અમદાવાદઃ શહેરમાં ચંડોળા તળાવ BRTS વર્કશોપ પાસે એસ. આર. વેસ્ટેજ ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગ (Fire in Plastic Godown Ahmedabad) લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, તેને બૂઝવવા માટે ફાયરની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, 2 કલાકની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો- Fire In Mota Borsara GIDC: મલાઈ દોરી બનાવતી કંપનીમાં લાગી આગ, લાખો રૂપિયાનું થયું નુકસાન
પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
અમદાવાદ શહેર ફાયર બ્રિગેડને વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ આગ લાગ્યો હોવાનો કોલ મળ્યો હતો. ચંડોળા તળાવ BRTS વર્કશોપ પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગી (Fire in Plastic Godown Ahmedabad) હતી. ત્યારે ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સતત પાણીનો મારો ચલાવી આ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- AMC firemen ready to rescue in Uttarayan 2022 : અમદાવાદ ફાયર વિભાગે કેવી કરી આગ સામે લડવાની તૈયારીઓ જાણો...
પ્લાસ્ટિક વધુ હોવાથી આગ ફેલાઈ
ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાથી આગ વધુ ફેલાઈ હતી. જોકે, ફાયર વિભાગે 2 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, અત્યારે આગને બૂઝવ્યા પછી તેને કૂલિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.