અમદાવાદઃ વર્તમાન પરિસ્થિતના કારણે સિનેમાઘરોમાં છેલ્લા 6 મહિનાથી બંધ હોવાના કારણે નુકસાન થયું છે. તેવા સમયમાં હવે જૂની ફિલ્મો બતાવીને આ સિનેમાઘરો શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. અમદાવાદ મલ્ટિપ્લેક્સ એસોસિએશન અને વાઈડ એંગલ મલ્ટિપ્લેક્સના સંચાલક રાકેશ પટેલે આ અંગે જણાવ્યું કે, હજી 15 તારીખથી થશે કે નઈ તે અનિશ્ચિત છે. કારણ કે, ફિલ્મના ડિસ્ટ્રિબ્યૂટર સાથે વાત ચાલી રહી છે અને ક્યાં ફિલ્મો આવશે તે નક્કી થઈ રહ્યું નથી. આથી 16 અથવા નવરાત્રિના પ્રથમ દિવસથી સિનેમાઘરો શરૂ થશે તેવું જાણવા મળ્યું હતું.
વર્તમાન કોરોનાની પરિસ્થિતિના કારણે લોકો ફિલ્મો જોવા આવશે કે નહીં તે લઈને હજી સિનેમાઘરોના સંચાલકો અસમંજસમાં છે.