ગરમીની શરૂઆત થતાં જ શહેરમાં આગના બનાવ વધી રહ્યા છે. આજે આનંદનગર વિસ્તારમાં દેવ ઓરમ કોમ્પલેક્સમાં આગ લાગી હતી, જેમાં 50 જેટલા લોકો ફસાયા હતા. આગને પગલે ફાયરની ગાડીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા .આ દરમિયાન 50થી વધુ લોકોને ફાયર કર્મીઓએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. આગ લાગવાથી કોમ્પલેક્સનો વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. કોમ્પલેક્સમાં ફાયર સેફ્ટી સાધનો પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા, જેથી તે દિશામાં પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં કોમ્પલેક્સમાં લાગી ભીષણ આગ, 50થી વધુ લોકોને બચાવાયા - ahmedabad
અમદાવાદઃ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા દેવ ઓરમ કોમ્પલેક્સના 10મા માળે ભીષણ આગ લાગી હતી. આગ લાગતાં ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. અચાનક આગ લાગવાને કારણે 50થી વધુ લોકો 10મા માળે ફસાયા હતા. જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આગને કારણે 3 લોકો બેભાન થયા હતા, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.