- સતત બીજા વર્ષે સોની બજાર અખાત્રીજમાં રહેશે બંધ
- દર વર્ષે 250થી 300 કિલો અખાત્રીજના દિવસે સોનાનું થાય છે વેચાણ
- આ વર્ષે લોકો ઓનલાઇન ગોલ્ડ ખરીદી કરે તેવી શક્યતા
અમદાવાદઃ અખાત્રીજના દિવસે હિન્દુ સંસ્કૃતિમાં સોનાની ખરીદી કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા મીની લોકાડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં જ્વેલર્સ અને સોની બજાર બંધ છે. ગત વર્ષે પણ કોરોનાની મહામારીમાં અખાત્રીજના સમયે લોકડાઉન હોવાથી દુકાનો બંધ હતી, ત્યારે આ વર્ષે પણ મીની લોકડાઉનને લઇને દુકાનો બંધ હોવાથી જ્વેલર્સના વેપારીઓને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : સુરત પોલીસે હીરાબજાર અને આંગડિયા પેઢીના વિસ્તારોમાં વધાર્યું ફૂટ પેટ્રોલિંગ
છેલ્લા દોઢ મહિનાથી જ્વેલર્સ અને સોની બજારની દુકાનો બંધ
કોરોનાની બીજી લહેરમાં પણ છેલ્લા દોઢ મહિનાથી જ્વેલર્સ અને સોની બજારની દુકાનો બંધ છે. જેને લઇને જવેલર્સના વેપારીઓને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે સરકાર પાસે એવી પણ માંગણી કરવામાં આવી રહી છે કે, લોકડાઉનમાં રાહત આપવામાં આવે તો, વેપારી ધંધાઓ ફરીથી શરૂ થાય.
આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં કોરોનાની ચેઇન તોડવા પોલીસ બની સતર્ક
વર્ષનો 20 ટકા બિઝનેસ એપ્રિલ અને મે મહિનામાં થાય છે - જીગર સોની
"અખાત્રીજના દિવસે અમદાવાદમાં આવેલા જ્વેલર્સના શો- રૂમ બંધ રહેશે. વર્ષનો 20 ટકા બિઝનેસ એપ્રિલ અને મે મહિનામાં થાય છે. મીની લોકડાઉનમાં સપોર્ટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વર્ષે પણ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. અખાત્રીજમાં 250થી 300 કિલો સોનાનું કામ થાય છે. એક્સપોર્ટનું પણ કામ કરવામાં આવે છે. આ વર્ષે ઓર્ડર પણ આવ્યા નથી, જેથી મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે."- જીગર સોની
સરકારને એ પણ રજૂઆત કરીશું કે, ટેક્સમાં પણ રાહત આપવામાં આવે."- જીગર સોની
"ડિઝીટલ ગોલ્ડમાં લોકો રોકાણ કરી રહ્યા છે, પરંતુ ફિઝીકલ ગોલ્ડની વેલ્યુ તે લઇ શક્યુ નથી. તેથી લોકો ફિઝીકલ ગોલ્ડમાં રોકાણ વધારે કરી રહ્યા છે. લગ્નમાં પણ જે લોકોએ ઘરેણાં બુક કરાવ્યા હતા તે પણ નથી લઇ જઇ રહ્યા. મીની લોકડાઉનમાં જો રાહત મળે તો ગ્રાહકને પણ ઘરેણા ડિલીવરી કરી શકીએ. સરકારને એ પણ રજૂઆત કરીશું કે, જે ટેક્સ છે, તેમાં પણ રાહત આપવામાં આવે."- જીગર સોની