ETV Bharat / city

અમદાવાદમાં પ્રથમ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો, આરોપીની ધરપકડ

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં યુવતીને લલચાવી, ફોસલાવી ધર્મ પરિવર્તન કરવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે અરજીના આધારે તપાસ કરી લવ જેહાદના નવા કાયદા મુજબ જિલ્લાનો પહેલો ગુનો દાખલ કર્યો છે. આ બાબતે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદમાં પ્રથમ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો

author img

By

Published : Jun 27, 2021, 7:12 PM IST

  • અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો
  • લિવ-ઇનમાં રહ્યા બાદ ધર્મ અંગીકાર કરાવવાની વાત કરી હતી યુવકે
  • ધર્મ સ્વતંત્રતા અધિનિયમ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ

અમદાવાદ: સરખેજ વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવકને તેના સંપર્કમાં આવેલી યુવતી સાથે પ્રેમ થઈ ગયો. પરિણીત યુવક અને યુવતીના સુવાળા સંબંધો ધીરે ધીરે વધવા લાગ્યા હતા. આ બાદ યુવક યુનતીને લલચાવી ફોસલાવી યુવતીને ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવા માટે ભગાડીને લઈ ગયો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થઈ ત્યારે યુવતીના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ, યુવતીના માતા-પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં પરિણીત યુવકની માહિતી મેળવી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા યુવક અને યુવતી રાજસ્થાનથી ઝડપાઈ ગયા હતા.

અમદાવાદમાં પ્રથમ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો

આ પણ વાંચો: Love Jihad Case: પરણિતાને હેરાન કરતો હતો વિધર્મી યુવક

યુવક યુવતીએ લિવ-ઇન રિલેશનનો કર્યો હતો કરાર

સરખેજ પોલીસે યુવક સામે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ અને ધમકી આપવા બાબતનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. સરખેજમાં રહેતો પરિણીત યુવક યુવતીને લલચાવી ફોસલાવીને ઉદેપુર લઈ ગયો હતો. ઉદયપુરના એડવોકેટની ઓફિસમાં લિવ-ઇન રિલેશનનો કરાર તૈયાર કરાવી યુવક નિકાહની તૈયારી કરતો હતો. આ દરમિયાન, પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. યુવકની ધરપકડ બાદ બહાર આવ્યું કે યુવક લિવ-ઇન રિલેશનના કાગળો તૈયાર કરાયા બાદ યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હતો. પોલીસ પૂછપરછમાં યુવતી દ્વારા સમગ્ર હકીકતનો ખુલાસો થતાં પોલીસે લવ જેહાદના ગુનામાં પરિણીત યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યાં બાદ વાપીમાં નોંધાયો કિસ્સો

અમદાવાદનો પ્રથમ કિસ્સો પોલીસે નોંધ્યો

અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ મુજબનો ગુનો સરખેજ પોલીસે દાખલ કર્યો છે. આ બાદ, લવ જેહાદમાં સંડોવાયેલા પરિણીત યુવકની ધરપકડ કરી પોલીસે યુવતીનો આબાદ બચાવ કર્યો છે. આ સાથે જ જનતાને મેસેજ આપ્યો છે કે લવ જેહાદના આવા કોઈ પણ કિસ્સા પોલીસ સામે આવશે તો તેમની સામે નવા કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.