અમદાવાદઃ ઝોન-2 ડીસીપી સ્ક્વોડને બાતમી મળી હતી કે એકના ડબલ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરતી ગેંગ અમદાવાદમાં છે. જેના આધારે પોલીસે નકલી ગ્રાહક મોકલ્યો હતો જે બાદ આરોપીઓ પાસેથી ડીલ કરી હતી આરોપીઓને ઝડપી પાડયાં હતાં. આરોપીઓ અસલી ચલણી નોટો સામે નકલી નોટો ડબલ આપવામાં આવશે તેવી ગ્રાહકને લાલચ આપતાં હતાં. બાદમાં ગ્રાહક સાથેના પહેલા સોદામાં આરોપીઓ અસલી નોટ આપતાં હતાં. જેથી અસલી કરન્સી માર્કેટમાં ચાલી જતાં ગ્રાહકને વિશ્વાસ આવી જતો હતોપછીથી અન્ય સોદામાં આરોપીઓ ગ્રાહકને નકલી નોટો પધરાવી દેતાં હતાં.
અમદાવાદ: અસલી નોટો સામે નકલી નોટો ડબલ આપવાનું કહીને છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ - છેતરપિંડી
ઝોન-2 ડીસીપી સ્ક્વોડે નવી નોટોના બંડલ બતાવી એકના ડબલ આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતી ગેંગના ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. આરોપીઓએ અમદાવાદ સહિત અનેક શહેરોમાં લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી પણ કરી છે. હાલ આરોપીઓની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.