- ઉમેદવારો 16 માર્ચથી અરજી શરૂ કરી શકશે
- 31 માર્ચ સુધીમાં અરજી ફોર્મ સબમિટ કરી શકાશે
- ઉમેદવારો gpsc.gujarat.gov.in પર અરજી કરી શકશે
અમદાવાદ: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ 1200થી વધુ જગ્યાઓ ભરવા માટે એક જાહેરાત બહાર પાડી છે. ખુદ આયોગના અધ્યક્ષ દિનેશ દાસાએ આ અંગે ટ્વીટ કર્યું છે. સરકારે મેડિકલ, લો, એગ્રીકલ્ચર (એન્જિનિયરિંગ) અને જનરલ વિષયોમાંથી સ્નાતક થનારા વિદ્યાર્થીઓ માટે વિવિધ જગ્યાઓ ભરવાનું નક્કી કર્યું છે. રાજ્ય કર નિરીક્ષકની 243 જગ્યાઓ ભરતી દ્વારા ભરવામાં આવશે. સ્નાતકો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકશે. ડિસેમ્બરમાં આયોગ લેખિત અથવા કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેશે.
આ પણ વાંચો: GPSCની પરીક્ષાને લાગ્યું સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ગ્રહણ, તારીખમાં ફેરબદલી
GPSCએ ગાંધીનગર મહાનગરપાલિકા માટે ભરતી પ્રક્રિયાનું આયોજન કર્યું
ગાંધીનગર મહાનગરપાલિકામાં જગ્યા ભરવા માટે પરીક્ષા લેવાશે. આ નોકરી માટે અરજી કરવા માટે જરૂરી ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત મેડિકલ, એન્જિનિયરિંગ અને અન્ય વિવિધ અભ્યાસક્રમોમાં સ્નાતક છે. આ પ્રથમ વખત છે, જ્યારે GPSC ગાંધીનગર મહાનગરપાલિકા માટે ભરતી પ્રક્રિયાનું આયોજન કરી રહ્યું છે.
સત્તાવાર વેબસાઇટ પરથી અરજી કરી શકાશે
જ્યારે રસ ધરાવતા ઉમેદવારો આ તમામ ભરતી માટે કમિશનની સત્તાવાર વેબસાઇટ gpsc.gujarat.gov.inની મુલાકાત લઈને અરજી કરી શકશે. અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફોર્મમાં નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇમેઇલ, શૈક્ષણિક વિગતો અને અન્ય માહિતી ભરવાની રહેશે. આ પછી, ઉમેદવારોએ એપ્લિકેશન અને ફોટો અપલોડ કરી, સાઇન કરીને પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
આ પણ વાંચો: GPSC પરીક્ષાના પરિણામમાં છેડછાડ કરનારા અંજારના યુવક સામે ફરીયાદ નોંધાઇ