- કાયદાનું પાલન ન થયું હોય તેવા તમામની માહિતી આપવા કહ્યું
- તાત્કાલિક અને સઘન કાર્યવાહી કરવાનો આદેશ
- રાજ્યની ઘણી ઇમારતો પાસે ફાયર સેફટી અને BU પરમિશનના જરૂરી સર્ટિફિકેટ જ નથી
અમદાવાદ: આજે હાઈકોર્ટમાં ફાયર સેફટી (gujarat high court fire safety) મુદ્દે થયેલી સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકારને ખરા શબ્દોમાં કહી દીધું છે કે તમે ફાયર મુદ્દે સઘન કાર્યવાહી (action in gujarat against fire safety issue) કરો. જો તમને જરૂરી જણાય, ઇમારતોનું ડિમોલિશન (demolition of buildings in gujarat) કરવુ પડે તો કરી દો પણ કાર્યવાહી કરો. ફાયર સેફ્ટી અને BU પરમિશનની અમલવારી પ્રથમ બહુમાળી ઇમારતોમાં કરાવવા કોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો હતો. આ સામે રાજ્ય સરકારે પણ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેઓ એવી બહુમાળી ઇમારતો કે જેમની પાસે BU પરમિશન નથી તેમને સીલ કરશે.
એક અઠવાડિયામાં નક્કર પગલાં લેવા કહ્યું
ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી ફાયર સેફ્ટી (Fire safety in gujarat) મુદ્દેની સુનાવણીમાં આજે કોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ કહી દીધું છે કે એક અઠવાડિયામાં નક્કર પગલાં લેવામાં આવે. સુનાવણી દરમિયાન કોર્ટે ગઈકાલે શહેરના એસ.જી હાઇવે પાસે આવેલી ઇમારતમાં લાગેલી આગ (fire in building near sg highway ahmedabad)ના બનાવ અંગે પણ ગંભીરતા દાખવી હતી.
એસ.જી. હાવઇવે નજીક બિલ્ડિંગમાં લાગેલી આગની ઘટનાને ગંભીરતાથી લીધી
કોર્ટે નોંધ્યું હતું કે, રાજ્યની ઘણી ઇમારતો પાસે ફાયર સેફ્ટી (buildings without fire safety in gujarat) અને BU પરમિશનના જરૂરી સર્ટિફિકેટ જ નથી. નગરજનોની સુરક્ષા માટે ટૂંકા અને લાંબા ગાળાના પગલાં લેવામાં આવે. એસ.જી. હાઇવે પાસે આવેલી એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાથી સર્જાયેલી સ્થિતિની ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે (bench of chief justice arvind kumar on fire safety) ગંભીરતાથી લીધી હતી. કોર્ટે આ મુદ્દે એક સામાયિક પત્રમાં લખાયેલા સમાચાર વિશે ચર્ચા કરી હતી.
આગની સમસ્યા નિવારવા કડક પગલાં લેવાની જરૂર
કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે, કઈ રીતે આગની ઘટનામાં એક વ્યક્તિ ફસાઈ જતા તેને ઊંચેથી ઝંપલાવવું પડે છે. આ મુદ્દે અરજદાર એડવોકેટ અમિત પંચાલે રજુઆત કરી હતી કે, "અત્યાર સુધી જે પગલાં લેવાયા છે તે પૂરતા નથી. આગની સમસ્યાને નિવારવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. હું રાજ્ય સિસ્ટમની ખામી નીકળવામાં નથી માનતો, પણ જો તમારી પાસે કાયદા છે તો તેનું પાલન નિશ્ચિતરૂપે થવું જોઈએ."
અમદાવાદ મનપાએ કોર્ટમાં કરી રજૂઆત
કોર્ટમાં અમદાવાદ મનપા (ahmedabad municipal corporation on fire issues)એ રજૂઆત કરી હતી કે, બહુમાળી ઇમારતોના કિસ્સામાં એવી ઘણી ઇમારતો છે કે જ્યાં કાયદાઓનું જરાય પાલન નથી થયું. જ્યારે બીજા કિસ્સામાં એવી બિલ્ડિંગ છે કે જેમાં BU પરમિશન કરતા જુદો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી બિલ્ડિંગમાં રહેણાંક વિસ્તાર પણ છે. તેથી તેને સીલ કઈ રીતે કરવા તેવી મૂંઝવણ કોર્ટ સમક્ષ મૂકી હતી.
ફાયરના સાધનો ન જઈ શકે તેવી જગ્યાઓ સીલ કરવામાં આવે
કોર્ટે નોંધ્યું હતું કે, પહેલાં એવા લોકો સામે પગલાં લો જેમણે કાયદાનું જરાય પાલન નથી કર્યું. આ સાથે અમે કાયદાનું પાલન ન થવા પાછળના અધિકારીઓના નામ પણ જાણવા માંગીએ છીએ; કારણ કે આવા અધિકારીઓ વિના આ સ્થિતિ ઊભી થઇ શકતી નથી. વધુમાં કોર્ટે કહ્યું હતું કે, એવી જગ્યાઓ કે જ્યાં આગ લાગવાની સ્થિતિમાં ફાયરના સાધનો ન જઇ શકે તેવા એકમો સામે કાર્યવાહી કરવામાં આવે. આ કાર્યવાહીમાં એવી જગ્યાઓને સીલ કરવામાં આવે.
આ પણ વાંચો: અમદાવાદમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે ભારે જહેમત બાદ મેળવ્યો કાબુ
આ પણ વાંચો: ભાવનગર: અલંગ રોડ પર આવેલ કઠવા ગામ નજીક 4 ખાડામાં લાગી આગ