અમદાવાદઃ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકારી, અર્ધ સરકારી કે ગ્રાન્ટેડ સંસ્થા સાથે જોડાયેલ કર્મચારીઓને પોતાના વ્યક્તિગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સરકાર વિરુદ્ધની પોસ્ટ મુકવા બદલ આ સરકાર કાર્યાવાહી કરવાના આદેશ આપે છે અને બીજી બાજુ જીપીસીબીનાં સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ભાજપનો પ્રચાર કરાય છે. ખરેખર સરકારી કર્મચારીઓ અને સરકારી તંત્રનો ભાજપ દુરુપયોગ કરી રહ્યો છે.
સરકારી કર્મચારીઓએ ભાજપનો પ્રચાર કરવો હોય તો સરકારી નોકરી છોડી કેસરી ખેસ ધારણ કરે: મનીષ દોશી - જીપીસીબી
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની અમદાવાદ કચેરીના સત્તાવાર સોશિયલ મીડિયા ટ્વીટર એકાઉન્ટ પરથી ભાજપના ટ્વીટને રિટ્વીટ કરનારા અધિકારી સામે ગુજરાત સરકારી સર્વિસ રુલ્સ અન્વયે તાત્કાલિક પગલાં ભરવા પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ માગ કરી છે.
સરકારી કર્મચારીઓએ ભાજપનો પ્રચાર કરવો હોય તો સરકારી નોકરી છોડી કેસરી ખેસ ધારણ કરે : મનીષ દોશી