ETV Bharat / city

કોરોનાની સાથે-સાથે ફળોના ભાવમાં પણ થયો વધારો - ફળ ન્યૂઝ

કોરોનાની સાથોસાથ હવે વિટામીન Cના ફળોના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે, જ્યારે કોરોના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે દવાઓની સાથે-સાથે ફળોનું સેવન કરવું પણ એટલું જ મહત્વનું છે, પરંતુ જે પ્રમાણે ફળોના ભાવમાં વધારો થઈ રહ્યો છે, તેને જોતા હાલ લાગી રહ્યું છે કે, ફળોની ખરીદી આમ જનતાના બજેટથી બહાર જઈ શકે છે.

ફળોના ભાવમાં થયો વધારો
ફળોના ભાવમાં થયો વધારો
author img

By

Published : Apr 10, 2021, 4:36 PM IST

  • ફળોના ભાવમાં થયો વધારો
  • ખાટાં ફળોના ભાવમાં વધારો
  • ખાટા ફળોમાં વિટામિન C હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે

અમદાવાદ: વિટામિન Cના સ્ત્રોત કહેવાતા ખાટાં ફળોના ભાવમાં સતત વધારો થઈ જતાં આમ જનતાના બજેટ ઉપર અસર પડી રહી છે. અગાઉ જે સંતરા 100 રૂપિયાના 5 કિલો મળતા હતા. તે આજે 120 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. આ ઉપરાંત કીવી કે જે પહેલા 7 રૂપિયાથી 10 રૂપિયા પ્રતિ નંગ વેચાતી હતી. તેનો ભાવ આજે 27 રૂપિયા પ્રતિ નંગ છે. મોસંબીના ભાવમાં પણ વધારો થતાં 140 રૂપિયા, જ્યારે સફરજન 200 રૂપિયા કિલો મળી રહ્યા છે. દાડમ કે જે અગાઉ 50થી 80 રૂપિયા કિલોના ભાવે વેચાતી હતી, તેના ભાવમાં વધારો થઈ આજે 150 રૂપિયા કિલો વેચાઇ રહી છે.

ખાટા ફળોમાં વિટામિન C હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે

આ પણ વાંચો: સુરતના લોકોને નથી રહ્યો કોરોનાનો ડર, કન્ટેન્ટમેન્ટ વિસ્તારના લોકો ખરીદી રહ્યા છે ફળ અને આઈસ્ક્રીમ

કોરોનાના લક્ષણો સતત બદલાઈ રહ્યા છે

કોરોનાના વધતા કેસોની સંખ્યા જોઈ ETV ભારતે ઘાટલોડીયા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. સીમા સાથે વાત કરી જાણવાનો પ્રયાસ કર્યો કે, કોરોનાના લક્ષણો શું છે? અને તેની સામે કંઈ રીતે રાહત મેળવી શકાય? ડો. સીમાએ જણાવ્યું કે, હાલ કફ અને શરદી મુખ્ય લક્ષણો છે. એન્ટીજન ટેસ્ટ કરાવ્યા બાદ જો રિપોર્ટ નેગેટિવ આવે અને લક્ષણો હોય તો અમે RT-PCR કરાવવાની સલાહ આપીએ છીએ.

આ પણ વાંચો: રોગ પ્રતિકારકશક્તિ વધારતું આકોલનું ફળ, ખનીજ અને વિટામિન સ્ત્રોત ધરાવતું ગીરમાં મળતું ફળ

ખાટા ફળો અને હળદરના સેવનથી લાભ

ડો. સીમાનું કહેવું છે કે, વિટામિન Cના સેવન અને હળદરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરથી પણ કોરોના પોઝિટિવ આવતા દર્દીઓને દવા આપવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.