- રણવીરસિંહ ભદોરીયા 4 વર્ષથી આજીવન કારાવાસની સજા ભોગવે છે
- રણવીરસિંહે જેલમાં રહી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાનો રેકોર્ડ બનાવ્યો
- રણવીરસિંહે 11 જેટલા ભજનો અને ગીતો લખ્યા છે
અમદાવાદઃ માણસ કોઈ ને કોઈ પ્રકારે ગુસ્સામાં આવીને ન કરવાનું કરી બેસે છે, ત્યારે છેલ્લે તેને જેલના સળિયા ગણવા પડે છે. ત્યારે કોઈ પણ કેદી જેલમાં ગયા પછી માનસિક રીતે તૂટી પડે છે. પરંતુ ભાગ્યેજ કોઈ એવા કેદી હશે જેમને જેલમાં રહીને પણ કંઇક કરી બતાવ્યું છે. ત્યારે સાબરમતી જેલ(Sabarmati Jail) માં કેદી રણવીરસિંહ ભદોરીયા(Ranveer Singh Bhadoria ) હત્યા કેસમાં 4 વર્ષથી આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે. રણવીરસિંહે(Ranveer Singh Bhadoria ) જેલમાં રહી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા(World Record of India)નો રેકોર્ડ બનાવ્યો છે. જેમાં તેમને 11 જેટલા ભજનો અને ગીતો લખ્યા છે. સાંઇબાબાના ભજન અને ગીતો ગાયા છે, તેમના કામની પ્રશંસા સમગ્ર જેલમાં કરવામાં આવે છે. આટલું જ નહીં જીનિયસ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા(Genius World Record of India)એ પણ તેની નોંધ લીધી છે.
આ પણ વાંચોઃ ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ એવા ચંદ્રપુરના આ સફળ બ્લૉગરને મળો..
રણવીરસિંહનું જુદા-જુદા સાંઈ મંદિરોમાં શૂટિંગ ચાલી રહ્યું છે
રણવીરસિંહ ભદોરીયા(Ranveer Singh Bhadoria )એ જેલમાં બેઠા-બેઠા સાંઈ ભગવાન પર કુલ 11 જેટલા ભજનો અને ગીતો લખ્યા છે. જેમાંથી 5 જેટલા ભજનો મુંબઇ જઈને પોતાના અવાજમાં રોકોર્ડ કર્યા હતા. જ્યારે એક આલ્બમ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેનું નામ 'સાંઈ નમો' રાખવામાં આવ્યું છે. આટલું જ નહીં જેલ પ્રશાસન દ્વારા પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે રણવીરસિંહ (Ranveer Singh Bhadoria )હાલ પેરોલ પર બહાર આવ્યા છે અને જુદા-જુદા સાંઈ મંદિરોમાં તેમનું શૂટિંગ ચાલી રહ્યું છે.
જેલમાં રહીને રણવીરસિંહે વાંચ્યા અનેક પુસ્તકો
રણવીરસિંહે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જેલમાં ગયા બાદ મારામાં હિંમત રહી ન હતી અને તેથી મેં સાંઈનું નામ લઈને ભજનો અને ગીતો લખવાનું શરૂ કર્યું હતું. ત્યારે જેલમાં બધા કેદીઓ મારી મજાક ઉડાવતા હતા, પરંતુ મેં મન મક્કમ કરીને ગીતો અને ભજનો લખવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે એક દિવસ જેલર સાહેબે મારી નોટ જોઇ ચેક કર્યું, ત્યારે તેમને ખબર પડી કે આતો ઘણા સારા ભજનો લખે છે. ત્યારબાદ જેલ પ્રશાસન દ્વારા મને આગળ વધવાની તક આપવામાં આવી હતી અને તેમના તરફથી સહકાર મળ્યો હતો. ત્યારે જેલમાં રહીને રણવીરસિંહે (Ranveer Singh Bhadoria )અનેક પુસ્તકો પણ વાંચ્યા છે.
અમને ગર્વ છે કે એ ભલે જેલમાં ગયા, પરંતુ પરિવાર માટે કંઈક કરી બતાવ્યુંઃ બીના
રણવીરસિંહે સાબિત કરી બતાવ્યું છે કે, મક્કમ મનોબળને પહાડ પણ ડગાવી શકતો નથી. ત્યારે બીજા કેદીને તેઓ કહેવા માંગે છે કે, સંગીતથી મન શાંત થાય છે અને દરેક કેદીઓએ થોડો ભક્તિભાવ કરવો જોઈએ, ત્યારે બીજી તરફ રણવીરસિંહ(Ranveer Singh Bhadoria )ના જેલ ગયા બાદ તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને તેમની પત્નિ બીનાએ રડતા-રડતા કહ્યું કે, જ્યારે અમને ખબર પડી કે, રણવીરસિંહે(Ranveer Singh Bhadoria ) વર્લ્ડ રેકોર્ડ કર્યો છે, તો ખુશીના માર્યા આંસુ સુકાતા ન હતા. ત્યારે અમને ગર્વ છે કે એ ભલે જેલમાં ગયા, પરંતુ પરિવાર માટે કંઈક કરી બતાવ્યું.
આ પણ વાંચોઃ બઠિંડાની મહિલાની પહેલ, ઓટો રીક્ષા ચલાવી કરી રહી છે કમાણી
જિનિયસ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા તેમના કામની નોંધ લેવામાં આવી
આ સમગ્ર મામલે જિનિયસ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા (Genius World Record of India)દ્વારા તેમના કામની નોંધ લેવામાં આવી હતી અને તેઓએ રણવીરસિંહ(Ranveer Singh Bhadoria )નું નામ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સામેલ કર્યું હતું. જ્યારે આગામી સમયમાં તેમના આવજમાં બાકી રહેલા ગીતો અને ભજનો પબ્લિશ કરવામાં આવશે. જ્યારે રણવીરસિંહ(Ranveer Singh Bhadoria ) જેલમાં ગયા બાદ એક શાંત સ્વભાવના માણસ તરીકે ઉભરી આવ્યા છે.