ETV Bharat / city

યુવાનોને રોજગાર, CMએ નિમણૂક પત્રો-એપ્રેન્ટિસશિપ કરાર પત્રો કર્યા એનાયત - રીન્યુએબલ એનર્જીનું ઉત્પાદન

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે (First Day of Navratri 2022) ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યુવાનોને રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.  ગ્રીન ઝોન, ઇલેકટ્રોનીક્સ, ડ્રોન અને લોજીસ્ટીક્સ જેવા 51 ન્યુ એજ કોર્સ શરૂ કરીને ગુજરાતના યુવાનોને સ્કીલ્ડ વર્કફોર્સ બનાવવાની દિશામાં સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યપ્રધાને પદભાર સંભાળતા જ વર્ષમાં વધુ યુવાનોને રોજગારી આપવાનો સંકલ્પ (Providing Employment Opportunity to youth ) કર્યો હતો તે પરિપૂર્ણ થયો છે

નવરાત્રીના પહેલાં નોરતે લાખો યુવાનોને રોજગાર, મુખ્યપ્રધાને નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરાર પત્રો કર્યા એનાયત

author img

By

Published : Sep 26, 2022, 7:50 PM IST

Updated : Sep 26, 2022, 11:04 PM IST

અમદાવાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે (First Day of Navratri 2022 ) રાજ્યના 1.49 લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા. રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે 1.49 લાખ યુવાઓને રોજગાર અવસર (Employment opportunities for youth in Gujarat) આપવાની આ ઐતિહાસિક ગૌરવ ઘટના છે એમ તેમણે ઉમેર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકરૂપે 17 જેટલા યુવાઓને પત્રો આપ્યા હતા. સમગ્ર રાજ્યના 33 જિલ્લા અને 7 મહાનગરપાલિકાઓમાં આયોજિત રોજગાર પત્ર વિતરણ (Providing Employment Opportunity to youth ) કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ સહભાગી થયા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પદભાર સંભાળતા જ વર્ષમાં એક લાખથી વધુ યુવાનોને રોજગારી આપવાનો જે સંકલ્પ લીધો હતો તે આજે પરિપૂર્ણ થઈ રહ્યો છે‌.

ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન મુખ્યપ્રધાને આ પ્રસંગે સ્પષ્ટ પણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રોપેલા વિકાસના મજબૂત પાયાના પરિણામે જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. યુવાનોની પ્રતિભા થકી દેશનો વિકાસ કરવા ટેલેન્ટ પૂલ અતિ મહત્વનું છે તેના માટે રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓના સહયોગથી રાજ્યમાં કાર્યરત 600 જેટલી ITIમાં 2.17 લાખ વિદ્યાર્થીઓને 125 જેટલા કોર્સના અભ્યાસથી સ્કીલ્ડ વર્કફોર્સ બનાવવામાં આવી રહ્યા છે. તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર 1.49 લાખ યુવાઓને રોજગાર

ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ મુખ્યપ્રધાને એપ્રેન્ટીસ યોજના (Gujarat Apprentice Scheme ) અંતર્ગત ચાર વર્ષમાં એક લાખથી વધુ યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી અને ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ દ્વારા યુવાનોની પ્રતિભાને ઉજાગર કરવામાં આવી રહી છે તેની ભૂમિકા તેમણે આપી હતી. રાજ્ય સરકારે ગ્રીન ઝોન, ઇલેક્ટ્રોનીક્સ, ડ્રોન, લોજીસ્ટીક્સ જેવા 51 ન્યુ એજ કોર્ષ શરૂ કરીને યુવાનોને સ્કીલ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીમાં ડ્રોન કોષ શરૂ કરીને ત્રણ વર્ષમાં વીસ હજાર જેટલા યુવાનોને ડ્રોન બનાવવા, ડ્રોન રીપેર કરવા અને ડ્રોન ઉડાવવાની તાલીમ (Drone repair and flying training) આપવામાં આવશે તેનો પણ મુખ્યપ્રધાને વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

રીન્યુએબલ એનર્જીનું ઉત્પાદન ગુજરાત નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં દરેક ક્ષેત્રે મજબૂત વિકાસનો પર્યાય બન્યું છે. ગુજરાતે બે દાયકામાં વિકાસના દરેક ક્ષેત્રમાં, દરેક એકમોમાં હરણફાળ ભરી છે, એમ તેમણે રાજ્યની સર્વગ્રાહી વિકાસની છણાવટ કરતા કહ્યું હતું. તેમણે ઉમેર્યુ કે, બે દાયકા પહેલાં રાજ્યમાં ઉર્જા ક્ષેત્રે 99 મેગા વોટ રીન્યુએબલ એનર્જીનું ઉત્પાદન (Renewable energy Production ) થતું હતું. જે આજે 16,588 મેગાવોટે પહોંચ્યું છે, તેમજ 8750 મેગાવોટ વીજ ઉત્પાદન આજે 40,138 મેગાવોટ પર પહોંચ્યું છે.

2.74 લાખ MSME ઉદ્યોગો તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતની જીવાદોરી નર્મદાના માત્ર 26 ટકા પાણીનો ઉપયોગ થતો હતો. જે આજે 94.86 ટકાએ પહોંચ્યો છે. જળ શુદ્ધિકરણના 810 MLDની ક્ષમતા આજે 3368 MLDA પહોંચી છે. બે દાયકા અગાઉ રાજ્યમાં 2.74 લાખ MSME ઉદ્યોગો હતા. જેની સંખ્યા આજે 8.66 લાખ થઈ છે. કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને આત્મનિર્ભર બનવાનો જે કોલ આપ્યો હતો. તેના જ પરિણામે ગણતરીના મહિનામાં સ્વદેશી વેક્સિન બનાવીને દેશના વૈજ્ઞાનિકોએ સમગ્ર દેશને કોરોના મહામારીથી સુરક્ષિત કર્યો છે.

યુવાનોને રોજગારી આપવાનો જે સંકલ્પ મુખ્યપ્રધાને રોજગાર પત્રો મેળવનાર યુવાઓને ઉજ્જવળ શુભેચ્છાઓ પાઠવતાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર કરવા પણ પ્રેરણા આપી હતી. રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્માએ ગૌરવભેર જણાવ્યું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પદભાર સંભાળતા જ વર્ષમાં એક લાખથી વધુ યુવાનોને રોજગારી આપવાનો જે સંકલ્પ લીધો હતો તે આજે પરિપૂર્ણ થઈ રહ્યો છે‌.

મોટી સંખ્યામાં રોજગાર મેળવનાર યુવક યુવતીઓ ઉપસ્થિત નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં આરંભેલા વાઇબ્રન્ટ વિકાસના પરિણામે ગુજરાત મેન્યુફેકચરીંગ ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભર બન્યું છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્ય સચિવ પંકજકુમાર, શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, મોટી સંખ્યામાં રોજગાર મેળવનાર યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Sep 26, 2022, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.