ETV Bharat / city

અમદાવાદમાં મની ટ્રાન્સફરના કામની લાલચ આપી દિલ્હીના શખ્સે છેતરપીંડી આચરી - સાયબર ક્રાઇમ

રાજ્યમાં છેતરપીંડીના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સામાં મની ટ્રાન્સફર પોર્ટલ પર મની ટ્રાન્સફરનું કામ આપવાની લાલચ આપી છેતરપીંડી આચરી હતી. પોલીસે આરોપીની દિલ્હી ખાતેથી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદમાં મની ટ્રાન્સફરનું કામ આપવાની લાલચ આપીને છેતરપીંડી

author img

By

Published : Feb 15, 2021, 6:17 PM IST

  • સાયબર ક્રાઇમને વધુ એક સફળતા મળી
  • મની ટ્રાન્સફરનું કામ કરવાની લાલચ આપીને છેતરપીંડી કરતા આરોપીની ધરપકડ
  • CASHA PAYME નામનું પોર્ટલ બનાવીને છેતરપીંડી આચરી હતી

અમદાવાદ: રાજ્યમાં છેતરપીંડીના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે વધુ એક છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મની ટ્રાન્સફરના પોર્ટલ પર મની ટ્રાન્સફરનું કામ આપવાની લાલચ આપીને છેતરપીંડી આચરવામાં આવી હતી. પોલીસે આરોપીની દિલ્હી ખાતેથી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

આરોપી પ્રિન્સ ઉર્ફે દિપકની સાયબર ક્રાઇમની ટીમે દિલ્હી ખાતેથી ધરપકડ કરી

આ મામલે આરોપી પ્રિન્સ ઉર્ફે દિપકની સાયબર ક્રાઇમની ટીમે દિલ્હી ખાતેથી ધરપકડ કરી હતી. જેમાં આરોપી CASHA PAYME નામના પોર્ટલમાં મની ટ્રાન્સફર કરવાનું સમજાવીને છેતરપીંડી આચરતો હતો. આરોપી લોકોને આ પોર્ટલમાં કામ કરવાથી વધારે રૂપિયા મળે છે એવું કહીને લાલચ આપતો હતો. ત્યારે ફરિયાદના આધારે બાતમી ગોઠવીને પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.

અમદાવાદમાં મની ટ્રાન્સફરનું કામ આપવાની લાલચ આપીને છેતરપીંડી

પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી

આ મામલે કેટલા લોકો પાસે, કુલ કેટલી રકમ અને કેવી રીતે લોકો પાસેથી પૈસા પડાવતો હતો તે દિશમાં વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી લોભામણી લાલચ આપીને લોકોને છેતરતો હતો. ત્યારે પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.