- Gold સસ્તા ભાવે ખરીદવાની તક
- પ્રતિગ્રામ રુપિયા 50ની વધારાની છૂટ
- એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 4757
મુંબઈ : આ વખતે સરકારી સૂવર્ણ બોન્ડ યોજના 2021-22 માટે ઈશ્યૂ પ્રાઈઝ 4807 રૂપિયા પ્રતિગ્રામ રાખવામાં આવી છે. જો આપ સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond)ની ચુકવણી ઓનલાઈન અથવા ડિજિટલ તરીકે કરી શકો છો, તો તમને કિમતમાં રૂપિયા 50ની પ્રતિગ્રામ વધારાની છૂટ આપવામાં આવશે. આવા રોકાણકારો માટે એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 4757 હશે.
સોવરેન ગોલ્ડ બોન્ડ અંગે જાણકારી
વર્ષ 2015માં સોવરેન ગોલ્ડ બોન્ડ ((Sovereign Gold Bond))માં રોકાણનો વિકલ્પ અપાયો હતો, તે રીર્ઝવ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India) જાહેર કરે છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછું એક ગ્રામ સોનાની ખરીદી કરી શકાય છે. રોકાણકારો ઓનલાઈન અથવા રોકડથી પણ ખરીદી શકે છે. તેના મૂલ્યની બરાબર કિમતના સોવરેન ગોલ્ડ બોન્ડ ઈશ્યૂ કરી દેવાય છે. તેનો મેચ્યોરિટી પીરિયડ આઠ વર્ષ હોય છે, પણ પાંચ વર્ષ પછી તેમાંથી રોકાણ પાછું ખેંચવા માંગતા હોય તો બહાર નીકળવાનો વિકલ્પ છે. ફિઝિકલી સોનું ખરીદવાનું ઓછું થાય તેના માટે સરકારે આ યોજના લાગુ કરી છે.
આ પણ વાંચો : Share Market Updates: સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 269 પોઈન્ટ વધ્યો
ગોલ્ડ બોન્ડના ફાયદા
જો ફાયદાની વાત કરીએ તો સોવરેન ગોલ્ડ બોન્ડમાં વાર્ષિક 2.5 ટકા વ્યાજ પણ મળે છે. ગોલ્ડ બોન્ડમાં એક ગ્રામ સોનામાં રોકાણ કરી શકાય છે અને વધુમાં વધુ 4 કિલોગ્રામ સુધી રોકાણ કરી શકાય છે. જ્યારે એચયુએફ માટે 4 કિલોગ્રામ અને ટ્રસ્ટ માટે આ મર્યાદા 20 કિલોગ્રામ છે. વીતેલા કેટલાક વર્ષોમાં લોકો સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવા તરફ વલણ વધી રહ્યું છે.
ગોલ્ડ બોન્ડનો હેતુ શું?
સોવરેન ગોલ્ડ બોન્ડનો હેતુ એ છે કે ભૌતિક રૂપમાં સોનાની માગમાં ઘટાડો થાય. લોકો જ્વેલરી જગ્યાએ ગોલ્ડ બોન્ડ ખરીદે. ફિઝિકલી ગોલ્ડની સામે ગોલ્ડ બોન્ડને સાચવવું વધુ સરળ અને સલામત છે. સરકારી ગોલ્ડ બોન્ડની કિમત બજારમાં ચાલી રહેલા ભાવ કરતાં ઓછી છે.
કોઈ છેતરપિંડી નહીં
ગોલ્ડ બોન્ડમાં કોઈપણ પ્રકારની છેતરપિંડી અને અશુદ્ધતાની સંભાવના હોતી નથી. આ બોન્ડ 8 વર્ષ પછી મેચ્યોર થાય છે. એટલે કે 8 વર્ષ પછી તેમાંથી રોકાણ પાછુ ખેંચી શકાય છે. એટલું નહી પાંચ વર્ષ પછી આપ રોકાણ પાછુ ખેંચી શકો તેવો વિકલ્પ પણ હોય છે.
આ પણ વાંચો : પગારમાં ઘટાડાને કારણે સુરતના રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ
સોનાના ભાવ વધે તેમ ફાયદો
જે રીતે સોનાના ભાવમાં વધારો થાય છે, તેવી જ રીતે ગોલ્ડ બોન્ડ રોકાણકારોને તેનો ફાયદો મળે છે. આ બોન્ડ પેપર અને ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં હોય છે. જેથી આપને ફિઝિકલ ગોલ્ડની જેમ લોકરમાં રાખવાના ખર્ચમાં મુક્તિ મળે છે. આ ગોલ્ડ બોન્ડનું વેચાણ બેંકો, પોસ્ટઓફિસ, એનએસઈ અને બીએસઈ ઉપરાંત સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા થાય છે.
રોકાણ પર 2.50 ટકા વ્યાજ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં પ્રારંભિક રોકાણની રકમ પર પ્રતિવર્ષ 2.50 ટકા વ્યાજનો દર અપાય છે. વ્યાજ રોકાણકારના બેંક ખાતામાં અર્ધવાર્ષિક ધોરણે જામ કરવામાં આવે છે. સોવરેન ગોલ્ડ બોન્ડ પર ટીડીએસ લાગુ નથી. સોવરેન ગોલ્ડ બોન્ડ પાકી જાય ત્યારે તેની રકમ ભારતીય રૂપિયામાં ચૂકવાય છે. આ પૈસા સીધા રોકાણકારના બેંક ખાતામાં જમા કરી દેવાય છે. જો સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારનું મૃત્યુ થાય તો આરબીઆઈના નિયમ અનુસાર બોન્ડ માટે નોમિનેટ કરેલ વ્યક્તિ પોતાના દાવાની સાથે કાર્યાલય પર સંપર્ક કરી શકે છે.