અમદાવાદઃ દેશના ટોપ 10 કોરોનાગ્રસ્ત શહેરોમાં અમદાવાદનો સમાવેશ થાય છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ 3303 કેસમાંથી 67 ટકા કેશ એકલા અમદાવાદ શહેરમાં છે. એટલે જ કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી ગાઈડ લાઇન્સ મુજબ અપાયેલી છૂટછાટ પણ સ્થાનિક તંત્ર દ્વારા પરત ખેંચાઈ લેવાઈ છે. કોરોનાનો રેડ ઝોન વિસ્તાર પૂર્વ અમદાવાદ બન્યું છે. અહીંના જમાલપુર, શાહપુર,કાલુપુર, દાણીલીમડા અને દરિયપુર જેવા કોટ વિસ્તાર ગીચ વસ્તી ધરાવે છે. પરિણામે અહીં કોરોના વાયરસના દર્દીઓ સતત વધી રહ્યાં છે.
જ્યારે પશ્ચિમ અમદાવાદમાં આ પ્રમાણ ઓછું છે. તેમ છતાં લૉક ડાઉનમાં બિનજરૂરી અવરજવર ટાળવા તંત્ર દ્વારા પહેલાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો નહેરુ બ્રિજ બંધ કરાયો હતો. પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીબ્રિજ અને દાધિચીબ્રિજ પણ બંધ કરાયો છે.