ETV Bharat / city

અમદાવાદમાં કઠવાડામાં ઈન્ક બનાવતી ફેકટરીમાં આગ, ફાયર સેફ્ટી મુદ્દે ફરી સવાલ ઉઠ્યાં

શહેરમાં વધુ એક આગની ઘટના બની છે. કઠવાડા રોડ પર આવેલી ફેકટરીમાં આગની આ ઘટના બની હતી. ઇન્ક બનાવતી ફેક્ટરીમાં આગની દુર્ઘટના બની હતી. જોકે ફાયરવિભાગે સમયસર દોડી જઈને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

author img

By

Published : Nov 9, 2020, 8:22 PM IST

અમદાવાદમાં કઠવાડામાં ઇન્ક બનાવતી ફેકટરીમાં આગ, ફાયર સેફ્ટી મુદ્દે ફરી સવાલ ઉઠ્યાં

  • કઠવાડા સિંગરવા રોડ પર સફલ એસ્ટેટમાં આગ લાગી
  • ઈન્ક બનાવતી ફેકટરીમાં આગ
  • ફાયર ફાઈટરની 14થી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો

અમદાવાદઃ અમદાવાદ જેવા આર્થિક મહાનગરમાં હાલમાં બની રહેલી આગની ઘટનાઓએ એએમસીની નીંદર તો નથી ઉડાડી પણ ઓછા સ્ટાફમાં કામ કરતાં ફાયર વિભાગમાં મોટું કામ વધારી દીધું છે. ફાયર સેફટીના નિયમોને તાક પર રાખી અમદાવાદ શહેરમાં અનેક ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યાં છે જેથી આગની ઘટના જોતજોતાંમાં વિકરાળ રુપ પકડી લે છે અને જાનહાનિના બનાવ ઘટી જાય છે.ગત દિવસોમાં બનેલી પીરાણ કેમિકલ ફેક્ટરીનો બનાવ હજુ તાજો છે ત્યારે મહત્વનું છે કે કઠવાડાની શાહી બનાવતી ફેક્ટરીમાં આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર વિભાગની 14થી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે ફાયર સેફ્ટી મુદ્દે આ સ્થળ પર પણ સવાલો થઈ રહ્યાં છે.

ફાયર ફાઈટરની 14થી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.