ETV Bharat / city

Fire Safety Controversy: હજી પણ કેટલીક બિલ્ડીંગોને ફાયર સેફ્ટી રાખતા કેમ જોર આવે છે, HCએ દર્શાવી નારાજગી

રાજ્યમાં અનેક બિલ્ડીંગ ફાયર સેફ્ટી એક્ટની અમલવારી ન કરતી હોવાથી ગુજરાત હાઈકોર્ટે નારાજગી (Gujarat HC angry on Fire Safety Implementation) દર્શાવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી એક્ટની (Fire Safety Controversy) અમલવારી મુદ્દે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે SVP હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની પણ (Gujarat HC on SVP Hospital Fire) નોંધ લીધી હતી.

Fire Safety Controversy: હજી પણ કેટલીક બિલ્ડીંગોને ફાયર સેફ્ટી રાખતા કેમ જોર આવે છે, HCએ દર્શાવી નારાજગી
Fire Safety Controversy: હજી પણ કેટલીક બિલ્ડીંગોને ફાયર સેફ્ટી રાખતા કેમ જોર આવે છે, HCએ દર્શાવી નારાજગી
author img

By

Published : May 5, 2022, 9:16 AM IST

અમદાવાદઃ ગુજરાતમાં ફાયર સેફ્ટી એકટના (Fire Safety Controversy) અમલવારીના મુદ્દે બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. હાઇકોર્ટની વારંવાર ટકોર છતાં પણ કેટલીક બિલ્ડીંગ ફાયર NOCની અમલવારી ન કરતી હોવાથી (Gujarat HC angry on Fire Safety Implementation) કોર્ટે નારાજગી દર્શાવી હતી. તો આ મામલે હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે નિવેદન આપ્યું હતું.

એડવોકેટ જનરલે રજૂ કર્યો જવાબ - ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં ફાયર સેફ્ટીનો અમલ થઈ રહ્યો છે કે નહીં તેવો પ્રશ્ન પૂછતા એડવોકેટ જનરલે જવાબ આપતા જણાવ્યું હતું કે, ફાયર સેફ્ટી (Fire Safety Controversy), ફાયર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (Fire NOC) અને બિલ્ડીંગ યુઝ પરમિશન (BU Permission) વિનાની ઈમારતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Nithyananda Ashram Controversy : ગુમ થયેલી બંને યુવતીઓના દસ્તાવેજો રજૂ કરવા જ પડશે, HCનો આદેશ

BU પરમિશન લેવા તંત્ર કરશે જાણ - એડવોકેટ જનરલે વધુમાં જણાવ્યું હતું કે, એટલું જ નહીં ઈમારતોને ધારાધોરણો પ્રમાણે, નિયમિત કરી બિલ્ડીંગ યુઝ પરમિશન આપી શકાશે. તેમને નોટિસ આપી બિલ્ડીંગ યુઝ પરમિશન (BU Permission) મેળવી લેવા તંત્ર જાણ કરશે. આ ઉપરાંત જેમની બિલ્ડીંગ યુઝ પરમિશન (BU Permission) મળી શકે તેમ નહીં હોય. તેવી ઈમારતોને સીલ કરી દેવામાં આવશે અથવા તો તોડી પાડવામાં આવશે.

આ પણ વાંચો- Sokhada Haridham Controversy: ગુણાતીત સ્વામીના મોત મામલે હાઇકોર્ટેને અવગત કરાયા

HCએ SVP હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની પણ લીધી નોંધ - આ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જ SVP હોસ્પિટલમાં (Gujarat HC on SVP Hospital Fire) લાગેલી આગની ઘટનાની પણ નોંધ લીધી હતી. આ અંગે એડવોકેટ જનરે હાઈકોર્ટ સમક્ષ કહ્યું હતું કે, ફાયર સેફ્ટી ઈકવિપમેન્ટ કાર્યરત્ હતા અને 10 જ મિનિટમાં સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે, આ સમગ્ર મામલે અરજદારે પણ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે, હવે તંત્ર દ્વારા પગલાં લેવાના શરૂ કરી દેવામાં આવ્યા છે, અને જે લોકોના હિત માટે જ છે. તો હવે આ મામલે વધુ સુનાવણી જૂન મહિનામાં હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.