- શ્રેય હોસ્પિટલ આગ મામલે પૂર્વ જસ્ટિસ કરી રહ્યાં છે તપાસ
- પૂર્વ જસ્ટિસ પૂંજની તબિયત નાદુરસ્ત હોવાથી આજની મુલાકાત મુલતવી રહી
- હોસ્પિટલની આગની ઘટનામાં આઠ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો
- ઓગસ્ટ મહિનામાં બની હતી આગની દુર્ઘટના
- તપાસ કમિટીની મુદત લંબાવાઈ છે
અમદાવાદઃ મહત્વનું છે કે, આજે જસ્ટિસ કે એ પૂંજ પોતાની કમિટી સહિત હોસ્પિટલની તપાસ માટે આવવાના હતાં. પરંતુ તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે આજની મુલાકાત લઇ શક્યાં ન હતાં. મહત્વનું છે કે, રાજ્ય સરકારે તપાસ પંચની મુદ્દત આગામી છ મહિના સુધી લંબાવી દેવામાં આવી છે. પૂંજની અધ્યક્ષતાવાળી કમિટી આજે સ્થળ તપાસ કરવા માટે આવવાની હતી. પરંતુ પૂર્વ જસ્ટિસની નાદુરસ્તી કારણે આજે મુલાકાત રદ કરવામાં આવી છે.
- શું હતી શ્રેય હોસ્પિટલની સમગ્ર ઘટના
કોવિડ હોસ્પિટલ જાહેર કરેલી શ્રેય હોસ્પિટલમાં ઓગસ્ટ મહિનાની 6 તારીખે આગ લાગી હતી અને તે આગમાં આઠ જેટલા દર્દીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાના ત્રણ દિવસમાં જ કમિટીએ રિપોર્ટ સોંપ્યો હતો. મુખ્યપ્રધાન રૂપાણીએ શ્રેય હોસ્પિટલની આગની દુર્ઘટના બાબતે રચેલી કમિટીને પોતાનો અહેવાલ તૈયાર કરી અને સરકારને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેને પગલે અધિકારીઓને આ મુદ્દે સમગ્ર તપાસ સોંપવામાં આવી હતી. મહત્વનું છે કે, અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાથી દરેક તપાસ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ મુકેશ પુરીની નિયુક્તિ કરવામાં આવી હતી. તેમની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મોડી રાત્રે હોસ્પિટલમાં લાગેલી આગ દરમિયાન આગના સાધનો ચલાવવાનો કોઈ જ અનુભવ નહોતો જેના કારણે આગ પ્રસરી હતી.
- મૃતકના પરિવારને આપવામાં આવી હતી સહાય
આગની ઘટનામાં મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓના પરિવારને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ચાર-ચાર લાખની આર્થિક સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ આગમાં ગંભીર રીતે દાઝેલા અને ઘવાયેલા તમામ માટે 50 હજારની રોકડ સહાય સાથે જ પૂરતી વ્યવસ્થિત સારવાર મળી રહે તે માટેનું પણ સૂચન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આગની ઘટનાની ઝીણવટભરી તપાસ માટે કમિશન દ્વારા ઇન્કવાયરી એકટ હેઠળ હાઇકોર્ટના જજ નિવૃત જજ કે એ પૂંજના અધ્યક્ષસ્થાને તપાસ પંચની રચના કરાઇ હતી અને ઘટનાના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ પણ કરાઈ છે.