- કોરોનાના વધતા જતા કેસ મુદ્દે હાઇકોર્ટનો રાજ્ય સરકારને હુકમ
- સરકાર સાચા અને પારદર્શી આંકડા જાહેર કરે તેવો હાઇકોર્ટનો નિર્દેશ
- 19 એપ્રિલ સુધીમાં વ્યવસ્થા સુનિશ્ચિત કરી સોગંદનામું રજૂ કરવા હુકમ
- 20 એપ્રિલના રોજ થશે આગામી સુનાવણી
અમદાવાદ : લોકોમાં વિશ્વાસ સંપાદિત થાય તે રીતે પારદર્શિતાથી સરકાર આંકડા જાહેર કરવા હાઇકોર્ટે સરકારને જણાવ્યું છે. હાઇકોર્ટે પોતાના આદેશમાં સરકારને જણાવ્યું હતું કે, ખોટી માહિતી આપીને સરકારને કશું જ પ્રાપ્ત ન થયું નથી. લોકોને વિશ્વાસમાં લેવાથી સમસ્યાનું સમાધાન આવી શકશે. આ સાથે હાઇકોર્ટે જણવ્યું હતું કે, સરકારના જવાબદાર અધિકારી કે નેતા રોજ પ્રજાને કોરોનાની સ્થિતિ વિશે સાચી માહિતી જણાવે.
આ પણ વાંચો - કોરોનાને કાબૂમાં લેવા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને કરી સ્ટેન્ડિંગ એડવાઈઝરી કમિટી બનાવવાની માગ
રિયલ ટાઈમ સાચી માહિતી મળી રહે તેવુ વેબ પોર્ટલ રાજ્ય સરકાર બનાવે
હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધિ બાબતે રિયલ ટાઈમ સાચી માહિતી મળી રહે તેવુ વેબ પોર્ટલ રાજ્ય સરકાર બનાવે અને રાજ્ય સરકારના અંકુશમાં આ પોર્ટલ પર માહિતી ઉપલબ્ધ કરવામાં આવે. આ ઉપરાંત ઓક્સિજન અને રેમડેસીવીરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ થાય તે માટે પગલા લેવા કોર્ટે સરકારને આદેશ કર્યો છે. 19 એપ્રિલ સુધીમાં આ વ્યવસ્થા સુનિશ્ચિત કરી કોર્ટનો સોગંદનામા પર જણાવવા કોર્ટનો હુકમ છે. આ મુદ્દે વધુ સુનાવણી 20 એપ્રિલે થશે.
આ પણ વાંચો - કોરોના સારવારમાં અભાવનું એક મોટું કારણ સરકારી આંકડા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનું અંતર છે- ગુજરાત હાઇકોર્ટ