અમદાવાદઃ આર.સી.ફળદુ વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે 1.15 લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થયું હતું. જે હાલની પરિસ્થિતિમાં 1.47 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે તેલીબીયા પાકમાં ગત વર્ષે 12.71 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે હાલ વર્તમાન પરિસ્થિતિમાં 19 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં પણ વધારો થયો છે. જ્યારે વાવેતર 22.63 લાખ હેક્ટર વિસ્તારમાં અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ ગત વર્ષે 39 લાખ ટનની સામે હાલ 48 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ગુજરાતમાં કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મગફળીના પાક બાબતે આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, મગફળીમાં ગત વર્ષે 11.50 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેની સામે આ વર્ષે ૧૮ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે કપાસમાં ગત વર્ષે ૧૦ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 18.25 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે કપાસમાં ગુલાબી ઈયળના કારણે વાવેતર ઘટયું હોવાનું નિવેદન પણ રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ આપ્યું હતું, આમ રાજ્યના તમામ ઝોનમાં વાવેતરનું પ્રમાણ ગત વર્ષ કરતાં વધુ થયું છે.