાં ગત વર્ષ અને આ વર્ષે કુલ મળીને 19 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 8 વિદ્યાર્થીઓને સિલ્વર, 89 વિદ્યાર્થીઓને ટ્રામ અને 10 વિદ્યાર્થીઓને રોકડ પુસ્કાર એનાયત કરવામાં આવશે.
કુલ 9 પરિસરમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે
ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ યથાવત હોઈ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આ સમારોહમાં કુલ 9 પરિસરમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. મહત્વનું છે કે આ વર્ષે પ્રથમવાર ગુજરાત વિદ્યાપીઠમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કોરોનાના કારણે વિદેશી વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે નવા વર્ષથી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી મામલે વિવાદ, જીતુ વાઘણીએ તપાસના આદેશ આપ્યા
આ પણ વાંચો: જૂનાગઢમાં NSUIએ કુલપતિની કેબિનમાં હોબાળો કર્યો, વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો નિવારવા કરી માગ