અમદાવાદ ગાંધીનગર મુંબઈ વંદે્ ભારત એક્સપ્રેસ ટ્રેનને શરૂ થયાને ગણતરીના દિવસો (GANDHINAGAR MUMBAI VANDE BHARAT EXPRESS) થયા છે. ને ત્યાં આ ટ્રેન સાથે એક પછી એક 2 પશુ અથડાતા ટ્રેનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવે આ ટ્રેન શુક્રવારે ગુજરાતના આણંદ સ્ટેશન નજીકની પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રેન એક ગાય સાથે (Vande Bharat Express hits cow) અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન (Vande bharat train accident) થયું હતું.
ટ્રેનને નજીવું નુકસાન નવી શરૂ થયેલી આ સેમી હાઈસ્પીડ ટ્રેનમાં એક દિવસ અગાઉ 4 ભેંસો અથડાઈ હતી. ત્યારે પણ આગળનો ભાગ બદલવો પડ્યો હતો. રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તાજેતરની ઘટનામાં ટ્રેનને કોઈ મોટું નુકસાન થયું નથી અને આગળના ભાગને નજીવું નુકસાન થયું છે.
શુક્રવારની ઘટના મુંબઈથી 432 કિમી દૂર આણંદમાં બપોરે 3.48 વાગ્યે આ ઘટના બની હતી. પશ્ચિમ રેલવેના (Western Railway) મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું છે. જોકે, તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે.
ભેંસોનું ટોળું પણ અથડાયું હતું આપને જણાવી દઈએ કે, આ પહેલા ગુરૂવારે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (Railway Protection Force)એ ગુજરાતમાં ભેંસોના ટોળા સાથે અથડાવા બદલ આ પશુઓના માલિકો સામે કેસ નોંધ્યો છે. આ સંદર્ભમાં પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભેંસોના ટોળા સાથે અથડાયા બાદ નુકસાન પામેલા ભાગને મુંબઈમાં સમારકામ કરવામાં આવ્યું છે. તાજેતરમાં શરૂ થયેલી મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે્ ભારત ટ્રેન (GANDHINAGAR MUMBAI VANDE BHARAT EXPRESS) ગુરુવારે સવારે 11:15 વાગ્યે અમદાવાદ નજીક ટ્રેક પર ભેંસોના ટોળા સાથે અથડાઈ હતી, અધિકારીઓએ જણાવ્યું હતું. તે સમયે ટ્રેન ગાંધીનગર તરફ જઈ રહી હતી. અકસ્માતમાં ચાર ભેંસોના મોત થયા હતા.