ETV Bharat / city

અમદાવાદના સિનિયર સિટિઝનો માટે સારા સમાચાર, ઘરે બેઠા મળશે સારવાર

કોરોના સંક્રમણ કાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ધન્વંતરી રથ, સંજીવની સેવા, ડોક્ટર મિત્ર યોજના, કોરોના સાંત્વના યોજના જેવી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેનાથી કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવામાં ફાયદો પણ થયો છે ત્યારે હવે કોર્પોરેશન દ્વારા શહેરમાં સિનિયર સિટિઝન માટે 'વડીલ સુખાકારી સેવા' શરૂ કરવામાં આવી છે. વડીલો માટે એએમસીની નવી પહેલ છે, જેમાં વડીલોને ઘરે બેઠા સારવાર મળશે.

car
car
author img

By

Published : Oct 23, 2020, 7:17 PM IST

  • અમદાવાદના વડીલો માટે 'વડીલ સુખાકારી સેવા' શરૂ કરાઈ
  • દેશમાં આ પ્રકારની સેવા શરૂ કરનાર અમદાવાદ પહેલું શહેર
  • સિનિયર સિટિઝનની તેમના ઘેર જઈને સારવાર કરવામાં આવશે

અમદાવાદઃ સિનિયર સિટિઝનોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે. એએમસીએ વડીલો માટે 'વડીલ સુખાકારી સેવા' શરૂ કરાઈ છે, જેમાં વડીલોને ઘરે બેઠા ડોક્ટરોની ટીમ સારવાર આપશે.

  • ડોક્ટરોની ટીમ ઘરે આવીને સારવાર કરશે

આ સેવામાં વિશિષ્ટ ડોક્ટરોની ટીમ તૈયાર કરવામાં આવી છે, જે વયોવૃદ્ધ લોકોના ઘેર જઈને સારવાર આપશે. ખાસ કરીને સિનિયર સિટિઝનોમાં શ્વાસની, હૃદયરોગની બીમારી તેમ જ મધુમાયની બીમારી મોટા પ્રમાણમાં જોવા મળે છે. આથી તેમને ઘેર ઘેર જઈને ટેસ્ટ તેમ જ જરૂરી વિટામિન સી અને ઝિંકની ગોળીઓ વિનામૂલ્યે આપવામાં આવશે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા નવુ સોફ્ટવેર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં તમામ દર્દીઓના ડેટા રાખવામાં આવશે.

અમદાવાદના સિનિયર સિટિઝનો માટે સારા સમાચાર, ઘરે બેઠા મળશે સારવાર
અમદાવાદના સિનિયર સિટિઝનો માટે સારા સમાચાર, ઘરે બેઠા મળશે સારવાર
  • દરરોજ 2 હજાર વડીલોને આવરી લેવાનો ટાર્ગેટ

કોર્પોરેશન દ્વારા પ્રારંભિક તબક્કામાં શહેરમાં 100 જેટલી ટીમ બનાવવામાં આવી છે અને તેમના દ્વારા દરરોજ 2 હજાર વડીલોની તાપસ કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. આવનારી શિયાળાની ઋતુમાં વડીલોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આથી આ યોજના વડીલો માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.