- ઘાટલોડિયાના કે કે નગરમાં સમર્પણ ટાવરની ઘટના
- 65 વર્ષના પુરુષે શરીર સળગાવીને પાંચમાં માળેથી કૂદકો માર્યો
- સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
અમદાવાદઃ બનાવની વિગત એવી છે કે ઘાટલોડિયા વિસ્તારમાં કે. કે. નગર પાસે આવેલ જાણીતા એવા સમર્પણ ટાવરમાં જયપ્રકાશ નામે એક વ્યક્તિએ ઘરના સભ્યોને જાણ ન થાય તે રીતે જાતે સળગીને પાંચમાં માળેથી નીચે ઝંપલાવ્યું હતું. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જો કે આપઘાત કરવાનું કારણ હજી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી.
- પરિવારને ખબર ન પડે તે રીતે સળગીને છલાંગ લગાવી
મૃતકના પરિવારમાં ચાર સભ્યો છે. હાલ ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે જઈને વધુ તપાસ હાથ ઘરી છે. અને સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યાં છે. સૂત્રો દ્વારા મળેલી પ્રાથમિક માહિતીને આધારે જયપ્રકાશની ઉંમર 65 વર્ષની છે, અને તેમણે પત્ની અને બે બાળકોને ખબર ન પડે તે રીતે વૃદ્ધે પોતાના શરીરને સળગાવીને બાલ્કનીમાં ટેબલ મૂકીને પાંચમાં માળેથી કૂદકો માર્યો હતો. વૃદ્ધને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયા હતાં, પણ ત્યાં તેમનું મોત થયું હતું. પોલીસ તેમના આપઘાતના કારણની તપાસ કરી રહી છે.
અમદાવાદના ઘાટલોડિયામાં એક પુરુષે સળગતી હાલતમાં પાંચમાં માળેથી છલાંગ લગાવી
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સમર્પણ ટાવરમાં આપઘાતનો બનાવ બન્યો છે. પાંચમાં માળે રહેતાં પુરુુષે જાતે સળગીને ઉપરથી છલાંગ લગાવી હતી. તેનું ઘટનાસ્થળે જ મોત થયાના સમાચાર છે. આ ઘટનાને પગલે સમર્પણ ટાવરમાં ચકચાર મચી જવા પામી હતી.