અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશનમાં ફાયર વિભાગ (Fire Department Ahmedabad)ની 50થી વધુ ગાડીમાં મેઇન્ટેનન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજ્યમાં ઉનાળાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શહેરમાં ભારે ગરમીને કારણે અચાનક આગ લાગવાના બનાવોના કેસ (Fire Incidents In Ahmedabad) પણ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. ત્યારે કરોડો રૂપિયાની ફાયર વિભાગની ગાડીઓ (fire department vehicles ahmedabad) યોગ્ય મેઇન્ટેનન્સના અભાવને કારણે ધૂળ ખાતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: AMC firemen ready to rescue in Uttarayan 2022 : અમદાવાદ ફાયર વિભાગે કેવી કરી આગ સામે લડવાની તૈયારીઓ જાણો...
એક ગાડીના મેઇન્ટેનન્સ માટે એક કરોડનો ખર્ચ- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, થોડાક દિવસ પહેલા જ એક ગાડી માટે એક કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને અન્ય બાકીની ગાડી માટે કોન્ટ્રાક્ટ (Maintenance contract Fire Department Ahmedabad) આપવામાં આવશે. તેમાં હજુ પણ ખર્ચ વધારે આવી શકે તેમ છે. કેમ કે તમામ ફાયર વિભાગની ગાડી બહારની છે અને ત્યાંથી કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવી છે. અત્યાર સુધી જે તે કંપની જ મેઇન્ટેનન્સ કરતી હતી, પણ હવે સમય મર્યાદા પૂર્ણ થઈ હોવાથી અન્ય કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે ભારે જહેમત બાદ મેળવ્યો કાબુ
વોલ્વો કંપનીની ફાયર વિભાગની ગાડી- અમદાવાદ કોર્પોરેશન પાસે સારી ગુણવત્તા, ઉચ્ચ ટેકનિકવાળી ફાયરની ગાડીઓ છે. જેમાં વોલ્વો (volvo fire truck ahmedabd) અને અન્ય બીજી કંપનીની ગાડીઓ છે. જે કંપની દ્વારા મેઇન્ટેનન્સ કરી આપવામાં આવતું હતું. પણ સમય મર્યાદા પૂર્ણ થઈ હોવાથી કંપની મેઇન્ટેનન્સ કરી શકતી નથી, પણ જેતે કંપની સાથે વાત ચાલું છે. આગામી ટૂંક સમયમાં તમામ ફાયરની ગાડી મેઇન્ટેનન્સ પૂર્ણ કરી દેવામાં આવશે.