- ધનતેરસના સોના-ચાંદીની ખરીદી કરવી શુભ મનાય છે
- કોરોના બાદ સોના-ચાંદીના બજારોમાં પાછી આવી રોનક
- સોના-ચાંદીના વેચાણમાં 20થી 25 ટકા સુધીનો થયો વધારો
અમદાવાદ: કોરોના (Coronavirus)ના કારણે ગત વર્ષે દિવાળી બરાબર રીતે કોઈએ ઉજવી નહોતી, પરંતુ આ વર્ષે કોરોના સમાપ્તિને આરે છે ત્યારે ગુજરાતીઓ ડબલ જોશથી દિવાળીનો તહેવાર (Diwali Festibal) ઉજવી રહ્યા હોય તેવો માહોલ બજારોમાં જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે સોના-ચાંદી (Gold-silver)નું વેચાણ 20થી 25 ટકા વધુ થયું છે.
લગ્નસરાની સીઝનની ખરીદી નીકળી
અમદાવાદમાં સોના-ચાંદીની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા. પુષ્ય નક્ષત્રમાં તો સોના-ચાંદીનું વેચાણ થયું જ છે, પરંતુ આજે ધનતેરસના દિવસે પણ સોના-ચાંદીનું ભારે વેચાણ થયું છે. કોરોના ઈફેક્ટ પછી લોકોની ખરીદી કરવાની પેટર્ન બદલાઈ છે. આ વખતે સોના-ચાંદીની લગડીઓનું વધુ વેચાણ નોંધાયું છે. આ સાથે દેવદિવાળી પછી લગ્નસરાની સીઝન આવી રહી છે. જેથી લગ્નોવાળા પણ ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.
અમદાવાદ સોનાચાંદી બજાર
999 ટચ સોનું - 49,300 - 49,600
99.5 ટચ સોનું - 49,100 - 49,400
હૉલમાર્ક દાગીના - 48,610
ચાંદી ચોરસા - 65,000 - 66,000
સોના-ચાંદી બજારમાં કોરોના ઈફેક્ટ પછી તેજી આવી
જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદના જોઈન્ટ સેક્રટરી આશિષ ઝવેરીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પુષ્ય નક્ષત્ર કરતાં આજે ધનતેરસના દિવસે થોડું ઓછુ વેચાણ છે. પરંતુ લોકોએ લગડી અને સિક્કાની વધુ ખરીદી કરી છે. 2 વર્ષ પછી સોના-ચાંદી બજારમાં ઘરાકીમાં જોરદાર તેજી આવી છે. લોકોએ મન મુકીને ખરીદી કરી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે સોના-ચાંદીના વેચાણમાં 20-25 ટકાનો વધારો થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ધનતેરસનાં દિવસે વ્હિકલનાં વેચાણમાં નોંધાયો ધટાડો...
આ પણ વાંચો: દિવાળીના તહેવારને લઈને ફાયર વિભાગનો જાણો શું એક્શન પ્લાન...