ETV Bharat / city

FIR ન નોંધવા બદલ જાણો કયા પોલીસ અધિકારીઓ સામે High Court એ આકરું વલણ અપનાવ્યું - સીઆઈડી ક્રાઈમ

ગુજરાત હાઈકોર્ટે (High Court) ધાનેરા PI, બનાસકાંઠાના SP અને બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડાની સામે કાર્યવાહીનો આદેશ કર્યો હતો. ધાનેરામાં મૃત વ્યક્તિના કિસ્સામાં દુષ્પ્રેરણા કે હત્યાનો ગુનો બન્યો હોવા અંગેની એફઆઈઆર (FIR) નહીં નોંધવા સંદર્ભે કોર્ટે આકરું વલણ લીધું હતું. આ પોલીસ અધિકારીઓ સામે ફરજમાં બેદરકારી અને ગ્રોસ મિસકન્ડકટ બદલ કાર્યવાહી કરવા કોર્ટે હુકમ કર્યો હતો.

FIR ન નોંધવા બદલ જાણો કયા પોલીસ અધિકારીઓ સામે High Court એ આકરું વલણ અપનાવ્યું

author img

By

Published : Oct 4, 2021, 6:20 PM IST

  • ગુજરાત હાઈકોર્ટનું આકરું વલણ
  • બનાસકાંઠા પોલીસ બેડામાં ફફડાટ
  • બેદરકારી-મિસ કન્ડક્ટને લઇ કોર્ટે જિલ્લા પોલીસ વડા સહિત PI, SP,ને ઝપટે લીધાં

અમદાવાદઃ ધાનેરા PI, બનાસકાંઠાના SP અને જિલ્લા પોલીસ વડાની સામે હાઇકોર્ટે (High Court) નારાજ થઈ દુષ્પ્રેરણા કે હત્યાનો ગુનો બન્યો હોવા અંગેની એફ.આઈ.આર (FIR) ન નોંધવા બદલ તપાસનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે આ કેસની તપાસ સી.આઇ.ડી ક્રાઇમને સોંપી છે.

શું છે સમગ્ર મામલો

એડવોકેટ અંકિત બચાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2020માં ધાનેરાના યુવક-યુવતીએ પ્રેમલગ્ન કરતાં પરિવારજનોએ તેમને રાજસ્થાનથી પકડી લાવી તેમની મરજી વિના છૂટાં કરાવ્યાં હતાં. યુગલને છૂટાં કરાવ્યા બાદ ગણતરીના દિવસોમાં યુવકને કોઈ વ્યક્તિ બોલાવે છે તેમ કહી કારમાં બેસાડી લઈ જવામાં આવ્યો. આ બાદ ત્રણ દિવસ પછી તે યુવકની લાશ ઝાડ ઉપર લટકેલી હાલતમાં મળી આવી હતી. જેની સામે પોલીસે એક્સિડેન્ટલ ડેથ જાહેર કરી મામલો પૂર્ણ કર્યો હતો.

ફરજમાં બેદરકારી અને ગ્રોસ મિસકન્ડકટ બદલ કાર્યવાહી કરવા કોર્ટે હુકમ કર્યો

એફઆઈઆર નોંધાવવા પ્રયત્નો નિષ્ફળ જતાં હાઈકોર્ટમાં ગયો મામલો

યુવકના કાકાએ દુષ્પ્રેરણા કે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે યુવકના કાકાએ મૃતકના શરીર પર ઘાના નિશાન અને ચાઠાંના નિશાન નોંધતા પોલીસ પાસે દુષ્પ્રેરણા કે હત્યાનો ગુનો બન્યો હોવા અંગેની એફઆઈઆર (FIR) નોંધાવવા પ્રયત્નો કર્યાં હતાં. પરંતુ પોલીસે એફઆઈઆર ન નોંધતા મામલો હાઇકોર્ટમાં (High Court) પહોંચ્યો હતો. કોર્ટે પ્રેમલગ્ન કરેલા યુગલમાં યુવકની લાશ ગામના ઝાડ પર મળી આવ્યા બાદ પણ તપાસમાં ઢીલ રાખવા બદલ આકરુ વલણ અપનાવ્યું હતું. આજે કોર્ટે પોલીસ અધિકારીઓ સામે ફરજમાં બેદરકારી અને ગ્રોસ મિસકન્ડકટ બદલ કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. વધુમાં કોર્ટે આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી છે.

આ પણ વાંચોઃ ધાનેરામાં પ્રેમ લગ્ન કરનાર યુવક પર હુમલો, પ્રેમિકાના પિતા સહિત 6 લોકો સામે ફરિયાદ

આ પણ વાંચોઃ ધાનેરા પંથકમાં આશાસ્પદ યુવકનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.