ETV Bharat / city

કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારી મામલે ક્રાઇમ બ્રાન્ચે કર્યા વધુ ખુલાસા - South Africa

બેંગ્લોરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ગુજરાતમાં લવાયેલા રવિ પુજારીની રહેણીકરણી અને વિચારસરણી કોઇ ઉદ્યોગપતિને પણ શરમાવે તેવી છે. રવિ પુજારી સાઉથ આફ્રિકામાં પોતાના પરિવાર સાથે સેટલ થઇ ચુક્યો હતો. ત્યારે તે સાઉથ આફ્રિકામાં નામ બદલીને માત્ર રહેતો હતો પરંતુ ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ ચલાવતો હતો. પરિવારમાં પત્ની, માતા અને બે બાળકોનો સમાવેશ થાય છે.

police
કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારી મામલે ક્રાઇમ બ્રાન્ચે કર્યા વધુ ખુલાસા
author img

By

Published : Jul 25, 2021, 6:51 AM IST

  • પોતાના દીકરાઓને રાખ્યા અંધારીઆલમથી દુર
  • હનુમાન ચાલીસા અને પુજાપાઠ પાઠ કરીને જ દિવસની શરૂઆત કરતો
  • છેલ્લા 5 વર્ષથી તે અંધારી આલમ છોડી ચુક્યો હોવાનું જણાવ્યું

અમદાવાદ: ગુજરાતમાં અનેક નેતા-ઉદ્યોગપતિઓથી માંડીને ગુજરાતમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલને પણ રવિ પુજારી ધમકી આપી ચુક્યો છે. આ ઉપરાંત અમુલના એમડીને પણ ધમકી આપી ચુક્યો છે. આ ઉપરાંત બોલિવુડમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને હાલમાં વિવાદોમાં રહેલા રાજ કુન્દ્રાને પણ ધમકી આપી ચુક્યો છે. જો કે તેણે પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી તે અંધારી આલમ છોડી ચુક્યો છે. દીકરો સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે. પોતાના બંન્ને બાળકોને અંધારીઆલમથી દુર ખુબ જ અભ્યાસ કરવા માટે પ્રેરિત કરતો હતો. પોતે પણ ખુબ જ ધાર્મિક વૃતિનો છે. રોજે હનુમાન ચાલીસા અને પુજાપાઠ પાઠ કરીને જ દિવસની શરૂઆત કરે છે. આ ઉપરાંત કપડાનો ખુબ જ શોખીન છે.

આ પણ વાંચો : Vadodara PI wife case : સ્વીટી પટેલ કેસનો 51 દિવસે ઉકેલાયો ભેદ, PI પતિ જ નીકળ્યો હત્યારો

હોટલનો બિઝનેસ

રવિ પુજારીએ સાઉથ આફ્રિકામાં પોતાના બિઝનેસ શરૂ કર્યો હતો. તેણે સાઉથ આફ્રિકામાં પોતાની હોટલ ચાલુ કરી તેની ફ્રેન્ચાઇજી તો તે આપતો હતો. જો કોઇ રવિ પુજારીના નામ ખંડણી માંગવા ઇચ્છતું હોય તો તે પોતાના નામની પણ ફ્રેન્ચાઇજી આપતો હતો જેના માટે તે કેટલીક ચોક્કસ રકમ લેતો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાઉથ આફ્રિકામાં નમસ્તે ઇન્ડિયા નામની હોટલ ચલાવતો રવિ પુજારી પોતાના બિઝનેસ સેટ કરી સેટલ થયો હતો. રવિ પુજારી બિઝનેસમેન હોય તે પ્રકારે સમગ્ર આયોજન કર્યું હતું.

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારી મામલે ક્રાઇમ બ્રાન્ચે કર્યા વધુ ખુલાસા

આ પણ વાંચો : Tokyo Olympics Day 3 : 25 જુલાઈએ 7 રમતો માટે મેદાને ઉતરશે ભારત, આ છે મેડલના પ્રબળ દાવેદાર...

ડ્ગ્સનો વેપાર

જ્યારે છોટા રાજન સાથે સંબંધો બગડ્યા બાદ છોટા શકીલ સાથે મળીને પણ થોડો સમય કામ કર્યું હતું. પોતે બહાર કરતા જેલમાં સલામત હોવાનું લાગતા ધરપકડ વહોરી હતી. રવિ પુજારીની ઉચ્ચ આઇપીએસ અધિકારી સતત પુછપરછ કરી રહ્યા છે. પોતે ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલો નહી હોવાનું સતત રટણ કરી રહ્યો છે. જો કે ક્રાઇમબ્રાંચમાં તેને નીચે બેસાડાતા ગભરાઇ ગયો હતો અને અન્ય જગ્યાએ તેને બેસવા માટે બાકડો અપાયાનું કહ્યું હતું. રિકવેસ્ટ સાથે તેને ખુરશી કે બાકડો આપવામાં આવે તેવી અપીલ કરી હતી. પોલીસ હાલ તો સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.