અમદાવાદ- ગુજરાત હાઇકોર્ટમાં ઘણા સમયથી રાજ્યમાં આવેલા બહુમાળી ઇમારતો હોસ્પિટલ અને શાળાઓમાં ફાયર સેફટી એક્ટ મુદ્દે (Fire NOC And BU Permission issue) અમલ કરાવવાની માંગ સાથે થયેલી જાહેર હિતની અરજીમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજે આ મામલે એક વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં આજની સુનાવણીમાં એમસીએ તેનો જવાબ હાઇકોર્ટમાં (Hearing in Gujarat High Court) રજૂ કર્યો હતો. દરમિયાન એએમસી હાઇકોર્ટને જણાવ્યું હતું કે આઈસીયુના મુદ્દે એમસીએ 222 હોસ્પિટલ્સને નોટિસ (AMC sent notices to 222 hospitals ) પાઠવી છે.
એએમસીનો જવાબ- એએમસી હાઇકોર્ટમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે, તે પ્રમાણે ફાયર સેફ્ટી એક્ટના (Fire Safety Act) અમલ મુદ્દે (Fire NOC And BU Permission issue) હાઇકોર્ટે કરેલા તમામ આદેશનું કડકાઈથી પાલન કરાયું છે. એએમસીના સતત પ્રયાસના લીધે હાલ અમદાવાદની મોટાભાગની બહુમાળી ઈમારતોએ ફાયર સેફ્ટીનું એનઓસી મેળવ્યું છે. અમદાવાદમાં કુલ 222 હોસ્પિટલ પાસે આઇસીયુની સુવિધા છે અને આઇસીયુ મુદ્દે તેમને નોટિસ (AMC sent notices to 222 hospitals ) પણ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Bhuj Municipality Fire Department: ભુજ ફાયર વિભાગ દ્વારા 105 બિલ્ડિંગોને નોટિસ ફટકારાઇ
અમદાવાદમાં કુલ 1911 હોસ્પિટલ્સ - મહત્વનું છે કે અમદાવાદમાં કુલ 1911 હોસ્પિટલ્સ આવેલી છે. જેમાંથી 222 હોસ્પિટલ પાસે આઈસીયુની સુવિધા છે. એ તમામ હોસ્પિટલને ફાયર સેફટીનું પાલન (AMC sent notices to 222 hospitals ) કરવા માટે એએમસીએ નિર્દેશ આપેલા જ છે. એમસીના ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 814 હોસ્પિટલમાં તેના સ્ટાફને તાલીમ આપવામાં આવેલી છે. જેમાં 6938 કર્મીઓને તાલીમ આપવામાં આવેલી છે કે આગ લાગે ત્યારે કઈ રીતે કામ કરવું કે જેના લીધે દર્દીઓને સલામત સ્થળે ખસેડી શકાય. આ ઉપરાંત 560 જેટલી મોકડ્રીલ પણ તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Exclusive Interview : એક મહિનામાં શહેરની તમામ શાળાઓ પાસે ફાયર NOC હશે- ચીફ ફાયર ઓફિસર
બિલ્ડિંગ્સના માળખામાં ફેરફાર કરવાની જરૂર - આઈસીયુ મુદ્દે એએમસી એક મહત્વની (Hearing in Gujarat High Court) એ વાત કરી હતી કે જ્યાં સુધી આઈસીયુની વાત છે તો તે માટે બિલ્ડિંગ્સના માળખામાં ફેરફાર કરવાની જરૂર છે. હાલ તો જે 222 હોસ્પિટલ પાસે આઈસીયુની સુવિધા છે, તેમના ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હોસ્પિટલમાં સમયાંતરે વેન્ટિલેટર્સ, એસી ,ઇલેક્ટ્રિકલ ,પોર્ટ્સની તપાસ કરવા અને યોગ્ય પ્રકારના પડદા અને બેડશીટ રાખવા અંગે સૂચનાઓ આપવામાં આવેલી છે. મોટાભાગની હોસ્પિટલની સીડીઓમાં કાચની દીવાલ નથી. તો તે મુદ્દાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.