ETV Bharat / city

પાકિસ્તાનમાં બંધ ગુજરાતી માછીમારો અંગે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ સરકાર પર કર્યા પ્રહાર - Pakistani prison

ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગપ્રધાને પત્ર લખી પાકિસ્તાન જેલમાં બંધ ગુજરાતી માછીમારો વહેલી તકે મુક્ત કરાવવા પ્રયત્ન કરવા વિનંતી કરવામાં આવી છે. તો પાકિસ્તાનમાં બંધ માછીમારો અંગે થઈ ભાજપ સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા છે.

bjp
પાકિસ્તાનમાં બંધ ગુજરાતી માછીમારો અંગે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ સરકાર પર કર્યા પ્રહાર
author img

By

Published : Aug 18, 2021, 8:06 AM IST

  • કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના મત્સ્ય ઉદ્યોગને લખ્યો પત્ર
  • પાકિસ્તાનની જેલોમાં બંધ ગુજરાતી માછીમારોને મુક્ત કરાવવા સરકારે કોઈ જ પ્રયત્ન નથી કર્યા - મોઢવાડીયા
  • 558 જેટલા ગુજરાતી માછીમારો પાકિસ્તાનની જેલોમાં બંધ

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના મત્સ્ય ઉદ્યોગપ્રધાન જવાહર ચાવડાને પત્ર લખી પાકિસ્તાનની જેલોમાં બંધ ગુજરાતના માછીમાર ભાઈઓને મુક્ત કરાવવા માટે સક્રિય પ્રયાસો કરવા વિનંતી કરી છે. તેમજ પાકિસ્તાનની જેલોમાં બંધ માછીમાર ભાઈના પરિવારો માટે આર્થિક સહાય પેકેજ ફરીથી શરુ કરાવા અને બોટ ગુમાવનાર બોટ માલીકો નવી બોટ ખરીદી માટે સહાય આપવા વિનંતી પત્રમાં કરવામાં આવી છે.

ગુજરાતના 558 માછીમારો પાકિસ્તાનની અલગ અલગ જેલમાં કેદ

અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતના 558 માછીમારો પાકિસ્તાનની અલગ અલગ જેલમાં છે. પહેલા કોન્સુલેટ એક્સેસ પછી અરસપરસના ધોરણે સમયાંતરે ખાસ કરીને દર વર્ષે 15 ઓગસ્ટના દિવસે સરકાર દ્વારા ભારતીય માછીમારોને પાકિસ્તાની કેદમાંથી મુક્ત કરી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હતી. પરંતુ વર્તમાન ભાજપ સરકાર દ્વારા આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહેલ નથી. પરિણામે ગુજરાતના માછીમારો પાકિસ્તાનની જેલોમાં લાંબા સમયથી બંધ છે. તેમજ તેમના પરિવારજનો અહીં કોઈ આવક વગર વિકટ પરિસ્થિતીમાં જિવન નિર્વાહ કરી રહ્યાં છે.

bjp
પાકિસ્તાનમાં બંધ ગુજરાતી માછીમારો અંગે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ સરકાર પર કર્યા પ્રહાર

આ પણ વાંચો : ડરાવી, લાલચ આપી લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવનારાઓને જ કાયદાથી ડરવાની જરૂર : એડવોકેટ જનરલ

ગુજરાતના માછીમારોને નથી મળી રહી કોઈ સહાય - મોઢવાડીયા

મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે વર્ષ 2008માં ગુજરાતના માછીમાર આગેવાનોને સાથે રાખીને તત્કાલીન વડાપ્રધાન ડો.મનમોહનસિંહ અને કેન્દ્રીય નેતૃત્વને રજૂઆત કરતા કોંગ્રેસ સરકારે પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલ માછીમારોના પરિવારજનો અને બોટ માલીકો માટે એક ખાસ પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાં બોટ ગુમાવનાર માલીકો માટે નવી બોટ બાંધવા ₹11.25 લાખની સબસીડી, તેમજ બેંકમાંથી 8.75 લાખ રૂપિયા સુધીની સરળ લોન સહીતના ₹20 લાખના પેકેજ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે પાકિસ્તાનની કેદમાં રહેલ માછીમારોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય અને પાકીસ્તાનની કેદમાં રહે ત્યાં સુધી દૈનિક 100 રુપિયાના ભથ્થું મંજુર કરાયું હતું. પરંતુ કમનસીબે કેન્દ્રમાં ભાજપ સરકાર બન્યા બાદ માછીમાર પરિવારો અને બોટ માલિકો માટેના આ રાહત પેકેજને બંધ કરી દેવામાં આવ્યુ છે. પાકીસ્તાની વિવિધ જેલોમાં આજે ગુજરાતનાં 558 માછીમારો બંધ છે, તેમ છતાં ના તેમને છોડાવવા કોઈ પ્રયન્ત થઈ રહ્યા છે કે ના તેમના પરિવારજનોને કોઈ આર્થિક મદદ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : દોઢ વર્ષમાં પ્રથમ વખત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી ન હોવાથી કોરોના વોર્ડ કરાયો બંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.