અમદાવાદઃ અખાત્રીજના દિવસે આ યાત્રા યોજવામાં આવે છે. જોકે, આ વખતે ચંદન યાત્રા સાદાઈથી યોજવામાં આવશે. લોકડાઉન અને કોરોના કેર વચ્ચે 26 મેં ના રોજ યોજનારી ચંદનયાત્રામાં માત્ર પુજારી અને દિલીપદાસજી મહારાજ જોડાશે. દર વર્ષે અખાત્રીજના દિવસે જગન્નાથ મંદિર દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભગવાનના રથનું પૂજન કરવામાં આવે છે ચંદન કરવામાં આવે છે. આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેતાં હોય છે, પરંતુ આ વખતે તે સાદાઈથી યોજવામાં આવશે. ફક્ત પાંચ જણ જ હાજર રહેશે.

અષાઢી બીજે યોજાતી જગન્નાથ યાત્રાનું પ્રથમ ચરણ હોય છે ચંદન યાત્રા. આ ચંદન યાત્રા બાદ રથોના સમારકામની કામગીરી કરવામાં આવે છે.ઇતિહાસમાં સૌપ્રથમ વખત જગન્નાથ મંદિરની સુપ્રસિદ્ધ ચંદન યાત્રા નહીં યોજાય. આગામી 26મી મેના રોજ યોજાનારી ચંદનયાત્રામાં આ વર્ષે કોરોનાના સંકટને કારણે માત્ર પૂજારી તેમજ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત ગણતરીના લોકો જ જોડાશે.