ETV Bharat / city

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા નારાજ થયાં, સિનિયર નેતાઓ મહત્ત્વની બેઠકમાં ગેરહાજર - અમદાવાદમાં જીપીસીસી સ્ક્રિનિંગ કમિટીની બેઠક

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) ને લઈ કોંગ્રેસ મેરેથોન બેઠકો કરી રહી છે. ગત સાંજે યોજાયેલી સ્ક્રિનિંગ કમિટીની બેઠક ( GPCC Screening Committee Meeting in Ahmedabad ) આજે સતત બીજા દિવસે પણ યોજાઈ હતી. આ બેઠકમાં સિનિયર નેતાઓ ગેરહાજર રહેતા પ્રભારી રઘુ શર્મા નારાજ ( Congress in charge Raghu Sharma Upset ) થયાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા નારાજ થયાં, સિનિયર નેતાઓ મહત્ત્વની બેઠકમાં ગેરહાજર

author img

By

Published : Sep 6, 2022, 4:39 PM IST

અમદાવાદ ગત 5 તારીખે રાહુલ ગાંધીએ તૂટતી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ પૂર્યા હતા, કોંગ્રેસમાં સતત નારાજગીનો દોર અને રાજીનામાંને રાહુલ ગાંધી ( Rahul Gandhi ) એ ગુજરાત કોંગ્રેસ નેતાઓ સાથે રિપોર્ટ માંગ્યો હતો. જે બાદ તેઓ રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનનું આયોજન કર્યું હતું, જે બાદ ગુજરાત કોંગ્રેસે સ્ટેજ પરથી જ પોતાના નિયમોમાં પરિવર્તન કર્યું અને જૂના જોગીઓના સંબોધન કાપી નવા નેતાઓને બોલવા માટે તક આપી હતી. જે બાદ રાહુલ ગાંધીએ કાર્યકરોના જુસ્સામાં નવા પ્રાણ પૂર્યા બાદ સાંજે સ્ક્રિનિંગ કમિટીની એક બેઠક ( GPCC Screening Committee Meeting in Ahmedabad ) શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલી હતી.

મોટાભાગના નેતા ગેરહાજર આજે સતત બીજા દિવસે સ્ક્રિનિંગ કમિટી આ બેઠક ( GPCC Screening Committee Meeting in Ahmedabad ) યોજાઈ છે. આજે બીજા દિવસની આ મહત્વની બેઠકમાં મોટાભાગના નેતા ગેરહાજર ( Gujarat Congress senior leaders absent ) જોવા મળ્યા હતાં. ત્યારે વિશ્વસનીય સૂત્રોએ કહ્યું કે સિનિયર નેતાઓ ગેરહાજર રહેવાના પગલે ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યપ્રધાન રઘુ શર્મા નારાજ ( Congress in charge Raghu Sharma Upset ) થયાં હતાં. મહત્વની બેઠકમાં હાજર રહેવા તમામ નેતાઓને કડક ભાષામાં આપી સૂચના હતી, પ્રદેશ કક્ષાએ રાખેલી મિટિંગ બેઠકમાં હાજર રહેવું ખૂબ જ જરૂરી છે. રાજ્યમાં ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) લડવી હોય તો એક નેતૃત્વમાં બધાએ સાથે રહેવું ખૂબ જ જરૂરી છે તેવો સંદેશ પાઠવ્યો હતો.

ચૂંટણી માટે એકસંપ થવા સંદેશ વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે બેઠક દરમિયાન ( GPCC Screening Committee Meeting in Ahmedabad ) રઘુ શર્માએ કહ્યું કે તમામ નેતાએ પોતાનું રાજ્ય અને પ્રદેશ સમજી સામાન્ય જનતા માટે લડવાનું છે, ત્યારે આ પ્રકારે નેતાઓ ગેરહાજર રહે તે બાબત યોગ્ય નથી. નેતાઓની હાજરીમાં મિટિંગનું આયોજન થયું હોય છે, પરંતુ નેતાઓ જ ગેરહાજર રહે તો ચર્ચા કેવી રીતે કરવી તે એક પ્રશ્ન ઉદભવે છે. રાજ્યમાં ચૂંટણી નજીક ( Gujarat Assembly Election 2022 ) છે જેથી તમામ લોકોએ એક થઇને લડવાનું છે.

રઘુ શર્માની નારાજગી સૂત્રોએ વધુમાં કહ્યું કે કોઈને પણ કોઈ પ્રકારની સમસ્યા હોય તો તેઓએ પ્રદેશના સિનિયર નેતાઓ અથવા મારી સાથે ચર્ચા કરવી જોઈએ. દરેક વસ્તુઓનું સમાધાન રહેલું છે પરંતુ ચર્ચા કરવાથી તેનું સમાધાન થતું હોય છે. ત્યારે આગામી બેઠકોમાં અપેક્ષિત તમામ નેતાઓએ હાજર રહેવું ખૂબ જ જરૂરી છે તેવું કડક ભાષામાં જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.