અમદાવાદઃ શહેરના પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ હોસ્પિટલની (Fire at Parimal Garden area) બાજુમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે. તેના કારણે અત્યારે ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. જોકે, આગ લાગતા તમામ લોકો ધાબા પર ભાગી ગયા હતા. અત્યારે ફાયર વિભાગે રેસ્ક્યૂ (Ahmedabad Fire Department Rescue Operation) કામગીરી શરૂ કરી છે.
ફાયર વિભાગની 10 ગાડી ઘટનાસ્થળે - આ અંગે મળતી માહિતી અનુસાર, પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેકસમાં (Fire at Parimal Garden area) ત્રીજા માળે આવેલી એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગી હતી. તેના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી (Ahmedabad Fire Department Rescue Operation) હતી. અહીં 75 જેટલા ફાયર ફાઈટર્સે રેસ્ક્યૂ કામગીરી કરી હતી. સાથે જ આસપાસની દુકાનો અને ઓફિસોમાં પણ રહેતા લોકોમાં નાસભાગ મચી હતી.
બાળકોનું રેસ્ક્યૂ કરાયું - ફાયરના ઈમરજન્સી સર્વિસ સાધનોથી લોકો અને બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તો અત્યારે ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ, એમ્બુલન્સ અને પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. જ્યારે 13 બાળકો સાથે 60 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તો બાળકોને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, બાળકોની હોસ્પિટલની બાજુની ઓફિસમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું.
આ પણ વાંચો- વડોદરાની સ્કૂલમાં આગ લાગતા આ રીતે કરાયું રેસ્ક્યૂ, જૂઓ વીડિયો...
દર્દીઓને પણ નીચે લઈ અવાયા - કોમ્પ્લેક્સમાં ઉપર હોસ્પિટલ આવેલી હોવાથી ત્યાંથી દર્દીઓને પણ નીચે ઉતારવા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં ફાયરના (Ahmedabad Fire Department Rescue Operation) અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની અને કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને રેસ્કયૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
દર્દીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા - તક્ષશિલા ઘટના બાદ દરેક મોટા શહેરોમાં ઈમરજન્સી એક્સકેવેશન ફાયર લેડર (Emergency Excavation Fire Ladder) વસાવવામાં આવી છે. તેના દ્વારા બાળકો અને અન્ય લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તમામને નજીકની હોસ્પિટલમાં એમ્બુલન્સ મારફતે ખસેડાયા છે. જોકે, ત્રીજા માળે આગ લાગી હોવાથી લોકોને ટેરેસ પર જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. હોસ્પિટલના કાચ તોડીને ધુમાડાને બહાર જવા માટે જગ્યા આપવામાં આવી હતી.
હોસ્પિટલમાં ફાયર NOC ન હોવાનું જણાયું - હોસ્પિટલમાં પ્રાથમિક રીતે ફાયર સેફ્ટીની સુવિધા હોવાનું જાણવા મળ્યું છે.જોકે તેની પાસે ફાયર NOC કે નહીં અને આગ લાગવાની ઘટનાની ફોરેન્સિક તપાસ બાદ દોષિતો સામે પગલાં લેવામાં આવશે. મહત્વનું છે કે, હોસ્પિટલની બાજુમાં આવેલી ઓફિસમાં સર્વરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો- Fire in Ahmedabad : અમદાવાદમાં એક બાદ એક ગેસ સિલિન્ડરના ધડાકા
સ્નોરકેલથી મહિલાનું રેસ્ક્યૂ કરાયું - આ કોમ્પ્લેક્સમાં જ ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે, એવામાં હાલ બાળકો અને માતાનું હોસ્પિટલમાંથી સ્નોરકેલ દ્વારા નીચે ઉતારી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાના કારણે ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે. આગના કારણે કોમ્પ્લેક્સમાં રહેલા લોકો જીવ બચાવવા ધાબા પર પહોંચી ગયા હતા. હાલમાં ફાયરની ટીમ (Ahmedabad Fire Department Rescue Operation) દ્વારા પાણીનો મારી ચલાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સ પર ઘટનાસ્થળે પહોંચી છે.