ETV Bharat / city

144th Jagannath Rathyatra: રથયાત્રા કાઢવી કે નહીં તેને લઈને સરકાર અસમંજસમાં, લોકોમાં ઉચાટ! - કોરોના મહામારી

અમદાવાદની સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા (144th Rathyatra) 12 જૂલાઈના રોજ આવી રહી છે. પરંતુ કોરોનાની(Corona Pandemic) પ્રવર્તમાન પરિસ્થિતિને જોતાં (Jagannath Rathyatra) રથયાત્રા કાઢવી કે નહીં તેને લઈને સરકાર અસમંજસમાં છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા કહી ચૂક્યાં છે કે, જળયાત્રા પહેલાં જે 24 જૂનના રોજ યોજાનાર છે તે બાદ નિર્ણય લઈ લેવામાં આવશે કે રથયાત્રા કાઢવી કે નહીં.

144th Jagannath Rathyatra: રથયાત્રા કાઢવી કે નહીં તેને લઈને સરકાર અસમંજસમાં, લોકોમાં ઉચાટ!

author img

By

Published : Jun 17, 2021, 8:07 PM IST

Updated : Jun 17, 2021, 9:34 PM IST

144 મી Jagannath Rathyatraને લઈને અસમંજસની સ્થિતિ

પોલીસ પરવાનગીની જોવાતી રાહ

24 જૂને જળયાત્રા યોજાશે

ગયા વર્ષે મહંત થયા હતા નિરાશ

અમદાવાદઃ રથયાત્રા ( Jagannath Rathyatra ) યોજવાને લઇને જો કે ગયા વખતે પણ ભક્તો અને મંદિરના ટ્રસ્ટી તેમજ મહંતને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે રથયાત્રા નીકળશે. પરંતુ કોરોનાને ( Corona Pandemic) લઈને હાઇકોર્ટના હુકમ બાદ રથયાત્રા સ્થગિત રખાઈ હતી. પરિણામે મંદિરના મહંત દિલીપદાસજીએ સૌ સમક્ષ પોતાની સાથે છળ થયું હોવાનું જણાવ્યું હતું. તેમનો ઇશારો સરકાર સમક્ષ હતો. જોકે આ વખતે હવે સરકારે આગમચેતી દાખવતાં રથયાત્રા અંગે મંદિરના મહંત અને ટ્રસ્ટી બંનેએ બોલવાનું ટાળ્યું હતું.

મંદિર દ્વારા રથયાત્રાને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

પોલીસ સાથે ચાલી રહી છે મિટિંગ

મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે ( Jagannath Rathyatra ) રથયાત્રાને લઈને પોલીસની પરવાનગી માંગવામાં આવી છે. પોલીસ સાથે સતત મિટિંગનો દોર ચાલુ છે. એક નિર્ણય લેવાઇ ગયા બાદ તેઓ તેને જાહેર કરશે. જો કે મંદિર દ્વારા રથયાત્રાને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથનું સમારકામ, ગાજરાજોની ફિટનેસ, અખડીયાનોના કરતબ, મોસાળાના સહભાગીઓની પસંદગી વગેરે તૈયારીઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ રથયાત્રાને ધ્યાનમાં રાખી આજે 200 પોલીસકર્મીએ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું

AMC અને પોલીસની પણ તૈયારી

પોલીસ દ્વારા ( Jagannath Rathyatra ) રથયાત્રાના રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું હતું. રૂટ પરની ભયજનક વસ્તુઓ દૂર કરવામાં આવી રહી છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા પણ રસ્તાને રીસરફેસ કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.

સરકારે આગમચેતી દાખવતાં રથયાત્રા અંગે મંદિરના મહંત અને ટ્રસ્ટી બંનેએ બોલવાનું ટાળ્યું હતું

કેવી રીતે નીકળી શકે રથયાત્રા?

મંદિર દ્વારા જળયાત્રા માટે 50 લોકોને જવાની પરમિશન પોલીસ સમક્ષ માગવામાં આવી છે. રથયાત્રામાં ( Jagannath Rathyatra ) લાખો લોકો ભેગાં થાય તો કોરોનાની ( Corona Pandemic) ત્રીજી લહેરની શક્યતા છે. આથી લોકો વગર રથયાત્રા યોજાય તો જ રથયાત્રા શક્ય બને તેવું લાગી રહ્યું છે. વળી જો આ કોકડું ગૂંચવાયું અને કોર્ટમાં જાય તો ગયા વર્ષનો જ નિર્ણય આવે તેવી શક્યતા વધુ છે.

આ પણ વાંચોઃ Jagannath Rathyatra : જુઓ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વિશેષ ઝાંખી

Last Updated : Jun 17, 2021, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.